ETV Bharat / city

GSEB HSC 12th Science Result 2021: કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, B ગ્રૂપના 4 વિદ્યાર્થીઓનું પરિણામ નબળું

author img

By

Published : Jul 17, 2021, 10:07 AM IST

Updated : Jul 17, 2021, 10:35 AM IST

ગુજરાત સરકારે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ કેન્દ્ર સરકારના નિર્ણય પ્રમાણે ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજે 17 જુલાઈએ ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1 લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 63 હજાર 28 વિધાર્થીઓ અને 44 હજાર 236 વિધાર્થીનીઓ પરીક્ષામાં પાસ થયા છે.

GSEB HSC 12th Science Result 2021: કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
GSEB HSC 12th Science Result 2021: કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

  • રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર
  • કુલ 1,07,264 નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
  • 63,028 વિદ્યાર્થીઓ અને 44,236 વિદ્યાર્થીનીઓ પાસ

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી અને દેશમાં બીજી લહેરને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેને પગલે જ ગુજરાત સરકારે પણ પરીક્ષાની જાહેરાત કર્યા બાદ કેન્દ્ર સરકારના નિર્ણય પ્રમાણે ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજે 17 જુલાઈએ ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1 લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 63 હજાર 28 વિધાર્થીઓ અને 44 હજાર 236 વિધાર્થીનીઓ પરીક્ષામાં પાસ થયા છે.

વિદ્યાર્થીઓ નહિ જોઈ શકે પરિણામ

વિદ્યાર્થીઓને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા રીસીપ્ટ આપવામાં આવી ન હતી, સીધા સ્કૂલ સંચાલકો અને સ્કૂલના પ્રિન્સિપાલેે જ પરિણામ તૈયાર કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તે ફક્ત શાળાઓ દ્વારા જ જોઈ શકાશે જે તે શાળા પોતાના આઇડી પાસવર્ડનો ઉપયોગ કરીને પોતાની શાળાનું પરિણામ ડાઉનલોડ કરી શકશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરિણામ અંગેની જાણ કરવામાં આવશે.

result.gseb.org.in 2021

  • ક્યા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ...
ગ્રેડવિદ્યાર્થીઓ
A103,245
A215,284
B124,757
C122,174
C2 12,071
D02,609
E100,289
E200,004
  • ગ્રુપ A નું પરિણામ
ગૃપવિદ્યાર્થીઓ
A101,629
A207,780
B111,621
B210,695
C107,319
C2 03,384
D 00,639
E100,075
E2 0000
  • ગ્રુપ B નું પરિણામ
ગૃપવિદ્યાર્થીઓ
A101,614
A207,501
B113,131
B216,133
C114,854
C208,685
D01,970
E100,214
E200,004
  • ગ્રુપ AB નું પરિણામ
ગૃપવિદ્યાર્થીઓ
A102
A202
B105
B203
C1 01
C200
D00
E100
E200

આ પણ વાંચો: Exam Receipt Upload, ધો.12 રીપીટર વિદ્યાર્થીઓને શાળામાંથી આ તારીખે મળશે...

ગુજરાતી માધ્યમના 2 અને અંગ્રેજી માધ્યમના 2 વિદ્યાર્થીઓનું પરિણામ નબળું

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં ગુજરાતી માધ્યમમાં ફક્ત બે વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં ફક્ત બે વિદ્યાર્થીઓનું પરિણામ નબળુ સામે આવ્યું છે. આમ કુલ ચાર વિદ્યાર્થીઓનું સમગ્ર રાજ્યમાં પરિણામ નબળુ આવ્યું છે.

આ પણ વાંચો: રાજ્યની 10,962 શાળાએ 8,58,365 વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કર્યા, Gujarat State Board of Educationએ આપી માહિતી

સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના

જિલ્લા પ્રમાણે વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના નોંધાયા છે. સુરત જિલ્લામાં કુલ 13,733 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પાસ થયા છે. જ્યારે સૌથી ઓછા વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં 296 અને પોરબંદરમાં 320 વિધાર્થીઓનું પરિણામ જાહેર થયું છે.

result.gseb.org.in 2021

Last Updated : Jul 17, 2021, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.