ETV Bharat / city

ગાંધીનગર જિલ્લા પંચાયતના સીમાંકનમાં જ્ઞાતિવાર બેઠકોની ફાળવણી સાથે ફેરફાર, 2 બેઠક ઘટતા 28 થઇ

author img

By

Published : Sep 4, 2020, 4:44 AM IST

Gandhinagar District Panchayat
ગાંધીનગર જિલ્લા પંચાયતના સીમાંકનમાં જ્ઞાતિવાર બેઠકોની ફાળવણી સાથે ફેરફાર, 2 બેઠક ઘટતા 28 થઇ

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠક માટે નવુ સિમાંકન જાહેર કરવામાં આવ્યુ છે. તેના પગલે ગાંધીનગર જિલ્લા પંચાયતની 2 બેઠકનો ઘટાડો થયો છે. હાલ સુધી 30 બેઠકો હતી. જેમાં 2 ઘટતા હવે 28 બેઠક થઇ છે. આગામી નવેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ગાંધીનગર જિલ્લા પંચાયતમાં હવે 28 બેઠકો માટે ચૂંટણી થશે.

ગાંધીનગરઃ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠક માટે નવુ સિમાંકન જાહેર કરવામાં આવ્યુ છે. તેના પગલે ગાંધીનગર જિલ્લા પંચાયતની 2 બેઠકનો ઘટાડો થયો છે. હાલ સુધી 30 બેઠકો હતી. જેમાં 2 ઘટતા હવે 28 બેઠક થઇ છે. આગામી નવેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ગાંધીનગર જિલ્લા પંચાયતમાં હવે 28 બેઠકો માટે ચૂંટણી થશે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠક માટે નવુ સિમાંકન જાહેર
ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠક માટે નવુ સિમાંકન જાહેર

નવા સિમાંકનની સાથે નેતા બનવા થનગનતા લોકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. જિલ્લા પંચાયતમાં સમાવિસ્ટ 18 ગામને ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતની કુડાસણ બેઠકના તમામ ગામ કોર્પોરેશનની હદમાં સમાવી લેવામાં આવ્યા છે. જેથી કુડાસણ બેઠક સંપૂર્ણ રીતે રદ થઇ ગઇ છે. જ્યારે ગાંધીનગર તાલુકાના ઝુંડાલનો મહાપાલિકામા સમાવેશ કરાયો હોવાથી સિમાકનમાં ફેરફાર થયો છે અને ઝુંડાલ બેઠક રદ કરીને તેના સ્થાને અડાલજ બેઠક બની છે. ઝુંડાલ બેઠકમાં ખોરજ ગામનો પણ સમાવેશ થતો હતો.

Gandhinagar District Panchayat
ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠક માટે નવુ સિમાંકન જાહેર

જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ થતા રાંધેજા ગામની બેઠક પણ ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવી લેવામાં આવી છે. જેથી જિલ્લા પંચાયતમાં રાંધેજા બેઠકના બદલે સરઢવ બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામતની જોગવાઇ અગાઉથી કરાયેલી છે. તે મુજબ કુલ 28 બેઠકમાંથી 14 બેઠકો મહિલા અનામત રહેશે. તેમાં પણ જાતિ આધારિત ફાળવણી કરવામાં આવી છે. સઇજ બેઠક માટે અનુસૂચિતા જાતિની સ્ત્રી, ચિલોડા (ડ) બેઠક અનુસૂચિતા આદિ જાતી માટે ફાળવાઇ છે. તે ઉપરાંત સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની સ્ત્રી માટે અડાલજ અને અમરાજીના મુવાડા બેઠક ફાળવાઇ છે અને બહિયલ બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ફાળવી છે.

Gandhinagar District Panchayat
ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠક માટે નવુ સિમાંકન જાહેર

સ્ત્રી અનામતની 50 ટકા બેઠકો પૈકી સામાન્ય સ્ત્રી અનામત માટેની બેઠકો પણ જાહેર કરવામાં આવી છે. જેમાં ભોયણ મોટી, બિલોદરા, બોરીસણા, ચરાડા, છાલા, ડભોડા, હાલીસા, હરખજીના મુવાડા, ઇટાદરા, કડજોદરા અને લોદરા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ 11 બેઠક સામાન્ય સ્ત્રી અનામત માટે જાહેર કરવામાં આવી છે. કુલ 28 બેઠકો પૈકી 12 બેઠક બિનઅનામત સામાન્ય તરીકે ફાળવવામાં આવી છે. તેમાં મહુડી, પલિયડ, પાનસર, રખિયાલ, સાદરા, સમૌ, સાણોદા, સાંતેજ, સરઢવ, સોજા, ઉવારસદ અને વલાદ બેઠકનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.