ટિકિટ કોને મળશે : ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર પ્લાન પણ હાઈકમાન્ડ ચિંતામાં

author img

By

Published : Jul 12, 2022, 11:52 AM IST

ટિકિટ કોને મળશે : ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર પ્લાન પણ હાઈકમાન્ડ ચિંતામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને (Assembly Election 2022) વરસાદ બાદ પ્રચાર પ્રસારમાં નેતાઓ સ્પીડ આપતા જોવા મળશે. ચૂંટણીને લઈને માત્ર ગણતરીના મહિનાઓ જ જ્યારે બાકી રહ્યા છે. તેને લઈને રાજકીય નેતાઓ એડીચોટનું જોર લગાવી જોવા મળશે. ત્યારે વર્ષ 2022ની ચૂંટણીનો કોંગ્રેસનો માસ્ટર પ્લાન (Congress Master Plan) શું તે જોવો વિગતવાર ETVના અહેવાલમાં.

ગાંધીનગર : ચોમાસાની સીઝન પૂર્ણ થયા તાત્કાલીક રાજ્યમાં ચૂંટણીના (Assembly Election 2022) પ્રચાર પ્રસાર વધુ તેજ ગતિએ શરૂ થશે, ત્યારે ઓગસ્ટ મહિનાથી ફક્ત ગણતરીના મહિનાઓ અને દિવસો જ ચૂંટણી ને આડે બાકી રહેશે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તમામ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવી છે અને ગુજરાત કોંગ્રેસે પણ દિલ્હી જઈને વિધાનસભાની ચૂંટણીનો માસ્ટર પ્લાન રજૂ કર્યો છે, ત્યારે કેવો છે માસ્ટર પ્લાન (Congress Master Plan) તે માટે જુઓ ETVનો આ વિશેષ અહેવાલ.

ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર પ્લાન

ગુજરાત કોંગ્રેસ ટાસ્ક ફોર્સની રચના - ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. જેમાં દરેક વિધાનસભા દીઠ કાર્યવાહક પ્રમુખની નિમણૂક કરવામાં આવશે અને જે તે કાર્યવાહક પ્રમુખની જવાબદારી એ તે વિધાનસભા વિસ્તારની તમામ જવાબદારી તેમના શિર ઉપર રહેશે. જ્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસમાં ખાલી પડેલા સંગઠન મંત્રી, મહામંત્રી, ઉપપ્રમુખ અને જિલ્લાઓની જગ્યાઓ ભરવામાં આવશે. આ બાબતે દિલ્હી કોંગ્રેસ દ્વારા ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવાની પણ સૂચના આપવામાં આવી છે.

વિધાનસભા દીઠ બેઠકો - મધ્ય ગુજરાત 60-47 બેઠક જનરલ, 3 SC, 10 ST, ઉત્તર ગુજરાત 32-26 બેઠક જનરલ, 3 SC, 3 ST, સૌરાષ્ટ્ર-કચ્છ 55-49 બેઠક જનરલ, 6 SC અને દક્ષિણ ગુજરાત 35 -20 બેઠક જનરલ 1 SC, 14 ST જોવા મળી રહી છે.

કોંગ્રેસ શહેરની બેઠકો પર કરશે ફોક્સ - વિધાનસભાની ચૂંટણીમાં શહેરની (Gujarat Congress Assembly Election) તમામ બેઠકો પર ભાજપના જ મતદારો છે અને ભાજપ છે જે વધુમાં વધુ બેઠક ખેંચી જાય છે, ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર અને જુનાગઢ જેવા શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા શહેરની વિધાનસભા બેઠક પર વધુ ફોકસ કરવામાં આવશે .ટિકિટની વહેંચણી માટે પણ પ્રથમ તબક્કામાં શહેરી વિસ્તારોને ધ્યાનમાં લેવામાં આવશે, ત્યારબાદ જ ગ્રામીણ વિધાનસભા વિસ્તારોની ટિકિટના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

શહેરની કઈ બેઠકો પર રહેશે વધુ ફોક્સ - વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, અમરાઈવાડી, મણિનગર, સાબરમતી, અસારવા, દસક્રોઈ, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ખંભાત, સયાજીગંજ, અકોટા, માંજલપુર, પાદરા, કરજણ, વરાછા, કરજણ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, સુરત પૂર્વ અને મહુવા સુરત ઝોન પ્રમાણે કાર્યક્રમો રહેશે.

