ETV Bharat / city

Gujarat Assembly 2022: વિધાનસભામાં કોંગ્રેસે સરકારને યાદ અપાવ્યું રોજગારી આપવાનું વચન

author img

By

Published : Mar 22, 2022, 10:42 PM IST

વિધાનસભામાં કોંગ્રેસે કહ્યું હતું કે 2005થી થતી વાયબ્રન્ટ સમિટ (Gujarat Assembly 2022)માં અત્યાર સુધી ફક્ત 10થી 12 લાખ લોકોને જ રોજગારી મળે છે. તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ખાલી જગ્યા તાત્કાલિક ધોરણે ભરવા વિનંતી કરવામાં આવી હતી.

Gujarat Assembly 2022: વિધાનસભામાં કોંગ્રેસે સરકારને યાદ અપાવ્યું રોજગારી આપવાનું વચન
Gujarat Assembly 2022: વિધાનસભામાં કોંગ્રેસે સરકારને યાદ અપાવ્યું રોજગારી આપવાનું વચન

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022)માં આજે શ્રમ અને રોજગાર વિભાગ (Department of Labor and Employment)ના બજેટ પર વિશેષ ચર્ચા અને માંગણી કરવામાં આવી હતી. ત્યારે વિરોધ પક્ષના ઉપનેતા સહિતના તમામ ધારાસભ્યોએ અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા. શૈલેષ પરમારે વિધાનસભાગૃહમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, વર્ષ 2005થી થયેલા વાયબ્રન્ટ સમિટ (vibrant gujarat global summit)માં અત્યાર સુધીમાં ફક્ત 10થી 12 લાખ લોકોને જ રોજગારી (Employment In Gujarat) પ્રાપ્ત થઈ છે. ત્યારે સરકાર દ્વારા એક કરોડથી વધુ રોજગારી આપવાનું વચન આપ્યું હતું.

ઓફિસમાં દારૂ પીવાની પરવાનગી?- કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે વિધાનસભાગૃહમાં તલાટીએ ઓફિસમાં દારૂ પીધો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે તલાટીની બદલી કરી દેવામાં આવી હતી અને 3 દિવસ બાદ તલાટી ફરીથી એની એ જ જગ્યા ઉપર હવે ફરજ બજાવી રહ્યા છે. આ બાબતે ફરીથી વિક્રમ માડમે વિધાનસભાગૃહમાં રજૂઆત કરી હતી. અધિકારીઓ દ્વારા તલાટી પાસે દારૂની પરમિટ હોવાનો જવાબ પણ મળ્યો છે. ત્યારે સરકારી ઓફિસમાં દારૂ પીવા (Drinking alcohol in government office)ની પરવાનગી હોય છે? તેવા પ્રશ્નો પણ વિક્રમ માડમે કર્યા હતા.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: શિક્ષણ વિભાગમાં આટલી બધી જગ્યાઓ ખાલી? હજુ જર્જરિત ઓરડાઓનો કાટમાળ નથી ઉપાડ્યો

સરકાર ખાલી જગ્યાઓ ભરો- આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીનો રિપોર્ટ વહેલા આવી જાય અને આ તલાટીનો રિપોર્ટ મોડો કેમ આવે છે તેવા પ્રશ્નો પણ વિધાનસભાગૃહમાં કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ વિધાનસભાગૃહમાં પોતાના નિવેદન અને સ્પીચમાં વિનંતી સાથે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની (Vacancies In District Panchayat) ખાલી જગ્યા તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર ભરે તેવી વિનંતી કરી હતી. તલાટીમંત્રીની ઉપલેટામાં 53 માથી 29 જગ્યાઓ ખાલી છે અને ધોરાજીમાં 30માંથી 10 જગ્યાઓ ખાલી છે. આમ રાજ્યની તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી જગ્યાઓ ભરવામાં આવે જેથી લોકોનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: કોગ્રેસે વિધાનસભામાં અતિ મહત્વના પ્રશ્નોના સરકાર પાસે લેખિતમાં જવાબ માંગ્યા

સરકાર BOATS સિસ્ટમ લાગુ કરે- ગુજરાત વિધાનસભાના ઉપદંડક અને ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે વિધાનસભાગૃહમાં એપ્રેન્ટીસશીપ યોજના (mukhyamantri apprentice scheme gujarat) અંતર્ગત બોટ્સ સિસ્ટમ લાગુ કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવા વિદ્યાર્થીઓને નોકરી પ્રાપ્ત થતી નથી અને તેઓએ ફરજિયાત રીતે એપ્રેન્ટિસ તરીકે રહેવું પડે છે ત્યારે બેચલર ઓફ ટ્રેનિંગ સ્કીમ હેઠળ તમામ કંપનીઓનું ફરજિયાત રજીસ્ટ્રેશન થાય તેવી માંગ કરવામાં આવી હતી. આ કાયદો મહારાષ્ટ્રમાં લાગુ છે જ્યારે ગુજરાતમાં હવે ફરજિયાત થાય તેવી માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.