કેજરીવાલના મહોલ્લા ક્લિનિક સામે ગુજરાત સરકારનો આરોગ્ય ક્ષેત્રે નવો પ્લાન તૈયાર

author img

By

Published : Aug 22, 2022, 10:25 PM IST

કેજરીવાલના મહોલ્લા ક્લિનિક સામે ગુજરાત સરકારનો આરોગ્ય ક્ષેત્રે નવો પ્લાન તૈયાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ પ્રધાન મનીષ સીસોદીયા બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ એક ગેરંટી આપવામાં આવી છે. જેના પ્રેશરમાં આવીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવા પ્રકારનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. શું છે આ પ્લાન. જોઈએ આ વિશેષ અહેવાલ Gujarat Assembly Election 2022 Chief Minister of Delhi

ગાંધીનગર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને (Gujarat Assembly Election Preparations) ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી દ્વારા અનેક પ્રકારના વચનો આપવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં દિલ્હીની જેમ જ મહોલ્લા ક્લિનિકની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને મહોલ્લા ક્લિનિકની (Kejriwal Maholla Clinic) જાહેરાત (Announcement of Mohalla Clinic) કરવાની પણ બે દિવસ પહેલા જાહેરાત કરી હતી. ગુજરાત સરકાર આરોગ્ય બાબતે એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે.

આ પણ વાંચો કેજરીવાલની ગેરેન્ટી, જો સુધારો નહી તો બીજીવાર મત નહીં

શું છે નિર્ણય રાજ્ય સરકારના વિશ્વસનિય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, હવે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ (Health Department of Gujarat Government) દર્દીઓના ઘરે પહોંચશે. રાજ્ય સરકાર દ્વારા હવે રાજ્યભરના દર્દીઓ માટે ડોક્ટર વિઝિટ શરૂ કરવામાં આવશે. જેમાં જે વૃદ્ધ અથવા તો વધુ બીમાર છે તેવા નાગરિકો માટે રાજ્યના આરોગ્ય વિભાગના ડોક્ટરોની વિઝીટ શરૂ કરવામાં આવશે. જેથી આ દર્દીઓને ડોક્ટર દર્દીના નિવાસસ્થાન ખાતે જ તમામ સારવાર કરશે. જેથી દર્દીઓને દવાખાનના ધક્કા ખાવા નહીં પડે. જ્યારે આ વિઝિટ સંપૂર્ણપણે નિશુલ્ક (Free Doctors Visit) રહેશે.

ટેસ્ટ સર્ટિફિકેટ સંપૂર્ણપણે ફ્રીમાં જ્યારે જો કોઈ વ્યક્તિમાં ગંભીર પ્રકારની બીમારી છે. મેડિકલ ટેસ્ટ કરાવો ફરજિયાત છે. તેવા સંજોગોમાં પણ ડોક્ટર ટેસ્ટ માટેનું સર્ટિફિકેટ (Certificate for Medical Test) પણ લખી આપશે. તે ટેસ્ટ પણ સંપૂર્ણપણે ફ્રીમાં કરવામાં આવશે. જ્યારે આ સુવિધા શહેરની સાથે સાથે રાજ્યના તમામ તાલુકા જિલ્લાઓ અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્લાન રેડી પણ મંજૂરી બાકી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ પ્લાન એકદમ સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવ્યો છે. તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બજેટમાં પણ રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના બજેટમાં કરોડના ખર્ચે રાજ્ય વિસ્તાર કે જે મેડિકલની વ્યવસ્થા ઉપલબ્ધ નથી, ત્યાં આરોગ્યની સેવા ઉપલબ્ધ કરવા માટે જોગવાઈ કરી છે.

મોટરસાયકલ મેડિકલ પ્રોજેક્ટ યુનિટ આરોગ્ય વિભાગ દ્વારા 50 જેટલા મોટરસાયકલ મેડિકલ પ્રોજેક્ટ યુનિટ (Motorcycle Medical Project Unit) ઉભા કરવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અત્યારે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો છે, પરંતુ હવે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મંજૂરી આપશે. તાત્કાલિક ધોરણે આ પ્રોજેક્ટ શરૂ થાય તેવી પણ શક્યતા છે.

આ પણ વાંચો Gujarat Assembly Election 2022 આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં 9 ઉમેદવાર સમાવિષ્ટ કર્યા જૂઓ કોણ ખાટી ગયાં

ચૂંટણીમાં તંદુરસ્ત હરીફાઈ આ બધી પાર્ટી મહોલ્લા ક્લિનિકની જાહેરાત કરે તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મફત સારવારની અને ડોક્ટર વિઝીટ કરશે તેવી યોજનાનો એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ બાબતે રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ એક તંદુરસ્ત હરીફાઈ છે. જ્યારે ચૂંટણીમાં વાયદા તો આપવામાં આવે છે, પરંતુ આ વાયદા જમીન પર ઉતારવામાં આવે તો જ લોકોને સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકશે. જે અત્યારે તંદુરસ્ત હરીફાઈ થઇ રહી છે, જયારે આ હરીફાઈ વચનો અને એક્શન પ્લાન પૂરતી ન રહેવી જોઈએ. જમીન પર આ સુવિધાઓ વિકસાવવી જોઈએ તો એવું કહી શકાય કે તંદુરસ્ત હરિફાઈનું સારું પરિણામ લોકોને મળ્યું, પરંતુ એ ફક્ત વાયદા જ રહે તો એ રાજકારણથી વિશેષ ન કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.