ETV Bharat / city

Gujarat Congress in charge Raghu Shrma ની કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક શરૂ

author img

By

Published : Oct 9, 2021, 7:58 PM IST

ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે નવનિયુક્ત રઘુ શર્મા (Gujarat Congress in charge Raghu Shrma ) અમદાવાદ આવ્યં છે. ત્યારે કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા એરપોર્ટ ઉપર નવા પ્રકારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શર્માએ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની મુલાકાત લઇ ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતાં. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય (GPCC) ખાતે સિનિયર નેતાઓ સાથે તેમને પહેલા દિવસે વન-ટુ-વન બેઠક શરૂ કરી હતી.

Gujarat Congress in charge Raghu Shrma ની  કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક શરૂ
Gujarat Congress in charge Raghu Shrma ની કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક શરૂ

  • ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે રઘુ શર્માએ બેઠક શરૂ કરી
  • ગુજરાતના સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક શરૂ કરી
  • પરેશ ધાનાણીના નિવાસસ્થાને નહીં યોજાય ડિનર ડિપ્લોમસી


    અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે નવનિયુક્ત થઈને રાજસ્થાન સરકારના આરોગ્યપ્રધાન રઘુ શર્મા (Gujarat Congress in charge Raghu Shrma ) બે દિવસ ગુજરાત મુલાકાતે છે, ત્યારે ફરી એકવાર (Gujarat Congress) ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા તેમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. રઘુ શર્માનું એરપોર્ટ ઉપર ઢોલનગારા સાથે સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સાબરમતી આશ્રમની મુલાકાત લઈ નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પણ ભગવાન સમક્ષ શિશ નમાવી આશીર્વાદ લીધા હતાં. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય (GPCC) ખાતે મહિલા કોંગ્રેસે પણ રઘુ શર્માનું ગુજરાતી પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું હતું.

પહેલું નિવેદન

રઘુ શર્માએ ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે હું રાજસ્થાનમાં આરોગ્યપ્રધાન છું જેથી રાજસ્થાન સુરક્ષિત છે. જ્યારે અહીં મુખ્યપ્રધાન અને આખા પ્રધાનમંડળને હાંકી કઢાય છે તે બતાવે છે કે તેઓની કામગીરી નિષ્ફળ રહી છે. ભાજપ પ્રજાને નહીં સત્તાને પ્રેમ કરે છે. રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસમાં સંગઠનમાં ફેરબદલના પણ સંકેત આપ્યાં હતાં. સંગઠન મજબૂત કરવા અને ભાજપની નિષ્ફળતા સામે કોંગ્રેસ હવે રસ્તા ઉપર આંદોલન કરશે,. 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રઘુ શર્માએ 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
રઘુ શર્માએ 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
પાંચ મહિનાથી પ્રભારી પદ ખાલી હતુંછેલ્લાં 5 મહિનાથી ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદ ખાલી હતું. રાજીવ સાતવના નિધન બાદ કોઈ નવી નિમણૂક કરાઇ નહોતી. કોંગ્રેસ પ્રભારી માટે 2022 વિધાનસભા ચૂંટણી મોટો પડકાર છે. ત્યારે રઘુ શર્માએ પ્રથમ દિવસથી જ સિનિયર નેતાઓ સાથે વન-ટુ-વન બેઠક શરૂ કરી છે અને ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા દોર હાથમાં લીધો છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનના આરોગ્યપ્રધાન રઘુ શર્મા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી

આ પણ વાંચોઃ કોણ પુષ્ટિ કરશે કે PM Modi 18 કલાક કામ કરે છે તેમની પત્ની પણ સાથે રહેતી નથી : Congress leader Gaurav Vallabh Pant

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.