ETV Bharat / city

World class startups in Gandhinagar: આઇ-ક્રિયેટ અને CSIR વચ્ચે ગાંધીનગરમાં MOU થયા, વિશ્વકક્ષાએ સ્ટાર્ટઅપમાં નિર્માણ થશે

author img

By

Published : Apr 25, 2022, 10:46 PM IST

આઈ ક્રિયેટ અને સીએસઆઈઆર વચ્ચે ગાંધીનગરમાં(World class startups in Gandhinagar) સમજૂતી કરાર પર સહીસિક્કા થયા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઝડપી આર્થિક વિકાસને પ્રોત્સાહન તથા વૈશ્વિક કક્ષાના સ્ટાર્ટઅપ્સનું(World class startups in Gandhinagar) નિર્માણ કરવામાં આ MoU મહત્વપૂર્ણ બનશે.

World class startups in Gandhinagar: આઇ-ક્રિયેટ અને CSIR વચ્ચે ગાંધીનગરમાં MOU થયા, વિશ્વકક્ષાએ સ્ટાર્ટઅપમાં નિર્માણ થશે
World class startups in Gandhinagar: આઇ-ક્રિયેટ અને CSIR વચ્ચે ગાંધીનગરમાં MOU થયા, વિશ્વકક્ષાએ સ્ટાર્ટઅપમાં નિર્માણ થશે

ગાંધીનગર: ગુજરાતની આઇ-ક્રિયેટ અને ભારત સરકારની કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (Council of Scientific and Industrial Research)વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં MoU થયા છે. દેશમાં ઉદ્યોગ સાહસિકો અને સંશોધનકર્તા-રિસર્ચર્સ માટે આ MoU અંતર્ગત CSIR અને આઇ-ક્રિયેટ સંયુકત( i-Create and CSIR in Gandhinagar) સંસાધનો ઉપલબ્ધ કરાવશે. આના પરિણામે દેશ અને રાજ્યમાં ઝડપી આર્થિક વિકાસ સાથે વૈશ્વિક કક્ષાના સ્ટાર્ટઅપ્સના નિર્માણમાં નવું બળ મળશે.

આઈ ક્રિયેટ અને સીએસઆઈઆર વચ્ચે ગાંધીનગરમાં સમજૂતી કરાર પર સહીસિક્કા થયા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આઈ ક્રિયેટ અને સીએસઆઈઆર વચ્ચે ગાંધીનગરમાં સમજૂતી કરાર પર સહીસિક્કા થયા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સાયન્ટિફિક ઇનોવેશન અને હાઇટેક સ્ટાર્ટઅપ્સ માર્કેટેબિલીટીને મળશે પ્રોત્સાહન - આ એમઓયુ થવાથી કુશળ અને આશાસ્પદ ટેક સ્ટાર્ટઅપ માટે કોલાબરેટિવ સપોર્ટ સિસ્ટમ(Collaborative support system) સ્થાપિત થવાથી સાયન્ટિફિક ઇનોવેશન અને હાઇટેક સ્ટાર્ટઅપ્સ માર્કેટેબિલીટીને પણ પ્રોત્સાહન મળશે. તેમજ આ MoUનું રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને CSIRના ચીફ સાયન્ટીસ્ટ અને હેડ સેન્ટ્રલ પ્લાનિંગ ડિરેકટરેટ કે. વૈંકટેશસુબ્રહ્મણયન એ પરરસ્પર આદાન-પ્રદાન કર્યુ હતું. આ મહત્વપૂર્ણ MoU અન્વયે iCreate નિર્ધારિત CSIR લેબમાં નવા ઇન્ક્યુબેટર સ્થાપિત કરવામાં મદદ કરશે તથા આવા સ્ટાર્ટ-અપ્સ CSIRના સાધનો, સુવિધાઓ અને વૈજ્ઞાનિક માનવબળનો ઉપયોગ(Use of scientific manpower) પણ કરી શકશે. CSIR ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સપોર્ટ(Intellectual Property Support) પૂરો પાડીને ઉભરતા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ભારતના નવીન સ્ટાર્ટઅપ્સને આર્થિક ટેકો આપવા માટેની નવી પદ્ધતિઓનું અન્વેષણ કરશે.

આ પણ વાંચો: સ્ટાર્ટ અપ સાહસિકોને પ્લેટફોર્મ મળે એ માટે સુરતમાં એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ: હર્ષ સંઘવી

CSIR દ્વારા કરવામાં આવતા વ્યાપારીકરણ થશે અને ગ્લોબલ માર્કેટ મળશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની યુવાશક્તિના સ્ટાર્ટઅપ્સ ઇનોવેશનને પ્રોત્સાહિત કરી ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ સાકાર કરવા કરેલા આહવાનમાં ગુજરાતે આ MoUથી આગવું કદમ ઉઠાવ્યું છે. iCreate તેના મજબૂત ઇન્ડસ્ટ્રી કનેક્શન્સ અને માર્કેટ લિંકેજ એટલે કે બજાર જોડાણોનો પણ ભરપૂર લાભ મેળવશે, જેથી વાસ્તવિક જરૂરિયાતો શોધી CSIRના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા સાયન્ટિફિક ઇનોવેશન્સ મારફતે પૂર્ણ કરી શકાશે. આમ, CSIR દ્વારા કરવામાં આવતા ઇનોવેશન્સનું ઝડપી કમર્શિયલાઇઝેશન એટલે કે વ્યાપારીકરણ થશે અને ગ્લોબલ માર્કેટ પણ મળતું થશે. iCreate અને CSIR ના એકસાથે આવવાથી બહુવિધ હિસ્સેદારો વચ્ચે નવી સિનર્જીના પરિણામે સ્ટાર્ટ-અપ્સ માટે નવી તકો ખુલવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: Fair prices of agricultural produce:ઇરમાંના બે વિદ્યાર્થીઓએ નોકરી છોડી ખેડૂતોને મદદ કરવા કંપની શરૂકરી

ભારતની મજબૂત ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં સહાયક બનશે - iCreate એ તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર સંખ્યામાં સ્ટાર્ટઅપ્સને ઝડપથી વિકાસ કરવામાં અને ઉત્પાદનની માત્રા વધારવામાં મદદ કરી છે. હવે CSIRના સહયોગથી, iCreate ભારતની મજબૂત ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં સહાયક બનશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સહભાગીતા યુવા સ્ટાર્ટઅપ્સ અને સમગ્ર સ્ટાર્ટઅપ-ઇનોવેશન-રિસર્ચ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ બનશે એવો વિશ્વાસ આ વેળાએ દર્શાવ્યો હતો. મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, આઇ-ક્રિયેટના સી.ઇ.ઓ અનુપમ જલોટે તેમજ CSIRના વરિષ્ઠ અધિકારીઓ આ MoU વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.