ETV Bharat / city

Gujarat Assembly 2022: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે આંતકવાદી જેવો વ્યવહાર કરાતો હોવાનો આક્ષેપ નકારાયો

author img

By

Published : Mar 28, 2022, 3:42 PM IST

કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં પ્રવેશ કરતી વખતે સલામતી વિભાગ દ્વારા પ્રવેશ દ્વાર પર તેમને રોકવામાં આવ્યાં ત્યારે સામાન્ય બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ગૃહમાં ઊભા થઇને નિવેદન આપ્યું હતું કે વિધાનસભા ગૃહની અંદર ધારાસભ્યો અને આતંકવાદી જેવો વ્યવહાર(Behaving like a terrorist) કરવામાં આવી રહ્યો છે. આ આક્ષેપને નકારાયો હતો.

Gujarat Assembly 2022: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે આંતકવાદી જેવો વ્યવહાર અને18 મિનિટ પ્રશ્નોત્તરી મોડી શરૂ થઈ
Gujarat Assembly 2022: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે આંતકવાદી જેવો વ્યવહાર અને18 મિનિટ પ્રશ્નોત્તરી મોડી શરૂ થઈ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય ગુજરાત વિધાનસભા સંકુલમાં(Gujarat Assembly Complex) પ્રવેશ કરી રહ્યા હતા. ત્યારે જ સલામતી વિભાગ દ્વારા પ્રવેશ દ્વાર પર જ તેમને રોકવામાં આવ્યા હતાં. તેમજ સલામતીના અધિકારીઓ અને પોલીસ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તેમ છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના ટેકેદારો સાથે વિધાનસભાની અંદર પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે પ્રવેશ દ્વાર પર હાજર રહેલ પોલિસ અધિકારી જાડેજાએ અધ્યક્ષનીે સૂચના હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે સમગ્ર બાબત વિધાનસભા ગૃહમાં ચર્ચા(Debate in Gujarat Assembly) હતી. જેથી વિધાનસભાની પ્રશ્નોત્તરી(Question hour Gujarat Assembly) 18 મિનિટ મોડી શરુ કરવામાં આવી હતી.

ગૃહ શરૂ અને હોબાળો શરૂ - વિધાનસભા ગૃહ 12:00 વાગે શરૂ થયું અને તાત્કાલિક ધોરણે તરત જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિરોધ અને સૂત્રોચ્ચાર(Protests and slogans ) કર્યો હતો. જ્યારે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ગૃહમાં ઊભા થઇને નિવેદન(Statement of the Congress MLA) આપ્યું હતું કે વિધાનસભા ગૃહની અંદર ધારાસભ્યો અને આતંકવાદી જેવો વ્યવહાર(Behaving like a terrorist) કરવામાં આવી રહ્યો છે. માડમે પોતાનો અનુભવ વિધાનસભાગૃહમાં વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગેટ નંબર એક ઉપર જાડેજા ગામના પોલીસ અધિકારી સાથે વાત કરી હતી. સાથે જ અધ્યક્ષની સૂચનાથી કોંગ્રેસના ધારાસભ્યોને ટેકેદારો સાથે એન્ટ્રી આપવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: Congress No Entry in Assembly: વિધાનસભામાં કોંગ્રેસના ટેકેદારોને 'નો એન્ટ્રી', પેપર લીક બાબતે કરાયો વિરોધ

મારી આવી કોઈ સૂચના જ નથી : અધ્યક્ષ - સમગ્ર મામલો સામે આવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે મારી આવી કોઇપણ પ્રકારની સૂચના મે આપી નથી. મારા નામનો ઉપયોગ થઈ રહ્યો છે. જે યોગ્ય નથી. જ્યારે વિધાનસભા અધ્યક્ષે પણ પોલીસને આવું કાર્ય ન કરવાની સૂચના સાથે ટકોર પણ કરી હતી. જેમને મારા નામનો ઉપયોગ કર્યો છે તે બાબતે તપાસ કરવાની સૂચના પણ આપી છે.

પ્રશ્નોત્તરી ફક્ત 42 મિનિટ જ કાર્યરત રહેશે - વિધાનસભાગૃહની શરૂઆત પ્રશ્નોત્તરી થાય છે અને 60 મિનિટ સુધી અલગ અલગ પ્રશ્નોત્તરી પર ચર્ચા કરવામાં આવે છે. પરંતુ આજે કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની સાથે આતંકવાદી જેવો વ્યવહાર થઈ રહ્યો હોવાના નિવેદન સાથે વિધાનસભા ગૃહની શરૂઆતમાં જ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે 18 મિનિટ જેટલો સમય વીતી ગયો હતો આમ વિધાનસભાની પ્રશ્ને આજે ફક્ત 42 મિનિટ જ ચર્ચા થઈ હતી.

રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું તે વિધાનસભાગૃહમાં તમામ ધારાસભ્યો છે વિપક્ષના સભ્યો સન્માન જળવાઇ રહે તે જરૂરી છે.
રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું તે વિધાનસભાગૃહમાં તમામ ધારાસભ્યો છે વિપક્ષના સભ્યો સન્માન જળવાઇ રહે તે જરૂરી છે.

આ પણ વાંચો: રાજ્યમાં 2 વર્ષમાં સામૂહિક દુષ્કર્મના 2,723 કેસ નોંધાયા

તમામ ધારાસભ્યો સન્માનીય, મારે કોઈ હુકમ આપવાના હશે તો આપીશ : મુખ્યપ્રધાન - રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે વિધાનસભાગૃહમાં તમામ ધારાસભ્યો છે. વિપક્ષના સભ્યો સન્માન જળવાઇ રહે તે જરૂરી છે. જ્યારે આજે કોંગ્રેસના સભ્યો સાથે પોલીસે જે બોલાચાલી થઇ હતી તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. જો મારે કોઈ હુકમ આપવાના હશે તો પણ તે આપીશ. આમ વિધાનસભાગૃહમાં 18 મિનિટ સુધી કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રવેશ બાબતે હોબાળો કર્યો હતો ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તમામ સભ્યોનું માનસન્માન જળવાઇ રહે તેવી સૂચના આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.