ETV Bharat / city

કસ્ટોડિયલ ડેથ મામલે ETV Bharatના પ્રશ્ન સામે રાજ્યપ્રધાનની બોલતી થઈ ગઈ બંધ

author img

By

Published : Aug 31, 2022, 8:01 AM IST

કસ્ટોડિયલ ડેથ મામલે ETV Bharatના પ્રશ્ન સામે રાજ્યપ્રધાનની બોલતી થઈ ગઈ બંધ
કસ્ટોડિયલ ડેથ મામલે ETV Bharatના પ્રશ્ન સામે રાજ્યપ્રધાનની બોલતી થઈ ગઈ બંધ

સમગ્ર દેશમાં ગયા વર્ષે પોલીસ કસ્ટડીમાં 88 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે ગુજરાતમાં સૌથી વધુ 21 લોકોના કસ્ટોડિયલ ડેથ થયા હતા. તો આ મામલે જ્યારે રાજ્ય પ્રધાન જિતુ વાઘાણીને પૂછવામાં આવ્યું તો તેમની પાસે આ મામલે કોઈ પણ પ્રકારની માહિતી જ નહતી. જેનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો. Gujarat Minister Jitu Vaghani, custodial death in gujarat.

ગાંધીનગર નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (national crime records bureau of india) દ્વારા ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથની (custodial death in gujarat) માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં ગત વર્ષે સમગ્ર ભારતમાં પોલીસ કસ્ટડીમાં 88 જેટલા વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા (latest gujarat crime news) હતા.

વાઘાણી પાસે નથી માહિતી આમાંથી સૌથી વધુ આવા કસ્ટોડિયલ ડેથની સંખ્યા ગુજરાતમાં (custodial death in gujarat) નોંધાઈ છે. ગુજરાતમાં 23 કટોડીયલ મૃત્યુમાંથી 22 મૃત્યુ પોલીસ કસ્ટડીમાં અથવા જેલમાં મૃત્યુ નોંધાયા છે. ત્યારે આ મામલે ETV Bharatએ રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ પ્રધાન એવા જિતુ વાઘાણીને પ્રશ્ન (Gujarat Minister Jitu Vaghani) કર્યો હતો, જેમાં તેમણે તેમની પાસે આ પ્રકારની કોઈ માહિતી ન હોવાનું નિવેદન આપ્યું હતું.

વાઘાણી પાસે નથી માહિતી

માહિતી લઈને જાણ કરાશે નેશનલ ક્રાઈમ રિપોર્ટના (national crime records bureau of india) આંકડા બાબતે રાજ્ય સરકારના પ્રધાન જિતુ વાઘાણીને જ્યારે ETV Bharatએ પ્રશ્ન કર્યો હતો. તો આ બાબતે તેમણે પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, અત્યારે તેમની પાસે કોઈ માહિતી નથી, પરંતુ આ બાબતની વધુ માહિતી લઈને જાણ કરવામાં આવશે. જ્યારે નેશનલ રિપોર્ટમાં (national crime records bureau of india) એ પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે, કસ્ટોડિયલ ડેથમાં (custodial death in gujarat) ગુજરાતના 12 પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ (police officers arrested for custodial death) કરવામાં આવી હતી.

કયા વર્ષમાં કેટલા કિસ્સા નોંધાયા વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીમાં પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે (Petlad Congress MLA Niranjan Patel) રાજ્યમાં કસ્ટોડિયલ ડેથ (custodial death in gujarat) બાબતે પ્રશ્ન કર્યો હતો. તેમાં સરકારે જવાબ આપ્યો હતો કે, વર્ષ 2019માં 70 અને વર્ષ 2020માં 87 જેટલા કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ નોંધાઈ (custodial death in gujarat) છે. તેમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ કડક પગલાં ભરવામાં આવ્યા છે. તો કુલ 3 પોલીસ ઈન્સ્પેકટર, 5 PSI, 15 કોન્સ્ટેબલ વિરુદ્ધ પગલાં ભરવામાં (latest gujarat crime news) આવ્યા છે.

આ પણ વાંચો ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે Aadivasi યુવાનોને ન્યાયની ડાંગ જિલ્લાનાં આગેવાનોની માગ

પોલીસ માટે દંડની જોગવાઈ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને 25,000 રૂપિયા રોકડ દંડની શિક્ષા તથા 29 મે 2019થી 16 ઓક્ટોબર 2019 સુધીની ફરજ મોકૂફીનો સમય મોકૂફી તરીકે ગણવામાં આવ્યો છે અને હાલમાં તેઓ જેલ કસ્ટડીમાં છે. જ્યારે 2 ASI તથા 1 હેડ કોન્સ્ટેબલને મૂળ પગારમાંથી એક ઈજાફા જેટલી રકમનો પગાર ઘટાડો 6 માસ માટે કરવામાં આવ્યો છે. તથા 29 મે 2019થી 16 ઓક્ટોબર 2019 સુધીનો ફરજ મોકૂફીનો સમય ફરજ મોકૂફ તરીકે ગણવામાં આવ્યો છે, અને તમામ હાલ જેલ કસ્ટોડીમાં છે. આ ઉપરાંત 1 પોલીસ કોન્સ્ટેબલને 10,000 રૂપિયા રોકડ દંડની શિક્ષા કરવામાં આવી છે અને હાલમાં તે જેલ કસ્ટડીમાં છે. તો 3 પોલીસ કોન્સ્ટેબલને મૂળ પગારમાંથી એક ઈજાફા જેટલી રકમનો પગાર ઘટાડો છ માસ માટે કરવામાં આવ્યો છે.

157 પૈકી 1 મૃતકના પરિવારને વળતર મળ્યું વિધાનસભાની પ્રસ્તુતિમાં રાજ્ય સરકારે વળતર બાબતે લેખિતમાં જણાવ્યું છે કે, 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં બનેલા કસ્ટોડિયલ ડેથ (custodial death in gujarat) પૈકી સુરતમાં એક કેસમાં અઢી લાખ રૂપિયાનું વળતર મૃતકના વારસદારને ચૂકવવામાં આવ્યું છે.

આ પણ વાંચો ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં 'કસ્ટડીયલ ડેથ'

કસ્ટોડીયલ ડેથનો આંકડો જ ગુજરાત સરકારની નિષ્ફળતા તો આ તરફ આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ (aam aadmi party news gujarat) ETV Bharat સાથેની ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું હતું કે, ગુજરાત સરકારની ક્યાંકને ક્યાંક ગંભીરતા જોવા મળતી નથી. કેમ કોર્ટ દ્વારા દરેક ગુનેગારને યોગ્ય રીતે રાખવામાં આવે અને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી પીડાતા હોય તેની યોગ્ય સારવાર કરવામા આવે તેવી સૂચના આપવામાં આવતી હોય છે.

સરકારની નિષ્ફળતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટ હોય કે, હાઈકોર્ટ તે પણ પોતાના નિયમ મુજબ ગુનેગારો સાથે કેવી રીતે વર્તવું તે બતાવે છે, પરંતુ ગુજરાત પોલીસ જે સરકાર તરફ સહયોગ મળવો જોઈએ તે મળતો નથી તેથી સાબિત થાય છે. ભાજપ સરકાર જેલની બહાર તો લોકો સુરક્ષિત નથી પણ હવે તો જેલમાં પણ સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે.આ સાથે સમગ્ર દેશમાંથી કસ્ટોડિયલ ડેથનો આંકડો જ (custodial death in gujarat) ગુજરાત સરકારની નિષ્ફળતા બતાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.