ETV Bharat / city

ગુજરાતમાં માવઠા વચ્ચે કોરોના પોઝિટિવ કેસ ઘટ્યા

author img

By

Published : Dec 12, 2020, 8:29 PM IST

gujarat corona update
ગુજરાતમાં માવઠા વચ્ચે કોરોના પોઝિટિવ કેસ ઘટ્યા

ગત 3 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો છે અને ભરશિયાળામાં વરસાદ પડ્યો છે. જેથી જગતનો તાત ચિંતાતુર છે, ત્યારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યા છે. આજે શનિવારે કોરોનાના 1,204 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 12નો રહ્યો છે. આ સાથે જ શનિવારે 1,338 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

  • ગત 24 કલાકમાં કોરોનાના 1,204 પોઝિટિવ કેસ
  • 1,338 દર્દી થયા સાજા
  • મૃત્યુઆંક 12નો રહ્યો

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1,204 પોઝિટિવ કેસ આવ્યા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,26,508 થઇ છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 13,481 છે.

ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 92.21 ટકા

શનિવારે ગત 24 કલાકમાં 1,338 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 2,08,867 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ ગઈકાલે 92.11 ટકા હતો, જે આજે 92.21 ટકા થયો છે.

gujarat corona update
ગુજરાત કોરોના અપડેટ

આજે 60,423 ટેસ્ટ થયા

રાજ્યમાં આજે શનિવારે 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 86,13,587 ટેસ્ટ કરાયા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,39,046 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,38,912 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે અને બાકીના 134 વ્યક્તિઓને ફૉસિલિટિ ક્વોરેન્ટાઈન કરાયા છે. આ સાથે જ આજે હોસ્પિટલમાં 68 દર્દી વેન્ટિલેટર પર છે અને 13,413 દર્દી સ્ટેબલ છે.

કોરોનાથી અમદાવાદમાં 5ના મોત

રાજ્યમાં ગત 24 કલાકમાં મૃત્યુઆંક 12 રહ્યો છે, ગઈકાલે શુક્રવારે 13ના મોત હતાં. આજે શનિવારે અમદાવાદમાં 5ના મોત, સુરતમાં 2, આણંદમાં 1, મહેસાણામાં 1, નવસારીમાં 1, રાજકોટમાં 1 અને વડોદરામાં 1નું મોત થયું છે. આ સાથે જ અમદાવાદમાં આજે શનિવારે કોરોનાના નવા 251 કેસ આવ્યા છે. સુરતમાં 158 નવા કેસ, વડોદરામાં 157 નવા કેસ, રાજકોટમાં 98, મહેસાણામાં 43, ગાંધીનગરમાં 34, કચ્છમાં 33, જામનગરમાં 30 અને દાહોદમાં 29 નવા કેસ આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.