ETV Bharat / city

School Reopen In Gujarat : રાજ્યની શાળાઓ આજથી 100 ટકા ક્ષમતા સાથે ધમધમશે, છતાં રાખવું પડશે ધ્યાન

author img

By

Published : Feb 21, 2022, 10:56 AM IST

Offline Education in Schools: રાજ્યની શાળાઓ આજથી 100 ટકા ક્ષમતા સાથે ધમધમશે, છતાં રાખવું પડશે ધ્યાન
Offline Education in Schools: રાજ્યની શાળાઓ આજથી 100 ટકા ક્ષમતા સાથે ધમધમશે, છતાં રાખવું પડશે ધ્યાન

ગુજરાતમાં 2 વર્ષ બાદ આજથી (સોમવાર) 100 ટકા ક્ષમતા સાથે તમામ શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. આજથી રાજ્યભરમાં ઓનલાઈન શિક્ષણની જગ્યાએ બાળકો ઓફલાઈન શિક્ષણ (Offline Education in Schools) લઈ શકશે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કારણે (Corona Cases in Gujarat) તમામ શાળાઓ અને કોલેજો લૉકડાઉનથી સંપૂર્ણ રીતે બંધ હતી. તબક્કાવાર રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં કોલેજો ત્યારબાદ ધોરણ 10 અને 12ના વર્ગો અને ત્યારબાદ 8 અને 9 ધોરણોના વર્ગ ઓફલાઈન શરૂ (Offline Education in Schools) કરવામાં આવ્યા હતા. પરંતુ તે સમયે ફરજિયાત હાજરી રાખી નહતી અને સાથે જ ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. ત્યારે આજે રાજ્યની તમામ શાળાઓ 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Online અને Offlineમાં શિક્ષક, વાલીના મત શુ ? આખરે કેમ Offline શિક્ષણ શ્રેષ્ઠ જાણો

મુખ્યપ્રધાનની કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 17 ફેબ્રુઆરીએ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં (Core Committee Decision) આજથી, એટલે કે 21 ફેબ્રુઆરી સોમવારથી રાજ્યની તમામ શાળાઓ ફરજિયાત ઓફલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યભરમાં ઓનલાઇન શિક્ષણ (Education Minister Jitu vaghani announcement) સંપૂર્ણ રીતે બંધ (Offline Education in Gujarat) કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Anganwadi Reopen in Surat: સુરતની આંગણવાડીઓમાં ફરી ગૂંજ્યો બાળકોનો અવાજ, ઓફલાઈન શિક્ષણ શરૂ

તમામ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત

રાજ્ય સરકારના નિર્ણય અંગે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu vaghani announcement) ટ્વિટ કરી જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં (Core Committee Decision) 21 ફેબ્રુઆરી (સોમવાર)થી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણયને ધ્યાનમાં રાખી તમામ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાત હાજરી આપવી પડશે. કારણ કે, રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ઓનલાઈન શિક્ષણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર આ બાબતે વિશિષ્ટ ગાઈડલાઈન પણ બહાર પાડશે

નિયમોની વાત કરીએ તો રાજ્યના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu vaghani announcement) સ્પષ્ટપણે ટ્વિટ કર્યું હતું કે, રાજ્યની તમામ શાળાકોલેજોએ કોવિડ ગઈડલાઈનનું પાલન (Covid 19 guidelines) કરવું પડશે. જ્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા કોલેજના સંચાલકોને ઓફલાઈન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબતને ધ્યાનમાં લઈને જ આ નિર્ણયનું (Core Committee Decision) અમલીકરણ 21 ફેબ્રુઆરી સોમવારથી કરવામાં આવશે. રાજ્ય સરકાર આ બાબતે વિશિષ્ટ ગાઈડલાઈન પણ બહાર પાડશે.

શાળાઓ શરૂ થશે એટલે સ્કૂલ રિક્ષા અને વાનને રોજગારી મળશે

રાજ્યની પ્રાથમિક શાળાઓ ચાલે તો છે, પરંતુ ફરજિયાત હાજરી નથી અને ફરજિયાત ઓફલાઈન શિક્ષણ પણ રાખવામાં આવ્યું નથી. શિક્ષણ ઓનલાઈન પણ આપવામાં આવતું નથી. આથી અનેક વિદ્યાર્થીઓ ઘરે રહીને જ અભ્યાસ કરતા હતાં. ત્યારે સોમવારથી 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યની તમામ શાળાઓમાં કરવાનો (Education Minister Jitu vaghani announcement) નિર્ણય કર્યો છે ત્યારે આવનારા દિવસોમાં ફરીથી સ્કૂલ રિક્ષા અને વાનને રોજગારી પ્રાપ્ત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.