ETV Bharat / city

વડાપ્રધાન મોદીનું વારંવાર ગુજરાત આગમન શું ચુંટણી વહેલી યોજાય તેવુ સુચવે છે?

author img

By

Published : Apr 9, 2022, 6:12 PM IST

Updated : Apr 9, 2022, 7:19 PM IST

વારંવાર વડાપ્રધાન મોદીનું ગુજરાત આગમન: 2022 વિધાનસભાની ચુંટણી વહેલી યોજાય તેવી અટકળો
વારંવાર વડાપ્રધાન મોદીનું ગુજરાત આગમન: 2022 વિધાનસભાની ચુંટણી વહેલી યોજાય તેવી અટકળો

ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election 2022) વહેલી યોજાય તે માટેના સમીકરણો સર્જાઇ રહ્યા છે. આ વર્ષમાં ડીસેમ્બર મહિનામાં વિધાનસભાની ચુંટણીઓ યોજાશે, પરતું વર્તમાન સમીકરણો જોતા 2022ની વિધાનસભાની ચુંટણી વહેલી યોજાય તેવી અટકળો તેજ થઈ છે.

અમદાવાદ: 2022 ગુજરાત વિધાનસભાની ચુંટણીનું (Gujarat Assembly Election 2022) વર્ષ છે. આ વર્ષમાં ડીસેમ્બર મહિનામાં વિધાનસભાની ચુંટણીઓ યોજાશે, પરતું વર્તમાન સમીકરણો જોતા 2022ની વિધાનસભાની ચુંટણી વહેલી યોજાય તેવી અટકળો તેજ થઈ છે. વહેલી ચુંટણી માટેના સમીકરણો સર્જાઇ રહ્યા છે.

વારંવાર વડાપ્રધાન મોદીનું ગુજરાત આગમન: 2022 વિધાનસભાની ચુંટણી વહેલી યોજાય તેવી અટકળો

દરેક પક્ષોની નજર હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પર: પાંચ રાજ્યોમાં ચુંટણીની સફળતા બાદ સૌ કોઈની નજર ગુજરાત વિધાનસભાની ચુંટણી પર છે. વર્તમાન સમયમાં ભાજપમાં ચહલ-પહલ જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં વહેલી ચુંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપની વર્તમાન કાર્યક્રમોની રૂપરેખા અને વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન (Narendra Modi Gujarat Visit), ઉપરાંત કેન્દ્રિય ગૃહપ્રધાનના વિકાસ કાર્યોના લોકાપર્ણ અને ખાતમૃહત કાર્યકર્મો પણ વહેલી ચૂંટણીના એંધાણ આપી રહ્યા છે.

વહેલી ચૂંટણી તરફ નિર્દેશ કરતા લક્ષણો: વડાપ્રધાનના માર્ચ મહિનામાં બે દિવસના પ્રવાસમાં ત્રણ રોડ શો (Narendra Modi Road Show) યોજ્યા. યુવાઓને આકર્ષવા ખેલમહાકુંભનો પ્રારંભ કરાયો. રાજ્યભરમાં ભાજપ દ્વારા સુપોષણ અભિયાન થકી મહિલાઓને રીઝવવા પ્રયત્ન થઈ રહયો છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન એપ્રિલ માહિનામાં ફરી ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસમાં વડાપ્રધાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે.

પાટીલનું નિવેદન ચૂંટણી સમયસર જ થશેઃ સુરતમાં બે દિવસ અગાઉ એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સમયસર જ થશે. તેમજ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સમયસર થશે. જો કે આ અગાઉ પાટીલ બોલીને ફેરવી તોળ્યું છે, પાટીલ જે કહે તેનાથી ઉલટું થતું હોય છે. વડોદરાના એક જાહેર કાર્યક્રમમાં રખડતા ઢોર મુદ્દે વડોદરાના મેયરને ચીમકી આપી હતી. અને રખડતા ઢોરનું વિધાનસભામાં બિલ આવ્યું અને માલધારીઓના વિરોધ વચ્ચે તેને મોકૂફ રખાયું. આમાં પણ પાટીલની જ મધ્યસ્થી હતી.

નો રીપીટ થીયરીથી ભાજપના નેતા નારાજઃ સી આર પાટીલે અગાઉ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં પણ નો રીપીટ થીયરી અપનાવાશે. જેને કારણે ખૂબ જ અસંતોષ જોવાયો હતો અને પાર્ટીના જૂના અને સીનીયર નેતાઓ નારાજ થયા હતા. જેથી પાટીલને સ્પષ્ટતા કરવી પડી હતી. પણ આ વખતે પાટીલ બોલ્યા છે કે ચૂંટણી સમયસર આવશે. તેનો અર્થ એવો છે કે ચૂંટણી વહેલી જ આવશે.

કેન્દ્રીય નેતાઓના પ્રવાસ ગોઠવાયા છેઃ ચૂંટણી વહેલી યોજાય તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને તૈયારીઓ કરવાનો સમય જ ન મળે. તેથી કરીને પણ ચૂંટણી વહેલી યોજવા માટે ભાજપ કમર કસી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સંજોગોમાં ભાજપના છેલ્લા બે મહિનાથી ભરપુર કાર્યક્રમો છે, અને પ્રજા વચ્ચે જઈને પાટીલ અને પટેલ બન્ને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના પ્રવાસ પણ ગોઠવાયા છે. જે સીધો સંકેત આપે છે કે ચૂંટણી વહેલી કરાશે.

વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ: ભાજપ દ્વારા તેમના પક્ષના ચિન્હને જાહેર જગ્યાઓ પર ચિહ્નિત કરાઈ રહ્યા છે. આગામી દિવસોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ યોજશે. વિધાનસભાનું બજેટ સત્ર (Assembly Budget Session) પૂર્ણ થયું છે, પરંતુ હજી ચોમાસુ સત્ર બાકી છે. છતા વિધાનસભાનો છેલ્લો દિવસ હોય તેમ તમામ ધરસભ્યોનો એકસાથે ફોટોસેશન યોજાયો હતો. સરકારે શિક્ષકોને પરીક્ષાલક્ષી કાર્ય ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: પેપર ફૂટે નહિ તે માટે વિશેષ આયોજન: 10 એપ્રિલના દિવસે LRDની લેખિત પરીક્ષા

ભાજપના નેતાઓનો વહેલી ચૂંટણીનો ઇન્કાર: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવા અંગે સતત ઇન્કાર કરતા આવ્યા છે. પરંતુ ભાજપની તૈયારીઓ અને સતત કાર્યક્રમો વહેલી ચૂંટણીના સંકેત આપી રહ્યા છે. જો વહેલી ચુંટણી યોજાય તો કોંગ્રેસના નવા સંગઠનને સમય મળે નહી. આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં મજબૂત સંગઠન ઉભું કરી શકે નહીં. જેથી તે ભાજપને નુકશાન પહોંચાડી શકે નહીં.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી એક વાર પેપર લીક, ધોરણ 10 હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું

પ્રજા ભાજપથી કંટાળી છે: ડો મનીષ દોશી

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, પેપર લીક જેવા અનેક પ્રશ્નો છે, ત્યારે આ પ્રશ્ન વધુ ગંભીર ન બને તે માટે શાસક પક્ષ કાયદાકીય પ્રક્રિયા કરીને વહેલી ચૂંટણી લાવી શકે છે, પરંતુ ચૂંટણી ક્યારે યોજવી તેની સત્તા ચૂંટણીપંચ પાસે છે.

Last Updated :Apr 9, 2022, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.