વીજળી પર કેજરી 'વાર' : "દિલ્હીમાં વીજળી જાય તો ન્યુઝ બને છે અને અહિંયા વીજળી આવે તો"

author img

By

Published : Jul 4, 2022, 1:23 PM IST

Updated : Jul 4, 2022, 2:43 PM IST

વીજળી પર કેજરી 'વાર' : "દિલ્હીમાં વીજળી જાય તો ન્યુઝ બને છે અને અહિંયા વીજળી આવે તો"
વીજળી પર કેજરી 'વાર' : "દિલ્હીમાં વીજળી જાય તો ન્યુઝ બને છે અને અહિંયા વીજળી આવે તો" ()

ગુજરાતમાં AAP પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)લડી રહી છે. વધુમાં વધુ સંગઠન મજબૂત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે (Arvind Kejriwal Visits Gujarat )આવ્યા છે. આજે ગુજરાતમાં વીજળી અને અન્ય મુદ્દાઓને લઈને કેજરીવાલે વાતચીત કરી હતી.ભાજપ પર મોંઘવારીને લઈને આકરા પ્રહાર કર્યા હતા.

અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતનો(Arvind Kejriwal Visits Gujarat ) બીજો દિવસ છે. આજે ગુજરાતમાં વીજળી (Electricity in Gujarat)અને અન્ય મુદ્દાઓને લઈને વાતચીત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી પ્રથમ વખત ગુજરાતમાં સક્રિય ચૂંટણી લડવાની છે. નેતાઓ મોટા મોટા ભાષણ આપે છે અને માત્ર વાતો કરે છે.

વીજળી

ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ - આમ આદમી પાર્ટીના(AAP Gujarat) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(CM of Delhi 2022 ) ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે વીજળી અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. હું તમને પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટી પહેલી ચૂંટણી લડે છે. ગુજરાતના નેતાઓ વીજળી કે તમારા મુદ્દા પર ચર્ચા કરી? અમે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું. અમે કહીએ તે કરીએ છીએ. અમારા કાર્યકર્તાઓ 1 વર્ષથી ગામડાઓમાં ફરે છે. તેમણે જોયું કે ગુજરાતમાં લોકો તકલીફમાં છે.

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં,કાલે મફત વીજળી આપવા અંગે કરશે મોટું એલાન

ઈમાનદાર સરકાર લાવવી પડશે - ગરીબ લોકોના ઘરમાં પણ હજારો રૂપિયાનું લાઈટનું બિલ આવે છે. ગુજરાતમાં વીજળી કેમ આટલી મોંઘી છે? પ્રધાનો જલ્સા કરે છે તેમનું બિલ ઝીરો આવે છે. તેમણે કહ્યું કે હું ફરીવાર રવિવારે અમદાવાદ આવીશ અને વીજળીની સમસ્યાનું સમાધાન કરીશ.ગુજરાતમાં પણ વીજળી સસ્તી અને ફ્રી જોઈએ તો તેના માટે સત્તા પરિવર્તન કરવું પડશે. ઈમાનદાર સરકાર લાવવી પડશે. આ સરકાર પ્રજાને લૂંટી રહી છે માટે તેઓ વીજળી મફત નથી કરતા.

આદમી પાર્ટી આવી અને મેં વીજળી ફ્રી કરી - અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ભાજપના નેતાઓ કહે છે 24 કલાક ગુજરાતમાં વીજળી મળે છે. ગુજરાતમાં વીજળી કાપ નથી. તો શું શહેરમાં પણ વીજળી જાય છે? અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં બિલ કેટલું આવે છે? લોકોએ કહ્યું બિલ 4000 આવે છે. ખેડૂતોને રાતે વીજળી આપે છે તેનો મતલબ શુ છે. ઓફિસરોને પણ રાતે વીજળી આપો એટલે રાતે ઓફિસ ખુલે. 2014 ચૂંટણી પહેલા ભાજપના નેતાઓએ વીજળીનો ખોટો પ્રચાર કર્યો છે. દિલ્લીમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે કહ્યું વીજળી બિલ ઓછું કરો. મેં 15 દિવસ ઉપવાસ કર્યા. ચૂંટણી લડ્યા અને આમ આદમી પાર્ટી આવી અને મેં વીજળી મફત કરી દીધી છે.

આ પણ વાંચોઃ આગામી છ મહિનામાં શિંદે સરકાર પડી શકે છે, મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહોઃ પવાર

ગુજરાતના બાળકોના ભવિષ્યની ચિંતા - ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારના આંદોલન કે કેમ્પેન કરતા નથી અને ભાજપ દ્વારા એક જ કેમ્પેન ચલાવાઇ રહ્યું છે કે ગમે તેમ કરીને આમ આદમી પાર્ટીને રોકવામાં આવે. આજે આમ આદમી પાર્ટી ભાજપનું મુખ્ય પ્રતિદ્વંદી બની ગઈ છે, કારણ કે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે જનતા વચ્ચે જઈને જનતાની સમસ્યાઓ સાંભળે છે, તેમની પીડાઓ ને સમજવાની કોશિશ કરે છે. આજે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે ગુજરાતના બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે, ગુજરાત સારી શિક્ષા, સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા, સારા રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે કામ કરે છે.

Last Updated :Jul 4, 2022, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.