ETV Bharat / city

Gujarat Budget 2022: ગૃહ વિભાગ માટે 8,325 રૂપિયાની જોગવાઈ, પોલીસ પેટ્રોલિંગ માટે ખરીદાશે 2,256 વાહનો

author img

By

Published : Mar 3, 2022, 4:52 PM IST

Gujarat Budget 2022: ગૃહ વિભાગ માટે 8,325 રૂપિયાની જોગવાઈ, પોલીસ પેટ્રોલિંગ માટે ખરીદાશે 2,256 વાહનો
Gujarat Budget 2022: ગૃહ વિભાગ માટે 8,325 રૂપિયાની જોગવાઈ, પોલીસ પેટ્રોલિંગ માટે ખરીદાશે 2,256 વાહનો

ગુજરાત સરકાર દ્વારા બજેટ 2022-23માં ગૃહ વિભાગ (Gujarat Budget 2022) માટે 8325 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ અને સેવાઓની જાળવણી 183 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા જેલ સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે 158 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ગાંધીનગર: ગુજરાત સરકારના બજેટ 2022-23માં ગૃહ વિભાગ (Gujarat Budget 2022) માટે 8,325 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા (Safety of citizens In Gujarat), ભયમુકત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થા (Law and order In Gujarat)ની પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવશે. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન (scientific crime investigation gujarat)માં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા FSLને નવા શિખર ઉપર પહોંચાડવામાં આવશે. રાજ્ય પોલીસતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે છેલ્લા 5 વર્ષમાં જુદા જુદા સંવર્ગોમાં અંદાજે 29 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સંવર્ગની અંદાજે 12 હજાર જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં છે.

પોલીસ ખાતા માટે 48 હજારથી વધુ મકાનોનું નિર્માણ

રાજ્ય સરકાર દ્વારા પોલીસ પેટ્રોલિંગ (Police patrolling In Gujarat) અને સેવાઓની જાળવણી માટે 2,256 વાહનો ખરીદવા 183 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગૃહ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગની 1,094 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે, જેના માટે 41 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પોલીસ ખાતા માટે 48 હજારથી વધુ મકાનો (Houses for Gujarat police Department)નું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રહેણાંક અને બિન રહેણાંક મકાનોના નિર્માણ માટે 861 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ડ્રીમ સિટી સુરત અને ગિફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે

આ ઉપરાંત જિલ્લા જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે 158 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વિશ્વાસ પ્રોજેકટ (vishwas project gujarat) તથા અન્ય IT પ્રોજેકટ માટે 70 કરોડ ફાળવવામાં આવ્યા છે. ડ્રીમ સિટી સુરત અને ગિફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન (New Police Stations In Surat) સ્થાપવામાં આવશે. બોર્ડર એરિયાની સિક્યોરિટી (Border Area Security Gujarat) વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે કચ્છ જિલ્લામાં ધોરડો, હાજીપીર અને ગાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે.

પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ 15 કરોડની જોગવાઈ

ઈ-ગુજકોપ પ્રોજેક્ટ (egujcop project gujarat) અંતર્ગત હાર્ડવેર અને સોફટવેરની ખરીદી કરવા માટે જોગવાઈ 28 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હાલની ટુ ફિંગરના સ્થાને ફાઇવ ફિંગર આધારિત ઓટોમેટેડ ફિંગર આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (automated fingerprint identification system) ખરીદવા માટે 34 કરોડ ફાળવવામાં આવ્યા છે. પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ 15 કરોડની જોગવાઈ, બોમ્બ ડીસ્પોઝલ એન્‍ડ ડીટેકશન સ્ક્વોડ (bomb disposal and detection squad gujarat)ની કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે 5 કરોડની જોગવાઈ, જેલો તેમજ આનુષંગિક કચેરીઓ ખાતે CCTV લગાડવા 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

કાયદા વિભાગ માટે કુલ 1,740 કરોડની ફાળવણી

રેપિડ ડ્રગ ટેસ્ટ માટે મોબાઇલ ડ્રગ ટેસ્ટિંગ એનલાઇઝર (Mobile Drug Testing Analyzer Gujarat)ની ખરીદી તેમજ સીરોલોજિકલ પદ્ધતિના બદલે લુપ મેડિએટેડ આઇસોથર્મલ એમ્પ્લિફિકેશન સિસ્ટમના સાધનોની ખરીદી માટે 2 કરોડ, કાયદા વિભાગ માટે કુલ 1,740 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુલભ, ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય વ્યવસ્થા લોકતંત્રના પાયામાં છે. ન્યાયાલયોની સંખ્યા વધારવા તેમજ ન્યાય વ્યવસ્થામાં નવી તકનિક સાથે ઝડપ લાવવા સરકાર કટિબદ્ધ છે. પ્રોસિક્યુશનની કામગીરીને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા અદ્યતન ટેકનોલોજી અને આધુનિક માળખાગત સુવિધાઓ સરકારે ઊભી કરી છે.

નવી કોર્ટ બિલ્‍ડિંગના બાંધકામ માટે 45 કરોડની જોગવાઈ

નવી કોર્ટ બિલ્‍ડિંગના બાંધકામ માટે 45 કરોડ, રહેઠાણના મકાનોના બાંધકામ માટે 83 કરોડ, હયાત કોર્ટ બિલ્ડિંગ તથા રહેણાંકોના મકાનોની મરામત માટે 12 કરોડ, વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સહાય આપવા માટે 6 કરોડ અને પ્રોસિક્યુશનની કામગીરી માટે સરકારી વકીલોને લેપટોપ, પ્રિન્ટર તથા લૉ સોફ્ટવેર આપવા માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ન્યાયતંત્ર માટેની માળખાકીય સુવિધાઓ માટે 216 કરોડના કામો હાલ પ્રગતિમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.