ETV Bharat / city

Gujarat Accembly 2022 : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પાસેથી નર્મદા યોજનાના 7225.10 કરોડના લેણાં બાકી

author img

By

Published : Mar 17, 2022, 6:53 PM IST

Gujarat Accembly 2022 : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પાસેથી નર્મદા યોજનાના 7225.10 કરોડના લેણાં બાકી
Gujarat Accembly 2022 : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પાસેથી નર્મદા યોજનાના 7225.10 કરોડના લેણાં બાકી

વિધાનસભામાં (Gujarat Accembly 2022) નર્મદાના પાણી અને વીજળીને (Narmada project Water and Electicity)લઇને મહત્ત્વની માહિતી બહાર આવી હતી. ગુજરાતે નર્મદા યોજનાના ભાગીદાર રાજયો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી કરોડો રુપિયા લેણાં નીકળી રહ્યાં છે.

ગાંધીનગર : નર્મદાનું પાણી સીધું દરિયામાં વહી જાય છે. તેને ધ્યાનમાં લઈને સરદાર સરોવર યોજના તૈયાર કરવામાં આવી હતી. સરદાર સરોવરમાંથી (Sardar Sarovar Dam Project)તથા નર્મદા નદીમાંથી પાણી અને વીજળીની (Narmada project Water and Electicity) વહેચણી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ચાર રાજ્યો વચ્ચે વહેંચણી કરવામાં આવી હતી. ત્યારે આજે ગુરુવારે વિધાનસભાગૃહમાં (Gujarat Accembly 2022)નર્મદા યોજનાના ભાગીદાર રાજયો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી કરોડો રૂપિયાની રકમ બાકી હોવાની વિગતો વિધાનસભાગૃહમાં સામે આવી હતી.

7225.10 કરોડ રકમ બાકી -વિધાનસભા ગૃહના (Gujarat Accembly 2022)સભ્ય નિરંજન પટેલ દ્વારા ગ્રુપમાં પ્રશ્નોત્તરીની અંદર નર્મદા યોજનાના ભાગીદાર રાજયો પાસેથી બાકી વસૂલાતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે 31 ડીસેમ્બર 2021ની પરિસ્થિતિએ નર્મદા યોજનાના ભાગીદાર રાજયો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી કુલ 7225.10 કરોડ રૂપિયા લેવાના બાકી છે. આમાં મધ્યપ્રદેશ 4953.42 કરોડ, મહારાષ્ટ્ર 1715.67 કરોડ, રાજસ્થાન 556.01 કરોડ બાકી (Distribution of water and electricity in Narmada project )લેણાં છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ખેલ મહાકુંભ પાછળ કરોડોનો ખર્ચો પણ વ્યાયામ શિક્ષકોની ભરતી તો કરો

બાકી નાણાં માટે કેવી કાર્યવાહી કરી - ગુજરાત સરકારને ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન પાસેથી બાકી લેતાં નાની કાર્યવાહી બાબતે રાજ્ય સરકાર દ્વારા નર્મદા કંટ્રોલ ઓથોરિટીની 8 ઓકટોબર 2001માં થયેલી મીટીંગમાં બાકી નીકળતી રકમ મેળવવા અને તેના ઝડપી નિરાકરણ અર્થે રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે દરેક ભાગીદાર રાજ્યોના પ્રતિનિધિઓની એક કમિટી તથા subgroup કમિટી તૈયાર કરવામાં આવી છે. જ્યારે નિગમ કક્ષાએથી દર મહિને મુખ્ય ઇજનેર સિંચાઇ વિભાગ રાજસ્થાન તથા મુખ્ય ઇજનેર સિંચાઈ અને મહારાષ્ટ્રમાંથી પણ સભ્ય તાંત્રિક નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટી ભોપાલ ને પત્ર લખીને બાકીની રકમ ચૂકવવા માટે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: કોંગ્રેસને હર્ષ સંઘવીનો જવાબ - મુંબઇ પોલીસે ડ્રગ્સ પકડવાનું કામ કર્યું હોત તો ગુજરાત પોલીસે આ કામ ન કરવું પડ્યું હોત

બાકી પૈકી કેટલી રકમ ચૂકવાઇ- 31 ડીસેમ્બર 2021ની પરિસ્થિતિએ છેલ્લા બે વર્ષમાં એટલે કે 1-1-2020 થી 31 ડીસેમ્બર 2021 સુધીમાં ભાગીદાર રાજયો પાસેથી મધ્યપ્રદેશ સરકારમાંથી એક પણ રૂપિયો પ્રાપ્ત થયો નથી જ્યારે મહારાષ્ટ્ર સરકારે 38.16 અને રાજસ્થાન સરકારે 12.41 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે.

નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે 18 લાખ હેકટર જમીન - વિધાનસભા ગૃહમાં (Gujarat Accembly 2022) સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે નર્મદા યોજના અંતર્ગત સિંચાઈ માટે કમાન્ડ એરિયા કેટલો છે તે અંગેનો પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે 31મી ડિસેમ્બર 2021 ની પરિસ્થિતિએ સરદાર સરોવર નર્મદા યોજના (Sardar Sarovar Dam Project) અંતર્ગત સિંચાઈ માટે આયોજિત કમાન્ડ એરિયા આશરે 18 લાખ હેક્ટર જેટલો છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં કમાન્ડ એરિયામાં કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો થયો નથી. આ ઉપરાંત કમાન્ડ એરિયામાં (Narmada project Water and Electicity) વર્ષ 2020 અને વર્ષ 2021 દરમિયાન અનુક્રમે 12,61,038 હેકટર અને 13,85,175 હેકટર વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી ( Distribution of water and electricity in Narmada project ) પૂરું પાડવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.