ETV Bharat / city

ગાંધીનગરમાં સતત 22માં દિવસે LRD જવાનોનો વિરોધ, સંખ્યા વધારો નહિ તો હવે જળ ત્યાગ

author img

By

Published : Jan 25, 2021, 1:42 PM IST

સતત 22માં દિવસે એલ.આર.ડી જવાનોનો વિરોધ
સતત 22માં દિવસે એલ.આર.ડી જવાનોનો વિરોધ

મહિલા આંદોલન બાદ રાજ્ય સરકારે એલઆરડીમાં મહિલાઓની સંખ્યા વધારી છે. તેને ધ્યાનમાં લઈને હવે પુરુષની સંખ્યામાં પણ વધારો થાય તે માટે છેલ્લા અગિયાર મહિનાથી પુરુષ આંદોલનકારીઓ ગાંધીનગરમાં સતત આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે સતત 22 માર્ચના દિવસે પણ વિધાનસભાની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન વિરોધ કરવામાં આવ્યો હતો.

  • એલ.આર.ડી. જવાનો નો વિરોધ યથાવત
  • વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વિરોધ
  • હવે સરકાર નહિ માને તો જળ ત્યાગની આપાઇ ચીમકી
    ગાંધીનગરમાં સતત 22માં દિવસે LRD જવાનોનો વિરોધ, સંખ્યા વધારો નહિ તો હવે જળ ત્યાગ

ગાંધીનગર : મહિલા આંદોલન બાદ રાજ્ય સરકારે એલઆરડીમાં મહિલાઓની સંખ્યા વધારી છે. તેને ધ્યાનમાં લઈને હવે પુરુષની સંખ્યામાં પણ વધારો થાય તે માટે છેલ્લા અગિયાર મહિનાથી પુરુષ આંદોલનકારીઓ ગાંધીનગરમાં સતત આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે સતત 22 માર્ચના દિવસે પણ વિધાનસભાની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે સરકાર નહીં માને તો જળ ત્યાગ કરવાની ચીમકી પણ આંદોલનકારીઓએ આપી છે.

સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ચારેય બાજુથી આંદોલનકારીઓ આવ્યા

વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વિરોધ
વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વિરોધ

સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આવેલા ડૉ.આંબેડકરની પ્રતિમાની નીચે બેસીને આંદોલનકારીઓ વિરોધ કરવાના હતા. તે દરમિયાન જ પોલીસ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચી હતી પરંતુ આંદોલનકારીઓ હજી સુધી આવ્યા ન હતા પરંતુ જ્યારે આંદોલનકારીઓ આવ્યા ત્યારે ચારે બાજુથી અલગ-અલગ જુથમાં આંદોલનકારીઓ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો.

સતત 22 દિવસ થી ચાલી રહ્યો છે વિરોધ

એલઆરડી જવાનું નામ પ્રદર્શનની જો વાત કરવામાં આવે તો જ છેલ્લા 22 દિવસથી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે પણ 50 થી વધુ LRD જવાનોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ઉમેદવારોની માંગણી એક જ હતી કે, રાજ્ય સરકાર પુરુષ ઉમેદવારોની સંખ્યામાં વધારો કરે અને જો નહીં કરે તો હવે જળ ત્યાગ કરવાની પણ ચીમકી આપી હતી. જ્યારે છેલ્લા બે દિવસથી તેઓ અને ત્યાગ કરીને આંદોલન કરી રહ્યા હોવાનું પણ નિવેદન આંદોલનકારીઓએ આપ્યું હતું.

આચારસંહિતા લાગુ હવે સરકાર જાહેર ના કરી શકે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શનિવારના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.આ સાથે જ ચૂંટણીની જાહેરાત થતાં જ શનિવારે સાંજે 6 વાગ્યાથી જ ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે હવે રાજ્ય સરકાર કોઈપણ પ્રકારની જાહેરાત કરી ન શકે આ દરમિયાન હવે આંદોલન કઈ બાજુ જશે અને કેવું રહેશે તે આવનારો સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.