ETV Bharat / city

Gujarat Budget 2022: પશુપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર ઉદ્યોગને શું મળ્યું, જુઓ

author img

By

Published : Mar 3, 2022, 2:47 PM IST

ગુજરાત બજેટમાં (Gujarat Budget 2022) પશુપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર ઉદ્યોગ માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી (New Announcement for animal husbandry fisheries and co operative industries) છે. જાણો તેમને શું મળ્યું.

Gujarat Budget 2022: પશુપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર ઉદ્યોગને શું મળ્યું, જુઓ
Gujarat Budget 2022: પશુપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર ઉદ્યોગને શું મળ્યું, જુઓ

ગાંધીનગરઃ 14મી ગુજરાત વિધાનસભાના 10મા વિધાનસભા સત્રમાં આજે (ગુરુવારે) નાણાંપ્રધાન કનુ દેસાઈએ બજેટ (Gujarat Budget 2022) રજૂ કર્યું હતું. તેમણે પશુપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર ઉદ્યોગ માટે પણ મહત્વની જાહેરાત કરી (New Announcement for animal husbandry, fisheries and co operative industries) હતી. તો આવો જાણીએ આ ઉદ્યોગોને શું મળ્યું.

પશુપાલન ઉદ્યોગ

પશુપાલકોને ટૂંકી મુદતના ધીરાણ પર વ્યાજ રાહત માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ

  • ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમ જ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના (Mukhyamantri Gaumata Poshan Yojana) અંતર્ગત 500 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગ્રામ્ય વિસ્તારમાં રખડતા અને નિરાધાર ઢોરના નિભાવ તેમ જ વ્યવસ્થા માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમ જ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા 80 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમ જ સઘન બનાવવા 58 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગાભણ તેમ જ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા 44 કરોડ રૂપિયા
  • મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે 24 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર/ગોડાઉન બાંધકામ માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ
  • કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 માટે 8 કરોડ રૂપિયાની જોગવાઈ
  • કામધેનુ યુનિવર્સિટીના સંચાલન તેમ જ કૃષિ સંશોધનના કાર્યક્રમોને વેગ આપવા માટે 137 કરોડ રૂપિયાની જોગવાઈ

મત્સ્યોદ્યોગ

  • મત્સ્યોદ્યોગ વિભાગ માટે 880 કરોડ રૂપિયાની જોગવાઈ
  • માછીમારોને મળતા રાહતદરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર 2,000 લિટરનો વધારો કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરવામાં આવી
  • સાગરખેડૂઓને હાઈસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે 230 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સાગરખેડૂઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા 75 કરોડ રૂપિયાની જોગવાઈ
  • 5 બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ-2, માઢવાડ, પોરબંદર-2 અને સૂત્રાપાડાના વિકાસ તેમ જ મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ 201 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સાગરખેડૂઓને આધુનિક સાધનો, સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવાની યોજનાઓ માટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ
  • હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે 264 કરોડ રૂપિયાની જોગવાઈ
  • પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાભાર્થીઓને સાધન સહાય માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ભાંભરાપાણી મત્સ્યોદ્યોગના વિકાસ માટે ઝીંગા ઉછેર ફાર્મને માળખાકીય સવલતો પૂરી પાડવા જુદી જુદી યોજનાઓ માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ

સહકાર ઉદ્યોગ

  • ખેડૂતોને ખરીફ, રવી તેમ જ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે 1,250 કરોડ રૂપિયાની જોગવાઈ
  • કૃષિ બજાર વ્યવસ્થાના સંચાલન તેમ જ સુદૃઢીકરણ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સહકારી ખાંડ મિલોને પુન: કાર્યાન્વિત કરવા લોન પેટે 10 કરોડ રૂપિયા
  • ખાંડ સહકારી મંડળીઓને ટૂંકા તેમ જ લાંબા ગાળાની વ્યાજ રાહત માટે 13 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવવા માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.