ETV Bharat / city

પ્રાકૃતિક કૃષિને જન જન સુધી પહોંચાડવા મુખ્યપ્રધાને કર્યો વિચાર વિમર્શ

author img

By

Published : Sep 17, 2022, 10:36 AM IST

પ્રાકૃતિક કૃષિને જન જન સુધી પહોંચાડવા મુખ્યપ્રધાને કર્યો વિચાર વિમર્શ
પ્રાકૃતિક કૃષિને જન જન સુધી પહોંચાડવા મુખ્યપ્રધાને કર્યો વિચાર વિમર્શ

ગુરુકુળ કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મની (Natural Agriculture Gurukul Kurukshetra) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે મુલાકાત લીધી હતી. ત્યારે આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ મોડેલથી મુખ્યપ્રધાનો પ્રભાવિત થઈને વિચાર-વિમર્શ કર્યો હતો. (Gurukul Kurukshetra visits CM Bhupendra Patel)

અમદાવાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુકુળ કુરુક્ષેત્રની 200 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સફળ પ્રયોગો દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રત્યક્ષ નિદર્શન માટેના (Natural Agriculture Gurukul Kurukshetra) રાજ્યપાલના નિમંત્રણ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિ મંડળે ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. (Organic Farming Gurukul Kurukshetra)

પ્રાકૃતિક કૃષિને જન જન સુધી પહોંચાડવા મુખ્યપ્રધાને કર્યો વિચાર વિમર્શ
પ્રાકૃતિક કૃષિને જન જન સુધી પહોંચાડવા મુખ્યપ્રધાને કર્યો વિચાર વિમર્શ

પ્રાકૃતિક કૃષિ વિશે પ્રાકૃતિક કૃષિને જન જન સુધી પહોંચાડવા ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સાંનિધ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હરિયાણના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે વિચાર વિમર્શ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ અવસરે જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતો અને કૃષિ સમૃદ્ધ બનશે. તેમણે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને મજબૂત વિકલ્પ તરીકે ગણાવી હતી. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશના ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બનશે. રાજ્યપાલએ ખેડૂતો અને કૃષિની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિને આવશ્યક ગણાવી હતી.

પ્રાકૃતિક કૃષિને જન જન સુધી પહોંચાડવા મુખ્યપ્રધાને કર્યો વિચાર વિમર્શ
પ્રાકૃતિક કૃષિને જન જન સુધી પહોંચાડવા મુખ્યપ્રધાને કર્યો વિચાર વિમર્શ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પ્રભાવિત આ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિ મંડળે ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે 200 એકર ભૂમિમાં પથરાયેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ફરીને અહીં થઈ રહેલી પ્રાકૃતિક કૃષિને પ્રત્યક્ષ નિહાળી હતી. રાજ્યપાલે ઉપસ્થિત મહાનુભાવોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઓછા કૃષિ ખર્ચમાં પૂરતું ઉત્પાદન મેળવી શકાય છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ મોડેલથી મુખ્યપ્રધાન અને પ્રતિનિધિ મંડળના સભ્યો પ્રભાવિત થયા હતા.(Gurukul Kurukshetra visits CM Bhupendra Patel)

પ્રાકૃતિક કૃષિ
પ્રાકૃતિક કૃષિ

કોણ કોણ હાજર રહ્યું રાજ્યપાલના આમંત્રણ પર મુખ્યપ્રધાનના નેતૃત્વમાં ગુરુકુળ કુરુક્ષેત્રની મુલાકાતે ગયેલા પ્રતિનિધિમંડળમાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ જોડાયા હતા. આ પ્રસંગે હરિયાણા રાજ્યના કૃષિ પ્રધાન જે. પી. દલાલ તેમજ ઉર્જા પ્રધાન રણજીતસિંહ ચોટાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. Governor Acharya Devvrat Natural Agriculture, Haryana CM Manoharlal Khattar visits Gandhinagar

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.