ETV Bharat / city

સરકારે જાહેર કરી નવી Telecom Infrastructure Policy 2022, શું થશે ફાયદો

author img

By

Published : May 27, 2022, 10:10 PM IST

Updated : May 28, 2022, 8:03 AM IST

સરકારે જાહેર કરી નવી Telecom Infrastructure Policy 2022, શું થશે ફાયદો
સરકારે જાહેર કરી નવી Telecom Infrastructure Policy 2022, શું થશે ફાયદો

રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગે (Department of Science and Technology) શુક્રવારે "ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી 2022” (New Telecom Infrastructure Policy) જાહેર કરી હતી. આ પોલિસીથી કોને ફાયદો થશે અને કઈ રીતે ડિજિટલ ઈન્ડિયા મિશનને (Digital India Mission) વેગ મળશે. આવો જાણીએ આ અહેવાલમાં.

ગાંધીનગર: રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગે (Department of Science and Technology) શુક્રવારે "ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી 2022” (Telecom Infrastructure Policy 2022) જાહેર કરી હતી, જેમાં ‘ઓપ્ટિકલ ફાઈબર’ અને ‘મોબાઈલ ટાવર’ પ્રસ્થાપિત કરવા માટે તેના ઈન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી અમલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં મોબાઇલના ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. તમામ લોકો પાસે અત્યારે મોબાઇલ ઉપયોગ કરે છે. ત્યારે રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા મિશનને (Digital India Mission) સાકાર કરવાની દિશામાં આ પોલિસી જાહેર કરી છે.

નવી ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી 2022
નવી ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી 2022

આ પણ વાંચો: PPP Model Surat: PPP મોડલ પર સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન માટે સુરત મનપા આપશે જગ્યા, વસૂલશે આટલો ચાર્જ

સિંગલ વિન્ડો કલીયરન્સ - “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022”(Telecom Infrastructure Policy) જાહેર કરવામાં આવી છે. આ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી થકી હવે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(Underground Telegraph Infrastructure) અને ઓવર ગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(Overground telegraph infrastructure) માટે સિંગલ વિન્ડો કલેયરન્સ(Single window clearance) પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે. પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત માહિતી અને સંચાર ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા રાજ્યમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક(Optical fiber network) અને ટેલિકોમ ટાવર સ્થાપિત કરવાની જરૂરિયાતોને ધ્યાને લેતા ભારત સરકાર દ્વારા વર્ષ-2016માં “ Right of Way (ROW) POLICY ” જાહેર કરવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ આ પોલિસીની જરૂરિયાતોને ધ્યાને લઈને આ નવી ROW (રો) પોલીસી તૈયાર કરવામાં આવી છે.

પહેલા અલગ અલગ નીતિ, હવે એક સમાન નીતિ - ગુજરાતમાં અલગ અલગ વહીવટી વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા અલગ-અલગ નીતિઓ અમલી હતી. પરંતુ સમગ્ર રાજ્યમાં અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા કોઇ સંકલિત સમાન નીતિ ન હતી. જ્યારે હવે રાજ્યમાં તમામ વહીવટી વિભાગોની આ બાબતે એક સંકલિત પોલિસી બનાવવા સંબંધિત વિભાગો સાથે પરામર્શ કરીને સમગ્ર રાજ્ય માટે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl) માટે અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTl) માટેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપવાની ભારત સરકારની નીતિને અનુરૂપ Single Window Clearance પેટર્ન મુજબ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી 2022 ની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: New IT and ITeS Policy Launch : ગુજરાતમાં નવી IT પોલિસી લોન્ચ, શુ છે IT પોલિસીની દરખાસ્ત જાણો..!

મંજૂરી 60 દિવસમાં આવશે - આ નવી “રો” નીતિ મુજબ હવે ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટેની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન થઇ જશે. તેની મંજુરી માટે 60 દિવસની સમયમર્યાદા નિયત કરાઇ છે. આ મંજૂરી માટે અત્યાર સુધી જે જુદા-જુદા વિભાગો પોતાની અલગ અલગ નીતિ ધરાવતા હતા. તેની કાર્યવાહીમાં હવે એકસુત્રતા આવશે. રાજ્ય સરકારની નવી ROW (રો) પોલીસીના અમલીકરણથી ઇન્ટરનેટ થકી ઇ-ટ્રાન્ઝેક્શનમાં સુગમતા તથા બેન્ડવિથમાં થનાર વૃદ્ધિને પરિણામે(Increase in bandwidth) રાજ્ય વિશ્વકક્ષાની હરોળમાં આવશે. રાજયમાં તમામ વહીવટી વિભાગોની એક જ સંકલિત પોલીસી બનવાથી લાભાર્થીઓને એક જ ઓનલાઇન પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવી શક્ય બનશે અને “ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ”ની(Ease of doing business) દિશામાં રાજ્યની એક નવી પહેલ લેખાશે. આ માટેની મંજૂરી માટે નિયત સમય મર્યાદા રાખવામાં આવી હોવાથી વહીવટમાં પારદર્શિતા વધશે તેમજ વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવશે. એટલુ જ નહિ, આ પોલીસીને લીધે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક IT ક્ષેત્રનું રાજ્યમાં રોકાણ વધશે. જેને પગલે પરોક્ષ રીતે રોજગારી પણ વધશે અને જેનો ફાયદો રાજ્યના GDPને થશે.

Last Updated :May 28, 2022, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.