ETV Bharat / city

રૂપાલમાં માતાજીની પલ્લી નહીં યોજાય : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

author img

By

Published : Oct 23, 2020, 1:38 PM IST

માતાજીની પલ્લી
માતાજીની પલ્લી

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો હોત. ત્યારે આ જ સમય દરમિયાન નવરાત્રીના નોમની રાત્રે યોજાતાં રૂપાલમાં પલ્લીનો મેળો રદ કરવામાં આવ્યો છે. જેને લઈને રૂપાલ મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે રૂપાલમાં પલ્લીનો મેળો નહીં યોજાય.

  • કોરોનાના કારણે આ વખત નહીં યોજાય પલ્લી
  • નાયબ મુખ્યપ્રધાનનું પલ્લીને લઇ નિવેદન

ગાંધીનગર : રુપાલના વરદાયિની ટ્રસ્ટના ટ્રસ્ટી અને આગેવાન નીતિન પટેલે રૂપાલની પલ્લી બાબતે સ્પષ્ટપણે કે આ વર્ષે રૂપાલની પલ્લી યોજવામાં નહીં આવે. શહેર પાસે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ 9ના દિવસે વરદાયની માતાજીની પલ્લી નીકળે છે. ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લીનો રથ બીજા નંબરના ચોકમાં આવે છે. તે પહેલા જ નાના ભૂલકાઓને રથની નજીક લાવવામાં આવે છે. અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકોનો બાળકો સોંપવામાં આવે છે. એક હાથે પકડી પકડીને સ્વયંસેવકો જ્યોત ઉપરથી બાળકોને ફેરવીને પોતાના માતા-પિતાને પરત આપે છે.

શું છે પલ્લીનો મહત્વ

રૂપાલ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે દીકરાનો જન્મ થાય ત્યાર બાદ સવા મહિના બાદ દીકરાના પરિવારના કોઈપણ સભ્ય ઉપવાસ કરતા હોય છે. નવરાત્રી દરમિયાન પહેલા બે દિવસ નકોડા ઉપવાસ કરવામાં આવે છે. જ્યારે બાકીના સાત દિવસ માત્ર દૂધ અને પાણી ઉપર દિવસ પસાર કરે છે. ઉપવાસ કરનાર વ્યક્તિ નવ દિવસ દરમિયાન પોતાના કપડાને ઈસ્ત્રી પણ કરી શકતો નથી અને નવ દિવસ સુધી માતાજીની આરાધના અને પૂજા કરવી પડતી હોય છે. તે ઉપરાંત આ બાળકો જે વિસ્તારમાં રહેતા હોય તેજ ચોકમાં પલ્લીની જ્વાળાના દર્શન કરવા પડતા હોય છે.

પલ્લીના દર્શન બાદ જ બાળકની બાબરી કરવામાં આવે છે

પલ્લીના દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે નાના બાળકો ભીડ જોઈને જ રડતા હોય છે. તેમ છતાં આ બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જવાળા સુધી લઇ જવામાં આવે છે. નાના ભૂલકાઓને પલ્લીની જ્વાળા ઉપરથી શા માટે ફેરવવામાં આવે છે. તો આપને જણાવી દઈએ કે, રૂપાલ ગામમાં કોઈપણ દીકરો જન્મે તેની બાબરી સીધી રીતે કરી શકાતી નથી. જ્યોત ઉપરથી બાળકને ફેરવીને તેના દર્શન કરાવ્યા બાદ થોડા વાળ કાપવામાં આવે છે, ત્યાર બાદ આ બાળકને ચૌલ ક્રિયા કરી શકાય છે. જ્યાં સુધી રૂપાલ ગામમાં જન્મેલા દીકરાને પલ્લી જ્યોતના દર્શન ન કરાવવામા આવે ત્યાં સુધી બાળકની બાબરી ઉતારી શકાતી નથી.

જાણો શાસ્ત્રોમાં શું છે ઉલ્લેખ

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે, વનવાસ દરમિયાન 12મુ વર્ષ પુરૂ થવામાં થોડા દિવસો બાકી હતા. ત્યારે પાંડવો ધૌમ્ય ઋષીના આદેશથી દધિચી ઋષીના આશ્રમથી ૬ કોશ દૂર રૌપ્ય ક્ષેત્રે બિરાજમાન વરદાયિની માતાજીના શરણે જઇ પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતાં. ત્યારે માતાજીએ આપેલા વસ્ત્રો ધારણ કરી તેમના કહેવા મુજબ ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો સંતાડ્યા હતાં, અને વિરાટનગરના જવાનો આદેશ કર્યો હતો. ત્યાં તમને કોઇ ઓળખી નહીં શકે અને હવે પછી ખેલાનારા મહાભારતના યુધ્ધમાં તમારો વિજય થશે. તેવા આશિર્વાદ આપ્યા હતાં. તે પછી યુધ્ધમાં વિજય મળ્યા બાદ આસો સુદ-૯ના દિવસે શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે રૂપાલમાં આવ્યા હતાં. જ્યાં તેમણે સોનાની પલ્લી બનાવી તેના ઉપર 5 કુંડાની સ્થાપના કરી હતી. તે પછી પાંડવોએ દિપ પ્રગટાવી વિવિધ 4 દિશામાં પલ્લી યાત્રા કાઢી હતી ,અને દ્રૌપદીએ બનાવેલુ નિવેદ માતાજીને ધરાવ્યા બાદ પાંડવોને ખવડાવ્યુ હતું. તે પછી પાંડવોએ આ સ્થળે પલ્લીની સ્થાપના કરી પંચ બલીયજ્ઞ કર્યો હતો. ત્યારથી રૂપાલમાં પરંપરાગત પલ્લી નિકળે છે.

પલ્લીમાં ઘીની નદીઓ

ભારતની સમૃદ્ધિ માટે એવું કહેવાતું કે આ દેશમાં દૂધ-દહીંની નદીઓ વહેતી. શિંગણાપુરમાં શનિદેવના મંદિરની બહાર આજે પણ તેલની નદી વહે છે! તેલની જેમ ઘીની નદી વહેતી જોવાનો લહાવો લેવો હોય તો ગાંધીનગર નજીકના રૂપાલ ગામે જવું પડે.નવરાત્રિ પર્વની નોમની રાત્રે દર વર્ષ યોજાતાં પલ્લી મહોત્સવમાં મા આદ્યશક્તિ વરદાયિની માતાની પલ્લી પર ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવે છે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.