ETV Bharat / city

Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 10,150 પોઝીટીવ કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

author img

By

Published : Jan 16, 2022, 8:35 PM IST

Updated : Jan 16, 2022, 10:52 PM IST

છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા છે જ્યારે 8 દર્દીઓના મૃત્યુ નિપજ્યા. રાજ્યમાં આજે પણ સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદમાં 3,264 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

ગાંધીનગર : છેલ્લા 24 ક્લાકમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના 10,150 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6,096 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 8 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 2-2 મૃત્યુ અને તાપી બરોડા 1-1 મૃત્યુ નિપજ્યું છે.

અમદાવાદમાં કોરોનાનો આતંક

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં ઉલ્લેખ કરાયો છે કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 3,264 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2,464, વડોદરામાં 1,151 અને રાજકોટમાં 378 કેસ નોંધાયા છે.

જૂનાગઢમાં કોરોનાના કેસમાં વધારો

જુનાગઢ શહેર અને જિલ્લામાં ગઇકાલની સરખામણીએ કોરોનાના કેસો(Corona's case)માં ઉછાળો જોવા મળી રહ્યો છે, જિલ્લામાં આજે 52 કેસો સામે આવ્યા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે કોઈ પણ વ્યક્તિનું મોત થયું નથી. 39 જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 3781 લોકોને આજે રસી આપવામાં આવી છે.

કચ્છમાં 157 કેસ આવ્યા સામે

આજે કચ્છ જિલ્લામાં 157 પોઝિટિવ કેસો (Kutch Corona Update) નોંધાયા છે, જેથી જિલ્લામાં (Corona Cases in Kutch) પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 695 પહોંચી છે, તો આજે 89 દર્દીઓ સાજા થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમીક્રોનના આજે એક પણ કેસ નોંધાયો ન હતો.

વડોદરામાં 1211 કેસ નોંધાયા

વડોદરામાં કોરોનાના (Vadodara Corona Update) નવા 1211 કેસ નોંધાયા છે, તો વડોદરા ગ્રામ્યમાં કોરોનાના 87 કેસ નોંધાયા છે, ત્યારે જિલ્લામાં ત્રીજી લહેરમાં કોરોનાથી પહેલુ મોત થયાનું સત્તાવાર રીતે નોંધાયુ છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 63,610

રાજ્યમાં કોરોનાના કુલ 63,610 જેટલા એક્ટિવ કેસ છે. જેમાંથી 83 દર્દીઓ વેન્ટિલેટર પર અને 63,527 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 10,159 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,52,471 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 92.04 ટકા સુધી પહોંચ્યો છે.

આજે 1,38,536 નાગરિકોને આપવામાં આવી રસી

16 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 1,38,536 નાગરિકોને વેક્સિન આપવામાં આવી. જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના 21,235 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 24,619 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 66, 648 બાળકોને રસી આપવામાં આવી છે. ઉપરાંત 14,716 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,47,98,818 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 9,177 પોઝીટીવ કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 10,019 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

Last Updated :Jan 16, 2022, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.