ETV Bharat / city

Gujarat Corona Update: 27 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિં

author img

By

Published : Jul 29, 2021, 10:59 PM IST

Gujarat Corona Update
GujGujarat Corona Updatearat Corona Update

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી મુજબ 29 જુલાઈના રોજ રાજ્યના 4 કોર્પોરેશન અને 12 જિલ્લાના વિસ્તારોમાં કોરોનાના સિંગલ ડિજિટ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓ અને રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 03 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 08 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • 33 દર્દીઓએ કોરોનાને માત આપી
  • અમદાવાદમાં 03, બરોડા 04, સુરત 03 અને રાજકોટમાં 00 પોઝિટીવ કેસ

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે 29 જુલાઈના રોજ રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 27 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 33 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત, રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 30થી પણ ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં એક પણ મૃત્યુ નહીં

29 જુલાઈના રોજ 4,39,045 લોકોએ લીધી વેક્સિન

જ્યારે રાજ્યમાં આજે 29 જુલાઈના રોજ 4,39,045 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારા લોકોની સંખ્યા 3,26,14,461 થઈ છે. વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 2,33,522 નાગરિકને પ્રથમ ડોઝ અને 43,072 નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 30 કેસ નોંધાયા, 57ને રજા અપાઈ

રાજ્યમાં એક્ટિવ કેસ 300થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 268 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 263 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,485 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતનો રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.