ETV Bharat / city

રાજ્યમાં 21 સપ્ટેમ્બરે નહીં થાય દૂધનું વેચાણ, માલધારી સમાજનું એલાન

author img

By

Published : Sep 19, 2022, 12:00 PM IST

Updated : Sep 19, 2022, 12:12 PM IST

રાજ્યમાં 21 સપ્ટેમ્બરે નહીં થાય દૂધનું વેચાણ, માલધારી સમાજનું એલાન
રાજ્યમાં 21 સપ્ટેમ્બરે નહીં થાય દૂધનું વેચાણ, માલધારી સમાજનું એલાન

રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદાને (gujarat cattle control bill) પરત ખેંચવાની માગ સાથે માલધારી સમાજ ઉગ્ર વિરોધ કરી (maldhari samaj protest news) રહ્યો છે. તેવામાં હવે આ સમાજે શરેથામાં માલધારી વેદના સભા યોજી (Maldhari Vedna Mahasammelan in Shertha) હતી. અહીં માલધારીઓએ એલાન કર્યું હતું કે, 21 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં દૂધનું વેચાણ બંધ રહેશે.

અમદાવાદ રાજ્યમાં સરકાર જ્યારથી ઢોર નિયંત્રણ કાયદો લાવી છે. ત્યારથી માલધારી સમાજ આ કાયદાના વિરોધમાં (gujarat cattle control bill) જ રહ્યો છે. તેવામાં આ કાયદાને પરત ખેંચવાની માગ સાથે શેરથામાં (Maldhari Vedna Mahasammelan in Shertha) રવિવારે માલધારી વેદના સભા યોજાઈ હતી. અહીં મોટી સંખ્યામાં માલધારીઓ એકત્રિત (maldhari samaj protest news) થયા હતા.

નહીં થાય દૂધનું વેચાણ સાથે જ તેમણે એલાન કર્યું હતું કે, વિધાનસભા સત્ર શરૂ (gujarat assembly monsoon session 2022) થઈ રહ્યું છે. ત્યારે 21 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં પશુપાલકો માલધારીઓ દૂધનું વેચાણ નહીં કરે. એટલું જ નહીં, ડેરીમાં પણ દૂધ નહીં ભરે. માલધારીઓએ એવી પણ ચિમકી (maldhari samaj protest news) આપી હતી કે, જો ઢોર નિયંત્રણ કાયદો રદ નહીં કરાય તો રાજ્યનો માલધારી સમાજ ગાંધીનગરમાં વિરોધ (maldhari samaj protest news) કરશે.

આ લોકો રહ્યા ઉપસ્થિત માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદો (gujarat cattle control bill) રદ કરવા ઉગ્ર માગ કરી છે. તેને લઈને જ રવિવારે શેરથામાં (maldhari samaj protest news) ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા માલધારી વેદના સભા યોજવામાં (Maldhari Vedna Mahasammelan in Shertha)આવી હતી. તેમાં 40થી વધુ મંદિરના ભૂવાજી, 17 સામાજિક સંસ્થાના વડાઓ સિવાય રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં તમામે એકસૂરે કાયદાનો વિરોધ કર્યો હતો.

વિધાનસભાના સત્ર દરમિયાન વિરોધ કરાશે રાજ્યમાં આગામી 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભાનું (gujarat assembly monsoon session 2022) 2 દિવસીય સત્ર યોજાશે. ત્યારે 21મીએ સમગ્ર રાજ્યમાં પશુપાલકો અને માલધારીઓ દૂધનું વેચાણ નહીં કરે તેવી પણ તેમણે ચિમકી ઉચ્ચારી (maldhari samaj protest news) હતી. આ ઉપરાંત 22 સપ્ટેમ્બરે ગાયોને ગોળના લાડવા ખવડાવીને વિરોધ નોંધાવશે. એટલે કે માલધારીઓએ ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.

Last Updated :Sep 19, 2022, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.