ETV Bharat / city

ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સ માટે દિવસમાં આવી રહ્યા છે 80થી વધુ કોલ

author img

By

Published : May 10, 2021, 5:13 PM IST

108 એમ્બ્યુલન્સનો સ્ટાફ 24 કલાક સતત કાર્યશીલ રહે છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં દર્દીઓને પહોંચાડીને સેવાનું ઉત્તમ કાર્ય પણ કરી રહ્યા છે. દરરોજ 108 એમ્બ્યુલન્સ માટે 80થી વધુ કોલ ગાંધીનગરમાં સ્ટાફ દ્વારા અટેન્ડ કરવામાં આવે છે.

ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સ માટે દિવસમાં આવી રહ્યા છે 80થી વધુ કોલ
ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સ માટે દિવસમાં આવી રહ્યા છે 80થી વધુ કોલ

  • 108ના કર્મચારીઓ દરરોજના 80થી વધુ ફોન ઉઠાવે છે
  • પોતાના પરિવારને મળે છે ત્યારે, તમામ પ્રકારના જાળવણી રાખે છે
  • સતત ડોક્ટરના સંપર્કમાં રહી પેશન્ટને સારવાર આપે છે

ગાંધીનગર: કોરોનાની સ્થિતિમાં ઘણાં સમયથી 108નો સ્ટાફ સતત ખડે પગે કોરોના પેશન્ટની સારવારનું કામ કરી રહ્યો છે. દરરોજના 108 માટે 80થી વધુ ફોન અત્યારે ગાંધીનગરમાં આવી રહ્યા છે. જોકે, આ પહેલા 120 કે 125થી વધુ ફોન એમ્બ્યુલન્સ માટે આવતા હતા. ત્યારે, હાલમાં આ કોલ રેટ થોડો ઘટ્યો છે. સ્થળ પર પહોંચી દર્દીની સારવાર તેમજ તેને હોસ્પિટલ સુધી પહોંચાડવાની જવાબદારી 108ના સ્ટાફે બહુ ઉત્તમ રીતે નિભાવી છે. તેમનું નામ કોરોના વોરિયર્સ તરીકે મોખરે છે. કેમ કે, તેઓ 10 કે 12 કલાક નહીં પરંતુ દિવસના 24 કલાક કામ કરી રહ્યા છે. જ્યારે, તેની સામે 24 કલાકની રજા એટલે કે એક દિવસ રજા આપવામાં આવે છે.

ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સ માટે દિવસમાં આવી રહ્યા છે 80થી વધુ કોલ

આ પણ વાંચો: ગાંધીનગરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનનો પ્રારંભ : વહેલી સવારથી જ દોઢથી બે KMની લાંબી લાઈન લાગી

ઘરે જાય ત્યારે પરિવારથી ડિસ્ટન્સ રાખે છે

108ના કર્મચારીઓમાંથી કોઈ કોલ એટેન કરવાનું કામ કરે છે, તો કોઈ દર્દીને પ્રાથમિક સારવાર આપવાનું કામ કરે છે, તો કોઈ દર્દીની પરિસ્થિતિને જોઈને હોસ્પિટલમાં ડોક્ટર પાસે એડમીટ કરવાની કામગીરી કરી રહ્યું છે. તેઓ હોસ્પિટલમાં જ કલાકો સુધી લાઈનમાં ઊભા રહી દર્દીને ઓક્સિજન તેમજ અનેક પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરે છે. પોતાના સ્વજનો હોય તેમ દર્દીની સારવાર આપી જે તે વોર્ડમાં ખસેડવાનું કામ 108ના કર્મચારીઓ કરી રહ્યા છે. ગાંધીનગરમાં અત્યારે 19 જેટલી 108ની એમ્બ્યુલન્સ છે. જેઓ સતત ખડે પગે ઊભા રહીને પોતાની ફરજ નિભાવે છે.

ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સ માટે દિવસમાં આવી રહ્યા છે 80થી વધુ કોલ
ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સ માટે દિવસમાં આવી રહ્યા છે 80થી વધુ કોલ

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીએ આરસોડિયા કોમ્યુનિટી સેન્ટર મુલાકાત લીધી

ઇમરજન્સીમાં 108 અન્ય એમ્બ્યુલન્સને પણ ઓક્સિજન પૂરો પાડે છે

108ના કર્મચારીઓએ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં આવેલી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ખૂટી પડ્યો હોય તો ત્યારે તેમને તત્કાલ પોતાની એમ્બ્યુલન્સમાંથી ઓક્સિજન આપવાની કામગીરી પણ તેમણે કરી છે. આ રીતે પેશન્ટનો જીવ બચાવવા પ્રથમ સારવાર 108 આપી રહ્યું છે. 108ના કર્મચારીઓ જ્યારે પણ તેમના બાળકો કે પરિવારને મળે છે ત્યારે, તેમના મનમાં પણ ડર રહેતો હોય છે. આથી, તેઓ પરિવારથી દુરી રાખે છે. આ સ્થિતિમાં પણ તેઓ મક્કમ રહી દરરોજ લોકોની સારવાર અર્થે ઘરેથી નીકળે છે. જોકે, તેમની 24 કલાક ડ્યુટી હોય છે. સતત 24 કલાક કોરોના દર્દીઓની સાથે હિંમતથી રહે છે. સતત કામગીરી નિભાવતા હોવાથી 24 કલાક બાદ એક દિવસની રાહતરૂપે રજા આપવામાં આવે છે.

ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સ માટે દિવસમાં આવી રહ્યા છે 80થી વધુ કોલ
ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સ માટે દિવસમાં આવી રહ્યા છે 80થી વધુ કોલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.