ETV Bharat / city

કેજરીવાલની ગેરેન્ટી, જો સુધારો નહી તો બીજીવાર મત નહીં

author img

By

Published : Aug 22, 2022, 7:00 PM IST

અરવિંદ કેજરીવાલે આપી વધુ એક ગેરંટી જો સુધારો નહી તો બીજીવાર મત નહી
અરવિંદ કેજરીવાલે આપી વધુ એક ગેરંટી જો સુધારો નહી તો બીજીવાર મત નહી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ પ્રધાન મનીષ સીસોદીયા બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવીને શિક્ષણ અને આરોગ્ય લઈ વધુ એક ગેરંટી આપવામાં આવી હતી. Gujarat Assembly Elections Education Minister of Delhi Chief Minister of Delhi

અમદાવાદ આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) યોજવાની છે. જેને કોંગ્રેસ, ભાજપ પોતાની તૈયારીના (Gujarat Assembly Election Preparations) ભાગરૂપે જનતાને પોતાની તરફ આકર્ષવા માટે અલગ અલગ ઓફર આપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રથમવાર ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને વિવિધ ચૂંટણી લક્ષી ગેરંટી આપી રહ્યા છે.

અમે ગુજરાતમાં શિક્ષણ સુધારવા આવ્યા છીએ. અરવિંદ કેજરીવાલ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સરકારના શાસન કારણે લોકો કંટાળી ગયા છે. જેના કારણે આમ આદમી પાર્ટી ખેડૂતો, યુવાનો, મહિલા મદદરૂપ થઇ રહ્યા છીએ. અમે ગુજરાતમાં સારી શાળા બનાવીને શિક્ષણમાં સુધારો (Improvement in education in Gujarat) કરવામાં આવશે. જો અમે જે ગેરંટી આપી રહ્યા છીએ તેમ સુધારો ન થાય તો બીજીવાર મત ન આપતા.

આ પણ વાંચો Gujarat Assembly Election 2022 આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં 9 ઉમેદવાર સમાવિષ્ટ કર્યા જૂઓ કોણ ખાટી ગયાં

દિલ્હીના શિક્ષણમાં ક્રાંતિ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ભારતના વિકસિત દેશ બનાવવા શિક્ષણ સારું આપવું એ ખૂબ જરૂરી છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં શિક્ષણમાં ક્રાંતિ (Revolution in Education in Delhi) લાવ્યા છે અમે ગુજરાતમાં પણ શિક્ષણમાં ક્રાંતિ લાવીશું. પંજાબમાં શિક્ષણમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતના દરેક ગામડા અને શહેરમાં સારી સરકારી શાળામાં સુધારો કરી મફતમાં શિક્ષણ આપવામાં આવશે. હાલમાં જે શાળામાં શિક્ષકોની ઘટ છે તે પૂર્ણ કરવામાં આવશે.

દિલ્હીમાં આરોગ્યની સુવિધા સરકારી હોસ્પિટલમાં સારવાર મફતમાં આપવામાં આવશે. વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલની હાલત ખૂબ જ ખરાબ છે. જેના કારણે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં 1 કરોડ લોકોને મફતમાં આરોગ્યની સુવિધા આપી રહી છે. આ કામ ગુજરાતમાં કરવામાં આવશે ગુજરાતના દરેક લોકોને સરકારી હોસ્પિટલમાં ઓપરેશન, મેડિકલ ચેકઅપ, દવા જેવી દરેક સુવિધા મફતમાં આપવામાં આવશે. દરેક ગામ અને શહેરમાં વોર્ડ દીઠ ક્લિનિક ખોલવામાં આવશે.

પોલીસ જવાનોને સહાય ચૂંટણી આવે ત્યારે ભાજપ સ્કીમ જાહેર કરે છે. ભાજપ સરકાર બે દિવસ પહેલા ફોજના જવાનો શહીદ થાય તો 1 કરોડ આપવાની જાહેરાત કરી છે. જ્યારે આ ચૂંટણી આવે ત્યારે કેમ જાહેરાત કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં ફોજના જવાનો અને પોલીસ બન્ને 1 કરોડની સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં પોલીસ જવાનોને 1 કરોડ સહાય આપવામાં આવે તેવી મગની કરી હતી.

CM પદ તરીકે નિમણૂંક ભાજપ CM બનાવવાની ઓફર કરી હતી. મનીષ સિસોદિયા પર પડેલા દરોડા મુદ્દે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના સાંસદે ભાજપમાં સામેલ થઈને દિલ્હીના CM પદ તરીકે નિમણૂંક કરવાની ઓફર કરી હતી. હું એક ઈમાનદાર માણસ છું. હું દેશની ઈમાનદાર પાર્ટી સાથે જોડાયેલો છું. આ સાથે મને કોઈ CM બનાવનો શોખ નથી. જેના કારણે ભાજપે મારા પર ખોટા દરોડા પાડવામાં આવ્યા છે.

દેશનો વિકાસ જરૂરી આઝાદીના 75 વર્ષ પછી પણ ભારત અન્ય દેશ કરતા પાછળ કેમ છે? વધુમાં ઉમેર્યું હતું કે અમે દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છીએ. દેશનો વિકાસ થાય તે ખૂબ જ જરૂરી છે. દેશ આઝાદ થયાના 75 વર્ષ થયા હોવા છતાં દુબઈ, સિંગાપુર જેવા દેશોથી કેમ પાછળ છે. ગુજરાતમાં ચૂંટણી યોજાશે જેના ભાજપ સરકાર દરોડા પાડી રહી છે.

આ પણ વાંચો ગેરન્ટી પે ગેરન્ટી કેજરીવાલ હવે વિદ્યાર્થીઓને ખુશ કરવાના મૂડમાં

ગુજરાતમાં કર્મચારી નારાજ જે લોકો નારાજ છે તેની માંગ પૂરી કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં દરેક વિભાગના કર્મચારી નારાજ છે. આ તમામ લોકો નારાજગી આમ આદમી પાર્ટીની સરકાર બનતા 1 મહિનામાં દૂર કરવામાં આવશે. જેમાં ખાસ કરીને હોમગાર્ડ, સરકારી ટ્રાન્સપોર્ટ સેવા કામ કરતા કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રાઈવર અને કંડકટર આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.