ETV Bharat / city

સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિ કિ.ગ્રામ રૂપિયા 50 પ્રમાણે આપશે સહાય

author img

By

Published : Jul 16, 2021, 10:16 PM IST

Updated : Jul 16, 2021, 10:42 PM IST

સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે  રાજ્ય સરકાર પ્રતિ કિ.ગ્રામ રૂપિયા 50 પ્રમાણે આપશે સહાય
સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિ કિ.ગ્રામ રૂપિયા 50 પ્રમાણે આપશે સહાય

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિ કિ.ગ્રામ રૂપિયાo 50 પ્રમાણે સહાય આપશે. રાજ્યના દૂધ ઉત્પાદક-પશુપાલકોના વ્યાપક હિતમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સંવેદનાસ્પર્શી નિર્ણય લીધો છે.

  • ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડર માટે મળશે લાભ
  • દૂધ ઉત્પાદક-પશુપાલકોના વ્યાપક હિતમાં મુખ્યપ્રધાનનો નિર્ણય
  • ફ્રેઈટ ઓન બોર્ડ FOB ભાવ પ્રતિ કઈ.કિ ગ્રામ રૂપિયા 20 વધારાયા

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યપ્રધાને હવે, FOB પ્રતિ કિ.ગ્રામ 180ને 200રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે યોજનાની અવધિમાં વધારો કરવા કરી હતી વિનંતી

રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવામાંં આવતી નિકાસ સહાય મંજૂર કરે છે. આ જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂપિયા 50 મહત્તમ નિકાસ સહાય 6 મહિનાના સમયગાળા માટે રૂપિયા 150 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવી હતી. રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરીને FOB (ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિ કિલો રૂપિયા 180ને 200 કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી.

ડિસેમ્બર 2021 સુધીના 6 મહિના માટે રૂપિયા 50 પ્રતિ કિ. ગ્રામ સહાય કરાઈ મંજુર

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ તદઅનુસાર, 1જુલાઇ-2021થી 31 ડિસેમ્બર-2021 સુધીના 6 માસ માટે રૂપિયા 50 પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે. એટલું જ નહિ, FOB ભાવ પરિવહન ખર્ચ સાથે રૂપિયા 200 પ્રમાણે આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને એવું પણ સૂચવ્યું છે કે, જો સ્કીમ મિલ્ક પાવડરના FOB ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. જો FOB ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂપિયા 50 પ્રતિ કિ.ગ્રામ જ રહેશે.

150 કરોડની નાણાંકીય મર્યાદામાં મંજુર કરવાનો નિર્ણય પણ મુખ્યપ્રધાને કર્યો

આ સમગ્ર યોજના રૂપિયા 150 કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય પણ વિજયભાઇ રૂપાણીએ કર્યો છે. મુખ્યપ્રધાનના આ નિર્ણયને પરિણામે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી વધ-ઘટથી થતું નુકશાન પશુપાલકો સરભર કરી શકશે અને તેમને આર્થિક રાહત પ્રાપ્ત થશે.

Last Updated :Jul 16, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.