ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સાથે બ્લેક પેપર ઇસ્યૂ કરશે, શું હશે તેમાં જાણો

author img

By

Published : May 30, 2022, 4:51 PM IST

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સાથે બ્લેક પેપર ઇસ્યૂ કરશે, શું હશે તેમાં જાણો
Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સાથે બ્લેક પેપર ઇસ્યૂ કરશે, શું હશે તેમાં જાણો

કોંગ્રેસ પક્ષ દ્વારા આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ચૂંટણી ઢંઢેરા સાથે બ્લેક પેપર પણ રજૂ (Congress will issue a black paper with election manifesto ) કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા તેમાં લોકમતને આકર્ષવા માટે શું કરવામાં આવી રહ્યું (Congress Black Paper Issues) છે તે વિશે જૂઓ આ અહેવાલમાં.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારીઓ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા શરુ કરી દેવામાં આવી છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીની તૈયારીઓ જોવા મળે છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીનું (election2022 ) મતદાન શરુ થાય તે પહેલાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવે છે અને આવનારા પાંચ વર્ષ દરમિયાન જો પક્ષ સત્તામાં આવશે તો કયા કામને પ્રાધાન્ય આપશે તે અંગેના મુદ્દા રજૂ કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરા સાથે બ્લેક પેપર (Congress will issue a black paper with election manifesto ) પણ રજૂ કરવામાં આવશે. જેમાં મળતી માહિતી પ્રમાણે બ્લેક પેપરમાં સરકારે કરેલા પ્રજાવિરોધી કામ રજૂ(Congress Black Paper Issues) કરવામાં આવશે.

આગામી ચૂંટણી માટે કોંગ્રેસ ગુજરાતની જનતાને જણાવશે આ વાતો

શું હશે બ્લેક પેપરમાં - કોંગ્રેસના સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)કોંગ્રેસ પક્ષના બ્લેક પેપરની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને આ બાબતે દિલ્હી ખાતેથી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બ્લેક પેપર વિશેની માહિતી (Congress will issue a black paper with election manifesto ) સામે આવી રહી છે તે રીતે આ બ્લેક પેપરમાં કોરોના કાળ દરમ્યાન રાજ્યમાં જિલ્લા પ્રમાણે કેવી પરિસ્થિતિ હતી, લોકોને હોસ્પિટલમાં બેડ મળતા ન હતાં, ઇન્જેક્શનની અછત તથા lockdown માં ગરીબ અને સામાન્ય પરિવારની કેવી પરિસ્થિતિ હતી તે તમામ બાબત બ્લેક પેપરમાં રજૂ કરવામાં આવશે. જ્યારે કોરોનામાં મૃત્યુ સહાય 50,000 રૂપિયા આપવામાં આવી છે તે પણ ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ બ્લેક પેપરમાં (Congress Black Paper Issues) કરવામાં આવશે.

આ પણ વાંચો - રામના નામે રાજનીતિ : કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રામને નામે કહી નાંખ્યા આ કેવા બોલ! વિવાદનો મધપૂડો છેડાયો

બેરોજગારીનો મુદ્દો હશે બ્લેક પેપરમાં - સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)કોંગ્રેસ પક્ષ જે પેપર રજૂ કરશે. તેમાં રોજગારીનો મુદ્દો પણ ટાંકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ગૃહમાં રાજ્યમાં 3.46 લાગ શિક્ષિત બેરોજગાર યુવાનો આંકડો સામે આવ્યો છે અને વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં માત્ર 278 જેટલી જ બેરોજગાર અને સરકારી નોકરી આપવામાં આવી હોવાની વિગત ઉપરાંત રાજ્યના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, મોરબીથી દાહોદ, જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, બરોડા, કચ્છ અને આણંદ એમ કુલ 16 જિલ્લામાં એક પણ સરકારી નોકરી આપવામાં ન હોવાનું પણ બ્લેક પેપરમાં (Congress will issue a black paper with election manifesto ) ઉલ્લેખ કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસ સરકાર આવશે તો કેટલીક રોજગારી આપવામાં આવશે તેની પણ વિશેષ માહિતી બ્લેક પેપરમાં રજૂ (Congress Black Paper Issues) થઇ શકે છે.

