ETV Bharat / city

Digital E Stamping: ઈઝ ઑફ ડુઈગ બિઝનેસને વેગવાન બનાવવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

author img

By

Published : Dec 15, 2021, 11:07 PM IST

રાજ્યમાં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ (is of doing business)ને વેગવાન બનાવવા તથા બેંકો તથા નાણાકીય સંસ્થાઓને તેમના વ્યવહારો ઝડપથી થાય એ માટે ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગ પધ્ધતિ (digital e-stamping method)નો અમલ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

Digital E Stamping: ઈઝ ઑફ ડુઈગ બિઝનેસને વેગવાન બનાવવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Digital E Stamping: ઈઝ ઑફ ડુઈગ બિઝનેસને વેગવાન બનાવવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

  • સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે ઈ - સ્ટેમ્પિંગ પધ્ધતિની શરૂઆત
  • ડિજિટલ ઇ-સ્ટેમ્પિંગ પધ્ધતિથી સ્ટેમ્પ ડ્યૂટી ભરી શકાશે
  • બેંકની ધિરાણને લગતી સેવાઓ માટે ડિજિટલ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુશન પ્લેટફોર્મ તૈયાર

ગાંધીનગર: રાજ્યમાં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ (ease of doing business)ને વેગવાન બનાવવા તથા બેંકો તથા નાણાકીય સંસ્થાઓને તેમના વ્યવહારો ઝડપથી થાય એ માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓને લોન વ્યવહારો માટે ડિજિટલ સ્વરૂપે રજૂ થતા બિન નોંધણીપાત્ર લેખોમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગ પધ્ધતિ (digital e-stamping method)નો અમલ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. પરિણામે બેંકો દ્વારા ધિરાણને લગતા વિવિધ દસ્તાવેજો માટેના લેખ ઉપર ડિજિટલ ઇ-સ્ટેમ્પિંગ પધ્ધતિ (Digital E Stamping)થી સ્ટેમ્પ ડ્યૂટી (stamp duty in gujarat)ભરી શકાશે.

ડિજિટલ ઇ-સ્ટેમ્પિંગની સુવિધાનો શુભારંભ

મહેસૂલ વિભાગના સ્ટેમ્પ પ્રભાગ દ્વારા NSL પ્લેટફોર્મ ઉપર સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (stock holding corporation of india ltd)ની ડિજિટલ ઇ-સ્ટેમ્પિંગની સુવિધાનો શુભારંભ કરાવતા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. ડિજિટલ ઇ–સ્ટેમ્પિંગ પદ્ધતિ ભારત સરકાર દ્વારા બેંકની ધિરાણને લગતી વિવિધ સેવાઓ માટે ડિજિટલ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુશન (digital document execution) પ્લેટફોર્મ તૈયાર કર્યુ છે.

ડિજિટલ લોન ડોક્યુમેન્ટ એક્ઝિક્યુશન પ્રક્રિયા ઉપલબ્ધ

આ માટે ભારત સરકારની નેશનલ ઇ-ગવર્નન્સ સર્વિસ લિમિટેડ (national e-governance services ltd) દ્વારા નેશનલાઈઝ બેંકો તથા રાષ્ટ્રીય કક્ષાએ ધિરાણકરતી 234 જેટલી નાણાકીય સંસ્થાઓ સાથે મળી રાષ્ટ્રીય કક્ષાએ Insolvency & Bankruptcy Code - 2016 (IBC-2016 ) તથા Information Utility (IU) માહિતી ઉપયોગિતાની જોગવાઇ મુજબ ડિજિટલ લોન ડોક્યુમેન્ટ એક્ઝિક્યુશન પ્રક્રિયા (digital loan document execution process ) ઉપલબ્ધ કરવામાં આવી છે. DDE પ્લેટફોર્મે પેપરલેસ એક્ઝિક્યુશન અને નાણાકીય કોન્ટ્રાક્ટના સંગ્રહ માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે, જેનાથી ખાસ કરીને વ્યવસાયો માટે ઝડપી ધિરાણની જરૂરિયાતના આજના સમયમાં 'Ease of Doing Business' વેગવંતુ બનશે.

ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી

આ સુવિધાના પરિણામે લોન આપનાર અને લેનાર બંનેને પૈસા અને સમયની બચત થશે. ઉપરાંત લોનની પ્રક્રિયાની કાર્યદક્ષતામાં વધારો થશે. આ આખી પ્રક્રિયા પેપરલેશ હોવાની સાથે સાથે ઓનલાઇન રીયલ ટાઇમથી ડિજિટલ ઇ-સ્ટેમ્પિંગ દ્વારા સ્ટેમ્પ ડ્યુટી પણ ભરપાઈ થઇ જશે. આધાર કાર્ડની સહી સાથે ઇ-સાઈનવાળો લોનનો ડિજિટલ ડોક્યુમેન્ટ બનશે. આ દસ્તાવેજનું ઓનલાઇન ડિજિટલ સ્વરૂપમાં રેકોર્ડ/સંગ્રહ થશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ઇ-સ્ટેમ્પિંગની પદ્ધતિને ભારત સરકાર દ્વારા અધિકૃત કરેલ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની NeSLના પ્લેટફોર્મ પર બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન વ્યવહારો માટેના ડિજિટલ સ્વરૂપે રજૂ થતા બિન નોંધણીપાત્ર લેખોમાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગ પધ્ધતિ કાર્યરત કરાઈ છે.

ડિજિટલ ઇ-સ્ટેમ્પિંગ પધ્ધતિથી સ્ટેમ્પ ડ્યૂટી ભરી શકાશે

આ ઈ-સ્ટેમ્પિંગ સુવિધા ઉપલબ્ધ થતાં મુખ્યત્વે બેંકો દ્વારા ધિરાણને લગતા દસ્તાવેજો જેવા કે, સોગંદનામું, કરાર/કબૂલાત (અન્ય જોગવાઇ કરી ન હોય ત્યારે), હક્ક પત્રો અનામત મૂકવા (જંગમ મિલ્કત સંબંધિત),બોન્ડ, બોટમરી બોન્ડ(વહાણ ગીરોખત), પતાવટ ખત, હામીખત, બાંહેધરી પત્ર, લાયસન્સ પત્ર, પાવર ઓફ એટર્ની (જંગમ મિલ્કત સંબંધિત), રિસ્પોન્ડેન્શિયા બોન્ડ, જામીન ખત અથવા ગીરો ખત જેવા લેખ ઉપર ડિજિટલ ઇ-સ્ટેમ્પિંગ પધ્ધતિથી સ્ટેમ્પ ડ્યૂટી ભરી શકાશે.

4500થી વધુ સેન્ટર કાર્યરત

આજે રાજ્યમાં ઈ-સ્ટેમ્પિંગના 4500થી વધુ સેન્ટરો કાર્યરત છે. આ સેન્ટરોને વધુ સુદ્દઢ કરવાની આ નવી વ્યવસ્થા છે. ડિજિટલ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુશન પ્લેટફોર્મ ઉપરથી બેંકો તથા નાણા ધીરાણ કરતી સંસ્થાઓ દ્વારા જંગમ મિલકતો માટે લેવામાં આવતી લોન જેવી કે, કાર ફાઇનાન્સ, મોબાઇલ ફાઇનાન્સ, ટુ વ્હીલર ફાઇનાન્સ અને બેંક ગેરંટીને લગતા વ્યવહારો માટે આ પધ્ધતિ ખૂબ જ સરળ, સુરક્ષિત અને ઝડપી પુરવાર થશે અને સામાન્ય નાગરિકને પણ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના લાભો મળશે.

આ પણ વાંચો: Junagadh Ticket Vending Machine: જુનાગઢ, સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશન પર બુકિંગ મશીનમાં ડિપોઝિટને લઈ પ્રવાસીઓમાં રોષ

આ પણ વાંચો: Crime in Daman : કિશોરને નગ્ન કરી બેફામ માર મારવાના વાયરલ વિડીયો બાદ દમણ પોલીસે 3 યુવકોની ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.