ETV Bharat / city

Gujarat's DGP: આશિષ ભાટિયાને 2 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું

author img

By

Published : Mar 28, 2022, 7:43 PM IST

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા 30 જૂનના રોજ નિવૃત્ત થઇ રહ્યાં હતાં. હવે તેમને રાજ્યના ગૃહ વિભાગ(State Home Department ) દ્વારા બે મહિનાનું સત્તાવાર રીતે એક્સ્ટેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat's DGP: આશિષ ભાટિયાને 2 મહિનાનું એક્સ્ટનશન આપવામાં આવ્યું
Gujarat's DGP: આશિષ ભાટિયાને 2 મહિનાનું એક્સ્ટનશન આપવામાં આવ્યું

ગાંધીનગર: રાજયના પોલીસ વડા(Chief of State Police) આશિષ ભાટિયા રાજ્ય સરકાર દ્વારા બે મહિનાની મુદત(Two Months Extension) વધારી આપવામાં આવી છે. 30 જૂનના રોજ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા નિવૃત્ત થઇ રહ્યા હતાં. ત્યારે હવે તેમને બે મહિનાનું સત્તાવાર એક્સ્ટેંશન આપવાની જાહેરાત રાજ્યના ગૃહ વિભાગ(State Home Department) દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: પોલીસ વડા તરીકે લક્ષ્યાંક નક્કી કરી પૂરા કરવાનો પ્રયત્ન કર્યો: પૂર્વ DGP

રાજ્યના પોલીસ બેડામાં થશે ધરખમ ફેરફાર - છેલ્લા છ મહિનાથી રાજ્યના પોલીસ બેડામાં મત પ્રમાણે ધરખમ ફેરફાર અંગેની ચર્ચાઓ વહેતી થઇ છે. ત્યારે હવે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને વિધાનસભાની ચૂંટણી પણ નજીક(Assembly elections are near) છે અને ગણતરીના મહિનાઓની વાર છે. ક્યારેક ફરીથી રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફારો થવાની શક્યતા પ્રબળ બની છે. આ વિધાનસભા સત્ર(Assembly session 2022) પૂર્ણ થયાના બે મહિનાની અંદર રાજ્યના પોલીસ વડા જિલ્લાના નવા SP અને DYSPની બદલી(Transfer of DYSP and SP) મોટાપાયે કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા થશે નિવૃત, નવા DGP તરીકે આશિષ ભાટિયાનું નામ મોખરે

સામાન્ય રીતે 6 મહિનાનું એક્સ્ટેન્શન મળે છે - સામાન્ય રીતે સનદી અધિકારીઓ અને પોલીસ વડાઓને 6 મહિનાનું એક્સ્ટેન્શન પ્રાપ્ત થાય છે. પરંતુ રાજ્યના પોલીસ વડા આશિષ પટેલ ફક્ત 2 મહિનાનું જ એક્સટેન્શન અપાયું છે. તેની પણ વધુ વિભાગમાં ચર્ચાઓ વહેતી થઇ છે. જ્યારે પૂર્વ પોલોસ વડા શિવાનંદ ઝાને અગાઉ 6 મહિનાનું એક્સ્ટનશન પ્રાપ્ત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.