Harsh Sanghvi Statement : ગ્રેડ પે મુદ્દે અમુક લોકો રાજનીતિ કરે છે, સરકાર સારો નિર્ણય કરશે

author img

By

Published : May 5, 2022, 6:39 PM IST

Harsh Sanghvi Statement :  ગ્રેડ પે મુદ્દે અમુક લોકો રાજનીતિ કરે છે, સરકાર સારો નિર્ણય કરશે
Harsh Sanghvi Statement : ગ્રેડ પે મુદ્દે અમુક લોકો રાજનીતિ કરે છે, સરકાર સારો નિર્ણય કરશે ()

રાજ્યના પોલીસ કર્મચારીઓના પરિવારો દ્વારા થયેલા ગ્રેડ પે આંદોલન (Police Grade Pay Andolan) અંગે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ગાંધીનગરમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગ્રેડ પે કમિટી સાથે કરેલી બેઠક (Police Grade Pay Committee Meeting) બાદ આપેલા નિવેદનમાં (Harsh Sanghvi Statement)સારા સમાચારની આશા બંધાઇ રહી છે.

ગાંધીનગર : પોલીસ ગ્રેડ પે મુદ્દો (Police Grade Pay Andolan) છેલ્લા કેટલાય મહિનાથી સરકારની વિચારણા હેઠળ છે. એક કમિટી તૈયાર કરવામાં આવી છે અને કમિટી દ્વારા રિપોર્ટ પણ રાજ્ય સરકારને સુપરત (Harsh Sanghvi Statement)કરવામાં આવ્યો છે. ત્યારે આજે ફરીથી હાઈ પાવર કમિટીની રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંધવીના નિવાસસ્થાન ખાતે પોલીસ ગ્રેડ પે બાબતની બેઠક યોજાઇ હતી. આવનારા દિવસોમાં રાજ્ય સરકાર પોલીસના ગ્રેડ પે બાબતે મહત્વની જાહેરાત કરશે.

આજના નિવેદન પર સ્પષ્ટ લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર પોલીસના ગ્રેડ પેમાં ચોક્કસથી વધારો કરશે

આ પણ વાંચોઃ Grade Pay Issue : ગાંધીનગરમાં આંદોલનની ચીમકી આપતા મહિલાઓની કરાઈ અટકાયત

સરકાર સારું પરિણામ લાવશે - પોલીસ ગ્રેડ પે બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાને સ્પષ્ટપણે (Harsh Sanghvi Statement)જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોલીસ ગ્રેડ પે બાબતે હંમેશા સારા પરિણામ લાવશે. સરકાર કઈ રીતનું કામ કરી રહી છે તે પણ લોકોના ધ્યાનમાં જ છે. રાજ્યકક્ષાના ગૃહપ્રધાનના આજના નિવેદન પર સ્પષ્ટ લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર પોલીસના ગ્રેડ પેમાં ચોક્કસથી વધારો કરશે. આ સાથે જ એવી ટિપ્પણી કરી હતી કે જ્યારે જ્યારે ગ્રેડ પે બાબતની બેઠક (Police Grade Pay Committee Meeting) હોય છે ત્યારે અમુક રાજકીય લોકો પોતાનો રાજકીય લાભ (Police Grade Pay Andolan)ખાટવા માટે આનો ઉપયોગ કરતા હોય છે.

આ પણ વાંચોઃ 14th Gujarat Assembly 2022: છેલ્લા દિવસે ગ્રેડ પે મુદ્દો ઉઠ્યો, SRP જવાન વિધાનસભા બહાર ધરણા પર બેઠા

ચૂંટણી પહેલા થશે જાહેરાત - રાજ્યકક્ષાના ગૃહપ્રધાને સારા પરિણામો આવશે તે બાબતની સ્પષ્ટપણે જાહેરાત ક(Harsh Sanghvi Statement)રી છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસના ગ્રેડ પેમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો જે કમિટીની રચના કરવામાં આવી છે તે કમિટીના સભ્યો અને પોલીસ વડા આશિષ ભાટિયા સાથે આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની બેઠક (Police Grade Pay Committee Meeting) હતી અને આ બેઠકમાં પણ ગ્રેડ પે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 7મીના રોજ ગ્રેડ પે બાબતે ફરીથી આંદોલન (Police Grade Pay Andolan)કરવાની પોલીસ પરિવારો દ્વારા ચીમકી આપવામાં આવી છે ત્યારે આ આંદોલન હવે થશે કે નહીં તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.