ETV Bharat / city

Gujarat Assembly 2022 : વિધાનસભામાં ખાલી પડેલી જગ્યા પર ભરતીને લઈને કોંગ્રેસે પ્રશ્નોના કર્યા પ્રહાડ

author img

By

Published : Mar 29, 2022, 5:51 PM IST

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022) આજે કોંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓને લઈને પ્રશ્નોત્તરી કરી હતી. આ ઉપરાંત ગુજરાત આદિજાતિ સલાહકાર સમિતિની બેઠક (Today Gujarat Assembly Debate) અંગેના પ્રશ્નો કર્યા હતા. જુઓ આજની ગુજરાત વિધાનસભા સમગ્ર ચર્ચા..

Gujarat Assembly 2022 : વિધાનસભામાં ખાલી પડેલી જગ્યા પર ભરતીને લઈને કોંગ્રેસે પ્રશ્નોના કર્યા પ્રહાડ
Gujarat Assembly 2022 : વિધાનસભામાં ખાલી પડેલી જગ્યા પર ભરતીને લઈને કોંગ્રેસે પ્રશ્નોના કર્યા પ્રહાડ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly 2022) પ્રશ્નોત્તરીમાં આજે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગના મહત્વના પ્રશ્નો કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા હતા. સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી પડી હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકારે ગત વર્ષ કરતા આ વર્ષે વન વિભાગમાં ઓછા બજેટની ફાળવણી કરાઈ હોવાનું પણ પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.

સરકારી પોલીટેક્નિકમાં અનેક જગ્યાઓ ખાલી - કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશે રાજ્યની સરકારી પોલિટેકનિક કોલેજોમાં સંવર્ગવાર મંજૂર મહેકમ ખાલી જગ્યા અને પહેલી જગ્યા બાબતનો (Congressional Questions in Legislature) પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સરકારી પોલિટેકનિક કોલેજોમાં વર્ગ 1 માં કુલ 171 જગ્યાઓ સામે 95 જગ્યાઓ ભરેલી અને 79 જગ્યાઓ ખાલી છે. જ્યારે વર્ગ 2માં 2232 જગ્યાઓ સામે 2108 જગ્યાઓ ભરેલી અને 124 જગ્યાઓ ખાલી છે. વર્ગ 3માં 1067 જગ્યાઓ સામે 377 જગ્યાઓ ભરેલી અને 690 જગ્યાઓ ખાલી. આ ઉપરાંત વર્ગ 4માં 525 જગ્યાઓ સામે 140 જગ્યાઓ ભરેલી અને 385 જગ્યાઓ ખાલી છે. આમ વર્ગ 1 થી 4માં રાજ્યની સરકારી પોલિટેકનિક કોલેજોમાં 1278 જેટલી જગ્યાઓ ખાલી હોવાનો જવાબ સરકારે આપ્યો હતો.

આ પણ વાંચો : Inadequate Power Supply Gujarat: ગુજરાતના ખેડૂતોને AAPની હાકલ, 12 કલાક વીજળી ન આપવામાં તો વીજળી બિલ ન ભરો

કોરોનામાં 399 શાળાઓને મંજૂરી - કોંગ્રેસના એકથી વધુ ધારાસભ્યોએ રાજ્યના શિક્ષણ પ્રધાન અને પ્રાથમિક શાળાઓની મંજૂરી બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે છેલ્લા દિવસની પરિસ્થિતિએ ગુજરાતમાં કુલ 30,674 સરકારી શાળાઓ, 558 ગ્રાન્ટેડ શાળાઓ અને 10,879 ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જ્યારે કોરોના વૈશ્વિક મહામારીમાં સરકારે 399 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે માત્ર 19 સરકારી પ્રાથમિક શાળાઓ અને એક પણ ગ્રાન્ટેડ નવી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં નહીં આવી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો. જ્યારે સૌથી વધુ 44 ખાનગી શાળાઓ બનાસકાંઠા જિલ્લામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

બોર્ડ નિગમોમાં જગ્યાઓ ખાલી - કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કનુ બારૈયાએ મહિલા બાળ વિકાસ વિભાગ, ક્લાઈમેટ ચેન્જ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, આદિજાતિ વિકાસ અને યુવાન વિભાગમાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે તે બાબતના સવાલ કર્યા હતા. ત્યારે રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, કુલ 754 જગ્યાઓ કોન્ટ્રાક્ટે સીધી ભરતી (Congress MLA in Assembly Today) કરવામાં આવી છે. આ નિગમોમાં કાયમી ભરતી કરવામાં આવતી નથી. જેના કારણે બેરોજગારોને સરકારી નોકરી (Questions in the Assembly Regarding Recruitment) મળતી ન હોવાનો આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત કર્મચારીઓના શોષણ થતું હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યા હતા.

આ પણ વાંચો : Gujarat Assembly 2022: ફૂટેલ હોય તેને બધું ફુટેલું લાગે, પુરાવા હોય તો લાવો સરકાર કાર્યવાહી કરશે

નિગમ નામ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ - ક્લાઈમેટ ચેન્જ 35, મહિલા અને બાળ 14, અન્ન અને નાગરિક 606, આદિજાતિ વિકાસ 40, વન વિભાગ 61 એમ કુલ મળીને 756 કર્માચારીઓ છે.

આદિજાતિ બેઠક જ ન મળી - ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદ સુધારા 2002 મુજબ ગુજરાત આદિજાતિ સલાહકાર સમિતિની બેઠક અંગેના પ્રશ્નો કર્યા હતા. જે નિયમ પ્રમાણે સામાન્ય રીતે દર ત્રણ મહિને એકવાર મળવું જોઈએ. પરંતુ 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આ સમિતિની બેઠક ફક્ત 4 ઓગસ્ટ 2020ના રોજ મળી હતી. જ્યારે ત્રણ માસના અંતરે મળેલી બેઠક કેમ ના મળી એ બાબતે રાજ્ય સરકારે ખુલાસો કર્યો હતો. અનિવાર્ય વહીવટી કારણોસર તેમજ વૈશ્વિક મહામારીને કારણે બેઠકો નિયમિત મળી નથી. જ્યારે રાજ્ય સરકારના પ્રધાનમંડળમાં બદલાવ થતા સમિતિઓની પુન રચના બાબત વિચારણા હેઠળ હોવાની વિગતો પણ સરકારે (Today Gujarat Assembly Debate) પ્રશ્નોત્તરીમાં આપી હતી..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.