ETV Bharat / city

Gujarat ATS અને કોસ્ટગાર્ડે 200 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું

author img

By

Published : Sep 14, 2022, 9:46 AM IST

Updated : Sep 14, 2022, 2:36 PM IST

Gujarat ATS અને કોસ્ટગાર્ડે 200 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું
Gujarat ATS અને કોસ્ટગાર્ડે 200 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું

ગુજરાત એટીએસને ડ્રગ્સ પકડવામાં વધું એક સફળતા મળી છે. આ વખતે એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી આંતરરાષ્ટ્રીય સીમા પરથી 40 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું છે. તેની કિંમત 200 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. Gujarat ATS, indian coast guard gujarat Pakistani people arrested with drugs.

કચ્છની દરિયાઈ સીમાઓ (maritime boundary) પરથી અનેક વાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. ગત વર્ષે મુન્દ્રાના અદાણી પોર્ટ (Mundra Adani Port) પરથી 3,000 કિલો હેરોઈન ટેલકમ પાવડરની આડમાં ઘૂસાડવામાં આવ્યું હતું. તેની તપાસ હજી પણ ચાલુ પાસ છે અને અનેક ખૂલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે આજે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં આશરે 200 કરોડ રૂપિયાની કિંમતનું હેરોઈન ઝડપાયું છે. જેમાં 40 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ સહિત 6 ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી છે.

એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન
એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન ગુજરાત ATS (Gujarat ATS) અને કોસ્ટ ગાર્ડના (indian coast guard gujarat) સંયુક્ત ઓપરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઘણી વખત આ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યા છે. ત્યારે અનેક વાર સામે પારથી દરિયાઈ પાણીમાં તણાઈને કેફી દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ મળી આવ્યા છે.

પાકિસ્તાની બોટ સહિત દરેક પાકિસ્તાનીને જખૌ બંદરે લઈ જવાયા
પાકિસ્તાની બોટ સહિત દરેક પાકિસ્તાનીને જખૌ બંદરે લઈ જવાયા

પાકિસ્તાની બોટ સહિત દરેક પાકિસ્તાનીને જખૌ બંદરે લઈ જવાયા આ 40 કિલો હેરોઈન સાથે 6 ક્રૂ મેમ્બરની અલ તૈયસા નામની પાકિસ્તાની બોટ સાથે ઝડપી પાડવામાં આવી છે. હાલમાં તેમને પાકિસ્તાની બોટ સહિત દરેકને જખૌ (jakhau port) બંદરે લાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત ઝડપાયેલ 6 ક્રૂ મેમ્બર કોણ છે ક્યાં વતની છે તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

  • In joint operation, Indian Coast Guard & Gujarat ATS apprehended a Pakistani boat 6 miles inside Indian waters with 40 kgs of drugs valued at Rs 200 cr. Two fast attack boats of ICG caught Pakistani boat 33 nautical miles off Jakhau coast in Gujarat: ICG officials

    — ANI (@ANI) September 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈનપુટના આધારે ATS અને ICG દ્વારા કરાઈ કાર્યવાહી 13 અને 14 સપ્ટેમ્બર 2022ની રાત્રિ દરમિયાન ચોક્કસ ઈન્ટેલિજન્સ ઇનપુટના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ (indian coast guard gujarat) ICG દ્વારા વ્યૂહાત્મક રીતે 2 ઝડપી ઈન્ટરસેપ્ટર વર્ગના જહાજો, C-408 અને C-454 ને કાલ્પનિક ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (international maritime boundary line)ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે તહેનાત કરવામાં આવ્યા હતા. મધ્યરાત્રિ દરમિયાન એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી.

કોસ્ટ ગાર્ડના 2 જહાજો દ્વારા 6 ક્રૂ મેમ્બર સાથેની પાકિસ્તાની બોટ ઝડપી પાડી આ પાકિસ્તાની બોટ અલ તૈયસા જે કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન IMBની અંદર 5 નોટિકલ માઈલ અને જખૌથી 40 નોટિકલ માઇલ દૂર હતી. આ પાકિસ્તાની બોટને કોસ્ટ ગાર્ડ (indian coast guard gujarat) દ્વારા પડકારવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાની બોટે (Pakistani people arrested with drugs) અવગણના કરી હતી. તો પાકિસ્તાની બોટમાં માલસામાન હોવાનું જણાઇ આવ્યું હતું. કોસ્ટ ગાર્ડના 2 જહાજો દ્વારા આ કન્સાઈન્મેન્ટ કુશળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યું હતું અને તે ડ્રગ્સ કન્સાઇનમેન્ટ હોવાનું જણાયું હતું.

પ્રાથમિક તપાસમાં આશરે 200 કરોડનું 40 કિલો હેરોઇન બહાર આવ્યું પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ હેરોઈન હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે આશરે 40 કિલો હોવાનું અને તેની બજાર કિંમત આશરે 200 કરોડ રૂપિયાની હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ICG જહાજે અંધારી રાત અને સિમાંત હવામાન પરિસ્થિતિઓમાં ખૂબ જ ખરબચડી સમુદ્રમાં બહાદૂરી કરીને બોટને રોકી હતી તેવું ભારતીય કોસ્ટ ગાર્ડની (indian coast guard gujarat) અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ માટે બોટને જખૌ ખાતે (jakhau port) લાવવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS, ગુજરાત દ્વારા આ પ્રકારનું 5મું સંયુક્ત ઓપરેશન છે અને તેણે મજબૂત દરિયાકાંઠાની સુરક્ષા નેટવર્ક માટે હિતધારકો વચ્ચે અસરકારક સંકલનના મહત્વને વધુ પ્રકાશિત કર્યું છે.

Last Updated :Sep 14, 2022, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.