ETV Bharat / city

Gujarat Police Transfer: રાજ્યમાં વધુ 47 PIની બદલી

author img

By

Published : Apr 7, 2022, 8:52 AM IST

Updated : Apr 7, 2022, 11:39 AM IST

Gujarat Police Transfer: રાજ્યમાં વધુ 47 PIની બદલી
Gujarat Police Transfer: રાજ્યમાં વધુ 47 PIની બદલી

રાજ્યમાં 47 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી (Gujarat Police Transfer) કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ કરી (DGP Ashish Bhatia announced transfer of PIs) હતી.

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસ બેડામાં ઘરખમ ફેરફાર (Gujarat Police Transfer) થઈ રહ્યા છે. અગાઉ ગત અઠવાડિયે 88 જેટલા પોલીસ ઈન્સ્પેકટરની બદલી (PIs transfer in Gujarat) કરવામાં આવી હતી. ત્યારે બુધવારે ફરીથી 47 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરની (Gujarat Police Transfer) ફરીથી બદલી કરવામાં આવી છે જેની સત્તાવાર જાહેરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia announced transfer of PIs) કરી છે..

રાજ્યમાં વધુ 47 PIની બદલી
રાજ્યમાં વધુ 47 PIની બદલી

DGP આશિષ ભાટિયાની સૂચના - રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia announced transfer of PIs) 47 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના સત્તાવાર ઓર્ડર કર્યા હતા. જ્યારે બદલી કરાયેલા તમામ પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની બદલીવાળી જગ્યાએ હાજર થવા તાત્કાલિક ધોરણે છૂટા કરીને હાજર કરવા અંગેની સૂચના પણ પોલીસ વડા આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia announced transfer of PIs) તમામ રેન્જ આઈજી, તમામ SP અને પોલીસ કમિશનરને આપી છે.

રાજ્યમાં વધુ 47 PIની બદલી
રાજ્યમાં વધુ 47 PIની બદલી

આ પણ વાંચોઃ IPS officers Transfer : ચૂંટણી પહેલા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 70 IPS અધિકારીઓની બદલી

હવે રેન્જ IG બદલાશે - થોડા સમય પહેલા રાજ્ય સરકારે 80 જેટલા IPS અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે ટૂંકા સમયમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રેન્જ IGની બદલી પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તેની વાત કરવામાં આવે તો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા જે અધિકારીઓએ એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ કામગીરી કરી હોય તેવા તમામ અધિકારીઓની બદલી થાય તેઓ સામાન્ય નિયમ છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ અધિકારીઓને જુના સ્થળેથી નવા સ્થળે મોકલવામાં આવશે.

DGP આશિષ ભાટિયાની સૂચના
DGP આશિષ ભાટિયાની સૂચના

આ પણ વાંચોઃ IPS Transfers in Gujarat : 70 IPSની બદલી, SP અને PIની પણ બદલીઓની વરુણી પણ ફરી

જાહેરહિતમાં કરાઈ બદલી - રાજ્યમાં 47 જેટલા વધુ PIની બદલી (PIs transfer in Gujarat) જાહેરહિતમાં કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાંથી 3 જેટલા પોલીસ ઈન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લા અને શહેરોમાંથી ફક્ત 2 જ પોલીસ ઈન્સ્પેક્ટરને અમદાવાદ શહેર ફાળવવામાં આવ્યું છે.

Last Updated :Apr 7, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.