ETV Bharat / city

NFSU Convocation 2022: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોનું નામ લઈને ગુજરાતની ધરતીને નમન કર્યું...

author img

By

Published : Apr 25, 2022, 10:41 AM IST

ગાંધીનગર ખાતે આવેલા નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી (National Forensic University in Gandhinagar) ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટીનો પદવી સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 101 વિદ્યાર્થીઓને પદવી (Graduation Ceremony of Children's University) આપવામાં આવી હતી. સાથે 8 વિદ્યાર્થીને ગોલ્ડમેડલ (NFSU Convocation 2022) એનાયત કરવામાં આવ્યા હતા.

NFSU Convocation 2022: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોનું નામ લઈને ગુજરાતની ધરતીને નમન કર્યું...
NFSU Convocation 2022: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોનું નામ લઈને ગુજરાતની ધરતીને નમન કર્યું...

ગાંધીનગર : ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા દ્વિતીય પદવી સમારોહનું (National Forensic University in Gandhinagar) આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 101 વિદ્યાર્થીઓને પદવી અને 8 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત 3 નવી ટોય વાનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે રાજ્યની પ્રાથમિક શાળામાં જઈ વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપશે.સાથે સાથે નર્સિંગ એન્ડ હેલ્થ ઇન પ્રેગ્રેન્સી, ગર્ભ સંવાદ,ભૂલકાનો ખજાનો જેવા કુલ 14 પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીનો પદવી સમારોહ યોજયો

વિશ્વની એકમાત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી - વિશ્વમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી માત્ર ગાંધીનગરમાં (Graduation Ceremony of Children's University) જ છે. આ યુનિવર્સિટીની સ્થાપના 2009માં સ્થાપના કરવામાં આવી હતી. જેમાં 7 શાળા, 12 વિભાગો, 6 વિષયમાં અનુસ્નાતક, 4 PG ડિપ્લોમા, 7 વિષયોમાં PHD અને 18 પ્રમાણપત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે ચાલે છે.

નેશનલ ફોરેન્સી યુનિવર્સિટી
નેશનલ ફોરેન્સી યુનિવર્સિટી

"નમન..! નરેન્દ્ર મોદી જેવા બાળકને જન્મ આપ્યો" - ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જણાવ્યું હતું કે, આ એક એવી યુનિવર્સિટી છે. જે આ આટલી મોટી દુનિયામાં વિકાસની વાત કરવામાં આવે છે. તેમ છતાં આ ચિલ્ડ્રન યુનિવર્સિટી માત્ર ગાંધીનગરમાં જ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા દેશની પરંપરા જાળવી રાખી છે. આજની દુનિયામાં લોકો કંપની, હોટલ, બિલ્ડીંગ બનાવવાનું વિચારે છે. પરંતુ આપણા વડાપ્રધાને ચિલ્ડ્રન યુનિવર્સિટીનું (National Forensic University) વિચાર્યું છે. વધુમાં કહ્યું હતું કે, હું ગુજરાતની ધરતીને નમન કરું છું જેને નરેન્દ્ર મોદી જેવા બાળકને જન્મ આપ્યો છે.

ચિલ્ડ્રન યુનિવર્સિટીનો પદવી સમારોહ
ચિલ્ડ્રન યુનિવર્સિટીનો પદવી સમારોહ

આ પણ વાંચો : ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા બાળકની દેખરેખ-વિકાસ માટે નેશનલ સેમિનાર યોજાયો

"માનવીય મૂલ્યોનો અભાવ" - આજે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ. ત્યારે આપણી સંસ્કૃતિને ફરી જીવંત બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસ્કૃત યુનિવર્સિટી (Graduation Ceremony at National Forensic University) સ્થાપના કરી હતી. આજ તે પોતાના પરિવારને છોડીને સમગ્ર દેશને પોતાનો પરિવાર બનાવી દીધો છે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાચીનકાળમાં માનવી પાસે આવા ભવ્ય મકાનો ન હતા. જંગલમાં રહીને સારા માણસોનું નિર્માણ કરતા હતા. આજ માનવી પાસે બધું જ છે તેમ છતાં માનવીય મૂલ્યોનો અભાવ જોવા મળી રહ્યો છે.

પદવી સમારોહ
પદવી સમારોહ

64 દિવસમાં 64 કળા શીખવાડવામાં આવતી - રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર જણાવ્યું હતું કે, આપણો દેશ વિશ્વ ગુરુ હતો. ભૂતકાળમાં આશ્રમમાં રહીને બાળકોને 64 દિવસમાં 65 કળાનું જ્ઞાન આપવામાં આવતું હતું. ધીમે ધીમે આપણા દેશની ઐતિહાસિક યુનિવર્સિટી ઢંકાઈ રહી છે. તે ફરી ખોલવાનું કામ આપણા વડાપ્રધાન (Graduation Ceremony in Gandhinagar) કરી રહ્યા છે. બાળક જન્મે તૈયારથી બાળકની તંદુરસ્ત સારું રહે, સંસ્કાર સારા મળે, શરીરનું ઘડતર સારું થાય અને નવી કળા શીખવાનું કામ આ ચિલ્ડ્રન યુનિવર્સિટી કરી રહી છે. આઝાદીના 75 અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે નજીકના બાળકોને સારું જ્ઞાન આપવાનો સંકલ્પ કર્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં રમકડાનું ઉત્પાદન થશે, સરકારે ચિલ્ડ્રન યુનિવર્સિટીને આપી જવાબદારી

અટલ બિહારી બાજપાઈ પછી મોદીનું નામ - ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આજ ભારતવર્ષમાં અટલજી પછી (NFSU Convocation 2022) જો કોઈનું નામ લઈ શકાય તેવું કોઈ વ્યક્તિત્વ ધરાવતું હોય તો તે નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાને ચિલ્ડ્રન યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને જે બીજ વાવ્યું હતું તે આજે વટવૃક્ષ બનીને આપણી સમક્ષ ઉભું છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી સંસ્કાર સાથે કોન્ટેટિવ નહીં પણ ક્વોલિટિવ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.