ETV Bharat / city

મોંઘવારીનો માર મધ્યાહન ભોજન પર, આગામી ગુજરાતની ચૂંટણીમાં સરકાર વિરોધી મતદાનની ચીમકી

author img

By

Published : May 19, 2022, 7:45 PM IST

ગુજરાત સરકારના મધ્યાહન ભોજનના કર્મચારીઓને(Mid day Meal Employees) આજે (ગુરુવારે) આપવામાં આવેલા મેનુની ખર્ચમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં, જો રાજ્ય સરકાર તેમના માનદ વેતનને લઈને કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં નહીં આવે, તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022) સરકાર વિરોધી મત થવાની સંભાવના છે.

મોંઘવારીનો માર મધ્યાહન ભોજન પર, સરકાર વિરોધી આગામી ગુજરાતની ચૂંટણીમાં મતદાનની ચીમકી
મોંઘવારીનો માર મધ્યાહન ભોજન પર, સરકાર વિરોધી આગામી ગુજરાતની ચૂંટણીમાં મતદાનની ચીમકી

ગાંધીનગર: દેશભરમાં રોજેરોજ મોંઘવારી(Inflation rate in India) વધી રહી છે. વસ્તુઓ વધુને વધુ મોંઘી બની રહી છે. મધ્યાહન ભોજનના કર્મચારી મંડળને(Mid Day Meal Association) આજે (ગુરુવારે) ગુજરાત સરકાર દ્વારા ઓફર કરાયેલા મેનુના ખર્ચમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા તેમના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવાની માંગણી સાથે, જો કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022) સરકાર વિરોધી મતદાન થવાનું જોખમ એવી ચીમકી આપવામાં આવી છે.

મોંઘવારી વધી પણ સરકારના ભાવ ના વધ્યા

મોંઘવારી વધી પણ સરકારના ભાવ ના વધ્યા - મોંઘવારી બાબતે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 6 જુન 2013ના રોજ નવા મેનુમાં સુખડીનો અમલ કરવામાં આવ્યો હતો. જે સમયે ધોરણ 1થી 5માં 20 ગ્રામ લોટ અને 10 ગ્રામ તેલ તથા ગોળ અને દમણ માટે 75 પૈસા જ્યારે ધોરણ 6થી 8માં 25 ગ્રામ લોટ અને 10 ગ્રામ તેલ તથા ગોળ અને દમણના એક રૂપિયા આપવાની પત્રકમાં જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Mid Day Meal Scheme In Gujarat: મધ્યાહ્ન ભોજન બનાવવાની કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરને અપાતા મામલો હાઈકોર્ટ પહોંચ્યોં

મોંઘવારીને લઈને મંડળની અલગથી પેશગી આપવાની માંગ - જ્યારે રાજ્ય સરકારે અગાઉના મેનુમાંના પ્રથમ ભોજન અને નાસ્તાને કોઈ પણ પ્રકારની આર્થિક ખેંચ કે અનાજની સંખ્યામાં વધારો કર્યા વિના અડધા ભાગમાં વહેંચવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિણામે, નવું મેનુ પહેલાથી જ ત્રણ વખત બદલવામાં આવ્યું છે. તેમ છતાં પણ નવા મેનુનો અમલ કરવો કઠિન છે. એવી પણ વિનંતી કરવામાં આવી છે કે રાજ્ય સરકાર મેનુના ભાવમાં વધારો કરે, કારણ કે તાજેતરમાં તમામ માલસામાનની કિંમતમાં વધારો થયો છે. રાજ્ય પ્રશાસને એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રથમ ભોજન પહેલા પીરસવામાં આવશે અને ત્યારબાદ નાસ્તો કરવામાં આવશે. ત્યારે વર્તમાન સમયમાં આપવામાં આવતું કુકિંગ પોસ્ટ મુજબ ભોજન તેમજ નાસ્તો બની શકે તેમ નથી. આ સાથે મોંઘવારીને લઈને નાસ્તા માટે અલગથી જથ્થો તથા અલગથી પેશગી આપવાની માંગ પણ મંડળ દ્વારા કરવામાં આવી છે.

યોજનાનું ખાનગીકરણ - કિશોરચંદ્ર જોશીએ વધુમાં જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓના(Mid day Meal Employees) માનદવેતન માં વધારો કરવામાં આવે છે જ્યારે ત્રણ બિલ બનાવી ત્રણ ભાગમાં માનદવેતન આપી ત્રણથી ચાર માસમાં એકસાથે ચૂકવવામાં આવે છે ત્યારે અમારી માંગ છે કે આ યોજનાના કર્મચારીઓને આંગણવાડીના બહેનો ની જેમ કાયમી હુકમ આપી માનદવેતન શબ્દ કાઢી સમાન વેતન સમાન કામ મુજબનું લઘુત્તમ વેતન આપવામાં આવે આ ઉપરાંત જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય લાલપુર ભુજ તથા અમદાવાદના કેન્દ્રોને ખાનગી NGOમાં સોંપવામાં(Assigning centers to private NGOs) આવેલા છે. જેથી કરીને ગ્રામ્ય કક્ષાએ છેલ્લા 36 વર્ષથી નજીવા વેતનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ કર્મચારીઓને રોજગારી મળી રહી છે ત્યારે ખાનગી NGOને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી પણ માંગ કિશોરચંદ્ર જોશીએ કરી છે

આ પણ વાંચો: Mid Day Meal In Bhavnagar : 56 શાળાઓમાં કોરોનાકાળમાં કઇ રીતે અને કેટલા રુપિયા ખર્ચાયાં જાણો છો?

સરકાર નો વિરોધ - કિશોરચંદ્ર જોશીએ વધુમાં રાજ્ય સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે આ બાબતે અમે તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને સરકારમાં પણ રજૂઆત કરી છે જેમાંથી 70થી વધુ ધારાસભ્યો અને સંસદ સભ્યો એ અમને સમર્થન આપ્યું છે જ્યારે હવે જો રાજ્ય સરકાર અમારા બાબતે કોઈપણ પ્રકારનો નિર્ણય નહીં કરે તો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સહકાર વિરોધી મતદાન કરીને સરકારને જવાબ આપવાની તૈયારી પણ મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.