કોંગ્રેસ આવનારા પાંચ વર્ષ દરમિયાન જો પક્ષ સત્તામાં આવશે તો કયા કામને પ્રાધાન્ય આપશે તે અંગેના મુદ્દા
કોંગ્રેસ આવનારા પાંચ વર્ષ દરમિયાન જો પક્ષ સત્તામાં આવશે તો કયા કામને પ્રાધાન્ય આપશે તે અંગેના મુદ્દા

2022ના ચૂંટણી ઢંઢેરામાં 4 લાખની સહાય - ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડક સી જે ચાવડાએ 6 મે 2022 ના રોજ જાહેરાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2022 ના ચૂંટણી ઢંઢેરામાં પણ ચાર લાખ રૂપિયાની સહાયનો મુદ્દો મૂકવામાં આવશે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા દસ હજાર જેટલા જ મૃત્યુઆંક બતાવવામાં આવે છે પરંતુ ત્રણ લાખથી વધુ લોકોએ આર્થિક સહાય માટેની અરજી કરી છે. જ્યારે 20 હજાર અરજી તો એવી આવી છે કે જેમાં નાના બાળકના માતા-પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા હોય. આમ ત્રણ લાખથી વધુ લોકો ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે ત્યારે વર્ષ 2022ની વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દો ખાસ (Congress Black Paper Issues) મુકવામાં આવશે.

આ પણ વાંચો - સુરતના રત્નકલાકારોએ હાર્દીક અને નરેશ પટેલને રાજકીય પાર્ટીમાં જોડાવા અંગે શું કહ્યું આવો જાણીએ...

સરકારની ક્રિમિનલ માનસિકતા - સી જે ચાવડા વધુમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર કોરોનાની મહામારીની પરિસ્થિતિ માં રોકવા બદલ દીવા પ્રગટાવવા થાળી વગાડવા જેવા ઘટનાક્રમો કર્યા હતાં. પરંતુ તેમ છતાં પણ કોરોના કાબૂમાં આવ્યો ન હતો. જ્યારે જે ઇન્જેકશનો હોસ્પિટલમાં અને મેડિકલમાં મળવા જોઈએ તે ભાજપના કાર્યાલયમાં મળતા હતાં ત્યારે સરકાર ક્રિમિનલ માનસિકતા ધરાવે આવી વિગતો પણ બ્લેક પેપરમાં રજૂ (Congress Black Paper Issues) થઈ શકે છે.

કાયદા પ્રમાણે 4 લાખની જોગવાઈ - જે ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત કોરોનાના આંકડા ખોટા આપવામાં આવ્યા છે કે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમગ્ર દેશમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા તેની સત્તાવાર આંકડા બહાર પાડ્યા છે જેમાં 47 લાખ લોકોના મૃત્યુ પામ્યા છે તેવું જણાવ્યું હતાં. કોરોના મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી નથી. એપેડેમીક એક્ટ-1987 પ્રમાણે કાયદામાં 4 લાખ રૂપિયાની સહાય જોગવાઈ કરવામાં આવી છે. આમ જો કોંગ્રેસની સરકાર આવશે તો પ્રથમ કેબિનેટમાં જ આ અંગેનો નિર્ણય કરીને મૃતકના પરિવારજનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે ચાર લાખ રૂપિયાની ચૂકવણી મંજૂર (Congress Black Paper Issues) કરવામાં આવશે.

અન્ય ક્યાં મુદ્દા પર કોંગ્રેસ રજૂ કરશે બ્લેક પેપર - અન્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો બેરોજગારી grade pay કોરોનામાં મૃતકોને સહાય, લોકોને પડેલી મુશ્કેલીઓ, અસંગઠિત ક્ષેત્રના લોકો માટે પડતી મુશ્કેલીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો વિદ્યાર્થીઓ માટે ફી, આમ તમામ ક્ષેત્રના લોકોને સાંકળીને કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ચૂંટણી ઢંઢેરા સાથે બ્લેક પેપર (Congress will issue a black paper with election manifesto ) પણ રજૂ (Congress Black Paper Issues) કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.