ETV Bharat / city

ચૂંટણી પહેલા સરકારે આંગણવાડી વર્કર્સને કરી દીધા ખુશ, માનદ વેતનમાં કર્યો નોંધપાત્ર વધારો

author img

By

Published : Sep 17, 2022, 8:16 AM IST

રાજ્યમાં આંગણવાડીની બહેનો અને કાર્યકર્તાઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. આ બાબતે અનેક વખત રજૂઆત આવતા રાજ્ય સરકારે બેઠક યોજી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવાતા આંગણવાડી વર્કર્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. anganwadi workers salary gujarat, wage increase demands, gujarat government expenditure.

ચૂંટણી પહેલા સરકારે આંગણવાડી વર્કર્સને કરી દીધા ખુશ, માનદ વેતનમાં કર્યો નોંધપાત્ર વધારો
ચૂંટણી પહેલા સરકારે આંગણવાડી વર્કર્સને કરી દીધા ખુશ, માનદ વેતનમાં કર્યો નોંધપાત્ર વધારો

ગાંધીનગર રાજ્યમાં આંગણવાડીનું સારું સુચારું આયોજન અને વ્યવસ્થા થઈ શકે. સાથે જ છેલ્લા ઘણા સમયથી આંગણવાડીની બહેનો અને આંગણવાડીના કાર્યકરો પગાર વધારા (anganwadi workers salary gujarat) અને ભથ્થા માટે અનેક વખત રજૂઆત કરી (wage increase demands) ચૂકી છે. તેવામાં આ મુદ્દાને લઈને રાજ્ય સરકારે એક બેઠક (Gujarat Government decision ) યોજી હતી.

તેડાગરના વેતનમાં પણ વધારો

સરકારે કર્યો નિર્ણય આ બેઠક અંગે રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) હતું કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અને આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ રાજ્યની આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યની 1,800 મિની આંગણવાડી કેન્દ્રોને રેગ્યૂલર આંગણવાડી કેન્દ્રમાં પણ કન્વર્ટ કરવામાં આવશે.

આટલો વધારો થયો રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) વધુમાં જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરને વર્તમાનમાં 7,800 રૂપિયાનું માનદ વેતન અપાતું હતું. હવે તેમાં 2,200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે તેમને 10,000 રૂપિયા માનદ વેતન (wage increase demands) ચૂકવવામાં આવશે.

તેડાગરના વેતનમાં પણ વધારો એ જ રીતે આંગણવાડી તેડાગરને (anganwadi workers salary gujarat) હાલ 3,950 રૂપિયા માનદ વેતન ચૂકવાતું હતું. તેમાં 1,550 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે તેમને 5,500 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર 230.52 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરશે. આ નિર્ણયને પરિણામે 51,229 આંગણવાડી કાર્યકર અને 51,229 આંગણવાડી તેડાગર માનદકર્મીઓ અને તેમના પરિવારજનોને લાભ થશે.

આંગણવાડી અપગ્રેડ થશે પ્રવક્તા પ્રધાને (Education Minister Jitu Vaghani) ઉમેર્યું હતું કે, 1,800 મિની આંગણવાડી કેન્દ્રને રેગ્યૂલર આંગણવાડીમાં કન્વર્ટ કરવાના આ નિર્ણયથી મિની આંગણવાડી કાર્યકરની જગ્યાને આંગણવાડી કાર્યકરની જગ્યામાં અપગ્રેડ (anganwadi workers salary gujarat) કરવામાં આવ્યા છે. આ જગ્યા માટે સરકારને વધારાનો 18.82 કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચ આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.