ETV Bharat / city

Gujarat Corona Update: ઓમિક્રોનના ભય વચ્ચે એક જ દિવસમાં કુલ 50 કેસો નોંધાતા ફફડાટ

author img

By

Published : Dec 2, 2021, 8:49 PM IST

Gujarat Corona Update: ઓમિક્રોનના ભય વચ્ચે એક જ દિવસમાં કુલ 50 કેસો નોંધાતા ફફડાટ
Gujarat Corona Update: ઓમિક્રોનના ભય વચ્ચે એક જ દિવસમાં કુલ 50 કેસો નોંધાતા ફફડાટ

ઓમિક્રોન્ટ વેરિયન્ટના ભય વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. દિવાળી બાદ રાજ્યમાં કોરોના કેસો પહેલા કરતા વધી રહ્યા છે, તેમાં પણ અમદાવાદમાં કોરોના (Corona cases rise again) ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 કોરોનાના કેસ સામે આવ્યા છે. આ પહેલા કેટલાક સપ્તાહથી 50થી નીચે કેસો આવ્યા હતા, પરંતુ છેલ્લા 3 દિવસમાં કેસો ફરી વધ્યા છે. જેમાંથી 15 કેસો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. જે સૌથી મોટું ચિંતાનું કારણ આગામી સમયમાં બની શકે છે. હાલ એક્ટિવ કેસો (Active cases in gujarat) ની સંખ્યા 300ને પર પહોંચી છે.

  • દિવાળી બાદ બીજીવાર કોરોનાના કેસોમાં આટલો મોટો વધારો
  • વિદેશથી આવતા લોકોમાં ઓમિક્રોનનો ભય
  • બીજી બાજુ વાયબ્રન્ટની તૈયારીઓ શરૂ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો થયો છે. બીજી બાજુ ઓમિક્રોન વાયરસનો ભય (Omicron variant threat in gujarat)પણ સામે આવી રહ્યો છે. ભારતમાં કર્ણાટકમાં આ વેરિયન્ટનો પહેલો કેસ જોવા મળ્યો છે. જેથી આ સંક્રમણ ફેલાવાનો ભય પણ ઊદભવ્યો છે. અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પગ પેસારો ના થાય તેને લઈને પણ તકેદારી રાખવી એટલી જ જરૂરી છે. વિદેશથી ટ્રાવેલ કરી આવેલા લોકોમાં તેનું સંક્રમણ વધવાની શક્યતા છે. બીજી બાજુ વાયબ્રન્ટ સમિટ (VGGS 2022) પણ નજીક આવી રહી છે, જેમાં વિવિધ કન્ટ્રીના લોકો આવશે.

7 કોર્પોરેશન વિસ્તારમાં 30 કેસો નોંધાયા

33 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો, જામનગરમાં 1, અમદાવાદ 15, વડોદરામાં 4, સુરતમાં 6, ભાવનગરમાં 2 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 જયારે રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો. 9 જિલ્લામાં સિંગલ ડીજીટમાં કેસો નોંધાયા હતા. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાથી 08 લોકોને રજા આપવામાં આવી છે.

4,21,081 નાગરિકોને વેક્સિન આપવામાં આવી

કોર્પોરેશન વિસ્તારોમાં સતત ધીમી ગતિએ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વેક્સિન (Vaccination in gujarat) પ્રક્રિયા વધારવામાં આવી છે. હર ઘર દસ્તક અંતર્ગત તેમજ જાહેર જગ્યાએ પણ કેટલાક કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિન અપાઈ રહી છે. આજે 24 કલાકમાં 4,21,081 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,19,03,703 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આજે 18થી 45 વયના 2.77 લાખથી વધુ લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલ રાજ્યમાં કુલ 318 જેટલા એક્ટિવ કેસ (Active cases in gujarat) છે, જેમાં 09 દર્દીઓ વેન્ટિલેટર પર અને 309 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,093 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,158 દર્દીઓએ કોરોનાને માત આપી (India fights again corona) છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Omicron in Jamnagar: જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોનની એન્ટ્રી....આફ્રિકાથી આવેલા યુવકમાં જોવા મળ્યા લક્ષણ

આ પણ વાંચો: Omicron Effect On Gujarat Travellers: આફ્રિકા જતા લોકોએ 500થી 600 જેટલા બુકિંગ કેન્સલ, વિદેશ જવાની ઈન્ક્વાયરી 50 ટકા ઘટી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.