આ પણ વાંચો : Sukhram Rathva Statement : કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અનેક નેતાઓ આજે પણ કોંગ્રેસના સંપર્કમાં છે

વિપક્ષ નેતાનું શું કહ્યું - વિધાનસભાની ચૂંટણીને લઈને વિપક્ષ નેતા શુભકામ રાઠવાએ જણાવ્યું હતું કે, આ વર્ષે જે પ્રમાણે કાર્યકરનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ઝોનમાં તમામ નેતાઓ ધારાસભ્યો હાજર છે. સાથે જ એવી જગ્યા ઉપર રાહુલ ગાંધી અને પ્રિયંકા (Congress Master Plan Gujarat) ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓની જરૂર પડશે તે તમામ જગ્યા ઉપર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત તમામ નેતાઓની હાજરી રહેશે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન છત્તીસગઢના મુખ્યપ્રધાન પણ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના પ્રચાર પ્રસાર માટે આવશે. આમ, એક જોડમાં પ્રચાર પૂર્ણ થયા બાદ જ બીજા ઝોનમાં ત્વચા માટે એક જ જોડે એક જ મંચ ઉપર જોવા મળશે.

કોંગ્રેસ કરશે મતની ગણતરી - મત ગણતરીની વાત કરતા સુખરામ રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અને કેવી બેઠકો હતી. જેમાં 5000થી 10000 મતના અંતરેથી કોંગ્રેસે વિધાનસભાની બેઠકો ગુમાવી છે. ત્યારે આવી તમામ બેઠકો ઉપર ખાસ ચર્ચા કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા જે 5000 થી 10,000ની અંતર વચ્ચેથી બેઠકો જીતી છે. તેના ઉપર પણ ખાસ મનોમંથન થશે અને આ તમામ બેઠકો જળવાઈ રહે અને વધારે મતથી તેમાં જીત મેળવી તે બાબતનું પણ આયોજન આવનારા દિવસમાં કરવામાં આવશે.

કાયમ હારતા હોય તેવી બેઠકોનું લીસ્ટ થશે તૈયાર - કોંગ્રેસ જે બેઠક ઉપર સતત વિધાનસભા ચૂંટણીમાં ભારે સામનો કરવો પડી રહ્યો છે. તેવી તમામ વિધાનસભા બેઠકનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જે વિધાનસભા બેઠકની ખાસ આયોજન કરીને આવી બેઠકો કેવી રીતે જીતી શકાય તે બાબતની મનોમંથન કરીને આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો : વડોદરા કે 'ખાડો' દરા ? : પ્રિ-મોન્સુનનો પ્લાન પાણીમાં, તંત્ર વિરોધી સુર કોંગ્રેસની વાણીમાં

વર્તમાન તમામ ધારાસભ્યોને મળશે ટિકિટ - ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની વાત કરવામાં આવે તો કોંગ્રેસના પાસે જેટલા ધારાસભ્યો અત્યારે કાર્યરત છે. આ તમામ વર્તમાન ધારાસભ્યોને પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવશે. જ્યારે મોહન રાઠવાની જગ્યાએ તેના પુત્રને કોંગ્રેસ ટિકિટ આપશે. સાથે જ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અત્યારે અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, ત્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણી કોંગ્રેસના નિશાન સાથે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જોવા મળશે.

તમામ બેઠકો પર નિરીક્ષકોની નિમણૂક - વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા દીઠ એક નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. આમ વર્ષ 2022ના વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નિરીક્ષકો જે ઉમેદવારોને નક્કી કરશે તેવા ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવશે. આમ, ચૂંટણીમાં કોઈપણ નેતા ઉમેદવારી માટે આવેદનપત્ર કરી શકશે નહીં. નિરીક્ષકોની નિમણૂક અત્યારે તમામ વિધાનસભા વિસ્તાર દીઠ કરવામાં આવી છે, ત્યારે તેમનો મુદ્દે જિલ્લા તાલુકા પ્રમુખની ભલામણ મુજબ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે.

દિલ્હી કોંગ્રેસ : અમારે પરિણામ જોઈએ - સુખરામ રાઠવા વધુમાં કહ્યું હતું કે, દિલ્હી ખાતે બેઠક યોજાઈ તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર હતા. વિધાનસભા ચૂંટણી બાબતની સમીક્ષા અને ચર્ચા દરમિયાન દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા એવું સ્પષ્ટ કહ્યું છે કે અમારે ફક્ત ગુજરાતમાં પરિણામ જોઈએ છે, જ્યારે પરિસ્થિતિ 2022ની ચૂંટણીમાં જે પરિણામ આવશે એ જ વર્ષ 2024 લોકસભાની ચૂંટણીનો મહત્વનો બેઝ બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.