ETV Bharat / city

Kalol: ધારાસભ્યના ઘરે થયેલી ચોરીની ઘટનાની તપાસ હવે LCB કરશે

author img

By

Published : Jul 5, 2021, 2:00 PM IST

કલોલ (Kalol) ના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરમાં થયેલી ચોરીની તપાસનો ભેદ ઝડપી ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડાએ આ તપાસ LCB 2ને સોંપી છે. હવે તસ્કરો જલદી જ પકડાય તેવી શક્યતા છે. આ દિશામાં પગેરું શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

કલોલના ધારાસભ્યના ઘરે થયેલી ચોરીની ઘટનાની તપાસ હવે LCB કરશે
કલોલના ધારાસભ્યના ઘરે થયેલી ચોરીની ઘટનાની તપાસ હવે LCB કરશે

  • 2 કલાક સુધી ઘરની રેકી કરાયાનો ઘટસ્ફોટ
  • જલદી જ ઉકેલાશે ચોરીનો ભેદ
  • પહેલું પગેરું હાથ લાગ્યું

ગાંધીનગર: કલોલ (Kalol) ના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે LED ટીવી અને રોકડ 2 લાખ રૂપિયાની રકમ લઈને ફરાર થયા હતા. મોડી રાત્રે તેમના કલોલના ઘરમાં ચોરી થઈ હતી. જોકે, આ પહેલા પણ કલોલ, દહેગામમાં ચોરીની ઘટનાઓ સામે આવી હતી. જેમાં CCTV હોવા છતાં પણ કેટલી ઘરફોડ ચોરીમાં તસ્કરો હજુ સુધી પકડાયા નથી, ત્યારે ધારાસભ્યના જ ઘરે થયેલી ચોરી માટે ગાંધીનગર પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલવો અઘરો ટાસ્ક છે. જેથી સ્થાનિક પોલીસ પાસેથી તપાસ આંચકી લેવામાં આવી છે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ 2ને આ તપાસ સોંપવામાં આવી છે.

બોરીસણા કેનાલ તરફ તસ્કરો ભાગ્યા હોવાનું સામે આવ્યું

ડોગ સ્કવોર્ડની તપાસમાં ધારાસભ્યના ઘરથી બોરીસણા કેનાલ તરફ તસ્કરો ભાગ્યા હોવાનું સામે આવ્યું. જેથી પોલીસ માટે આ પગેરું મહત્વનું સાબિત થઈ શકે છે. આ ઉપરાંત વાહનના ટાયરના નિશાન પણ જોવા મળ્યા છે. જોકે, આ દિશામાં પૂરતી તપાસ ચાલી રહી છે. જિલ્લામાં ચોરીની ઘટનાઓ અવાર નવાર વધી રહી છે ચોર પણ જાણે પોલીસને હાથ તાળી આપી નીકળી રહ્યા હોય, છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કર્ફ્યુ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ તસ્કરોની ચોરી બાદ ખુલ્લો પડી ગયો છે ખુલ્લેઆમ 10 કરું રાત્રી દરમિયાન ચોરી કરી આરામથી નાસી છૂટે છે.

આ પણ વાંચો: કેશોદમાં મોબાઇલ અને બાઈક ચોરીની ઘટના થઈ CCTVમાં કેદ

ગત રોજ ધારાસભ્યના ઘરે રૂપિયા 8.51 લાખની ચોરી થઈ હતી

ગત રોજ ધારાસભ્યના ઘરે રૂપિયા 8.51 લાખની ચોરી થઈ હતી. ખુદ ધારાસભ્યનું ઘર જ સુરક્ષિત નથી ત્યારે આમ લોકોનું તો શું કહેવું. પોલીસ માટે આ નવી ચેલેન્જ છે ત્યારે આ ગુનાનો ભેદ ઝડપી ઉકેલવા માટે ઘટનાની તપાસ કલોલ સિટી પોલીસ કરી રહી હતી, પરંતુ આ દિશામાં જેવી જોઈએ તેવી ઝડપી તપાસ થવી જરૂરી છે. જેથી કલોલ પોલીસ પાસેથી આ તપાસ આંચકી લેવાઈ છે. હવે સમગ્ર ઘટનામાં ગ્રામ્ય LCB તપાસ કરશે.

આ પણ વાંચો: કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરમાંથી LED TV અને 2 લાખ રોકડ રકમની ચોરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.