ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના 14,781 કેસ નોંધાયા, 21 દર્દીઓએ કોરોના સામે હારી જંગ

author img

By

Published : Jan 26, 2022, 8:45 PM IST

ગુજરાત રાજ્યમાં આજે તારીખ 26ના રોજ કોરોનાના 14,781 કેસ(Corona cases in Gujarat) નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 21 લોકોએ કોરોના સામે જંગ(Death from corona in Gujarat) હારી છે. અમદાવાદમાં પણ સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર કોરોનાના તમામ રેકોર્ડ તોડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાથી(Corona cases in Gujarat) છેલ્લા 24 કલાકમાં 17,781 લોકો સંક્રમિત થયા છે. આજે 20,829 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે, તેમજ 21 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ(Death from corona in Gujarat) થયા છે.

અમદાવાદમાં સતત વધતો જતો કોરોના

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવેતો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 5,248, સુરત શહેરમાં 834, બરોડા શહેરમાં 2,412 અને રાજકોટમાં 944 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : Gujarat Corona update : રાજ્યમાં આજે ફરી વખત કોરોના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 16,608 લોકો થયા સંક્રમિત

આજે 2,17,441 નાગરિકોનું કરાયું રસીકરણ

આજે રાજ્યમાં કુલ 2,17,441 નાગરિકોને વેકસીન આપવામાં આવી હતી જેમાં 18 વર્ષથી વધુ વયના 18,737 નાગરિકોને પ્રથમ ડોઝ, 52,475 નાગરિકોને બીજો ડોઝ, 15થી 18 વર્ષના 29,585 બાળકને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, તેમજ 94,231 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 9,69,76,869 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં કુલ 1,28,192 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 309 વેન્ટિલેટર પર અને 1,27,883 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,323 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 87.50 નોંધાયો છે.

આ પણ વાંચો : Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો પણ મૃત્યુઆંકમાં વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.