ETV Bharat / city

Gujarat Budget 2022: આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2,909 કરોડ રૂપિયાની જોગવાઈ

author img

By

Published : Mar 3, 2022, 3:30 PM IST

રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ આ વખતના બજેટમાં (Gujarat Budget 2022) આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2,909 કરોડ રૂપિયાની જોગવાઈની (Provision for Tribal Development Department) જાહેરાત કરી હતી.

Gujarat Budget 2022: આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2,909 કરોડ રૂપિયાની જોગવાઈ
Gujarat Budget 2022: આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2,909 કરોડ રૂપિયાની જોગવાઈ

ગાંધીનગરઃ રાજ્યના આદિજાતિ બંધુઓ પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ જાળવીને વિકાસની યાત્રામાં જોડાઈ રાજ્યની પ્રગતિમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના (Vanbandhu Kalyan Yojana) શરૂ કરી હતી. આ કલ્યાણ કાર્યક્રમને આગળ ધપાવતાં અમારી સરકારે 5 વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરી (Provision for Tribal Development Department) છે.

  • આજના ઈલેક્‍ટ્રોનિક યુગમાં 108 એમ્બ્યુલન્‍સ સેવા, સરકારી યોજનાકીય લાભો, ઓનલાઇન બેન્‍કિંગ સેવા, નોકરી-કોન્ટ્રાકટ માટે ઓનલાઈન અરજી, ઓનલાઈન શિક્ષણ, ઈ-કોમર્સ જેવી તમામ સેવાઓ માટે મોબાઇલ નેટવર્ક મુખ્ય માળખાકીય સુવિધા તરીકે ઉપસી આવી છે. આદિજાતિ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સુવિધા સહેલાઈથી મળી શકે તે માટે 500 નવા મોબાઇલ ટાવર આવતા 2 વર્ષમાં ઊભા કરવામાં આવશે. આ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ
  • નિવાસી શાળાઓનાં માધ્યમથી ગુણવત્તાસભર શિક્ષણ આપવાના હેતુથી આદિજાતિ વિસ્તારોમાં સામાજિક ભાગીદારીથી 25 બિરસા મુંડા જ્ઞાનશકિત રેસીડેન્‍સિયલ સ્કૂલ્સ ઓફ એકસેલેન્‍સ શરૂ કરવામાં આવશે. તેમાં અનુસૂચિત જનજાતિના 50,000 વિદ્યાર્થીઓને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવામાં આવશે. તે માટે 45 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આદર્શ નિવાસી શાળાઓ, EMRS અને GLRS મળી કુલ 177 જેટલી શાળાઓના અંદાજિત 46,000 જેટલા વિદ્યાર્થીઓને નિવાસી શાળા શિક્ષણ આપવા માટે 209 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અનુસૂચિત જનજાતિના ગ્રાન્ટ-ઈન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે 1,43,000 વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થા પેટે હાલ માસિક રકમ 1,500 રૂપિયા આપવામાં આવે છે. તેમાં 660 રૂપિયાનો વધારો કરી માસિક રકમ 2,160 રૂપિયા આપવામાં આવશે, જે માટે 503 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અનુસૂચિત જનજાતિના આશરે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે 400 કરોડ રૂપિયાની
  • દૂધ સંજીવની યોજના અંતર્ગત 53 આદિજાતિ તાલુકાના 8 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર આપવા માટે 147 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આદિજાતિ ખેડૂતોને વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કૂવા સાથે 3 HP સોલાર પંપની સહાય આપવા માટે 75 કરોડ રૂપિયાની જોગવાઈ
  • હળપતિઓ અને આદિમજૂથોને પાયાની 6 સુવિધાઓ માટે અને CCD પ્રોજેકટ હેઠળ 67 કરોડ રૂપિયાની જોગવાઈ
  • હળપતિ બોર્ડ દ્વારા 3,500 જેટલા હળપતિ આવાસોનાં નિર્માણ માટે 42 કરોડ રૂપિયાની જોગવાઈ
  • પ્રાથમિક શાળાઓમાં ભણતા અનુસૂચિત જનજાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓને હાલ 600 રૂપિયા ગણવેશ સહાય આપવામાં આવે છે. તેમાં 300 રૂપિયાનો વધારો કરી 900 રૂપિયા ગણવેશ સહાય આપવામાં આવશે. આ યોજના માટે 81 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તારમાં ખેતીમાં પાવર ટિલર્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સહાયની નવી યોજના હેઠળ 38 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે 250 રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ યોજના માટે 139 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આદિજાતિ ક્ષેત્રોમાં રોજગારીની તકોનું સર્જન કરવા તેમ જ ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવા 8 નવા MSME GIDC એસ્ટેટની રચના કરવામાં આવશે. આ માટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તારમાં સહકારી ક્ષેત્રે આવેલી ખાંડ મીલોને પુન:કાર્યાન્વિત કરવા તેમ જ શેરમૂડી માટે લોન સહાય પેટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આદિજાતિ લાભાર્થીઓ માટે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 27 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આદિજાતિ લાભાર્થીઓ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ 30 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને નિવાસી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 23 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સ્વરોજગારી માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવા વિદ્યાસાધના યોજના હેઠળ 17 કરોડ રૂપિયાની જોગવાઈ
  • બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીના સંચાલન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંશોધન કાર્યો માટે 17 કરોડ રૂપિયાની જોગવાઈ
  • માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારીની કીટ આપવા 15 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણ હેતુસર સહાય આપવા 13 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ટી.બી., કેન્સર, રકતપિત્ત અને સિકલસેલ એનીમીયા જેવા રોગોની સારવારની મફત તબીબી સહાય યોજના હેઠળ 11 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે ઉત્પાદન-સહ વેચાણનાં હેતુસર હાટ બજાર વ્યવસ્થાના સહયોગ માટે 3 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આદિજાતિ જિલ્લાઓમાં દૂધ મંડળીનાં બાંધકામ સહાય માટે 3 કરોડ રૂપિયાની જોગવાઈ
  • PhD જેવા ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હાલ સહાય 25,000 રૂપિયા આપવામાં આવે છે. તેમાં 75,000 રૂપિયાનો ધરખમ વધારો કરીને સહાય 1,00,000 રૂપિયા અપાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.