ETV Bharat / city

Gujarat Assembly 2022: વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગરમાગરમી, સી.જે.ચાવડાએ કર્યા BJP પર અનેક આક્ષેપ

author img

By

Published : Mar 31, 2022, 5:56 PM IST

વિધાનસભા (Gujarat Assembly 2022)માં આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપ મતોનું રાજકારણ કરી રહ્યું છે અને કોંગ્રેસની વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે નર્મદા નદી પર ડેમ બનાવવાનું સરદારનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.

Gujarat Assembly 2022: વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગરમાગરમી, સી.જે.ચાવડાએ કર્યા BJP પર અનેક આક્ષેપ
Gujarat Assembly 2022: વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગરમાગરમી, સી.જે.ચાવડાએ કર્યા BJP પર અનેક આક્ષેપ

ગાંધીનગર: સરદાર સરોવર મુદ્દે વિધાનસભા (Gujarat Assembly 2022) સત્રની પ્રશ્નોતરી ચર્ચામાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. નીતિન પટેલ અને સી.જે.ચાવડા સામસામે આવ્યા હતા. સરદાર સાહેબનું સ્વપ્ન કોંગ્રેસે પૂરું કર્યું છે. ભારતીય જનતા પાર્ટી મતોનું રાજકારણ (votebank politics) કરી રહી છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી મતોનું રાજકારણ કરી રહી છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો.

વિધાનસભા 15 મિનિટ સુધી મુલતવી રાખવી પડી- વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે બંને પક્ષોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સવારે નર્મદા મુદ્દે ભારે હોબાળો થતાં વિધાનસભા 15 મિનિટ સુધી મુલતવી રાખવી પડી હતી. સી.જે.ચાવડાએ પણ ભાજપ પર આક્ષેપો કર્યા હતા કે, ભાજપ મતોનું રાજકારણ કરી રહ્યું છે. તે કોંગ્રેસની વિચારધારા (The ideology of the Congress) નાબૂદ કરવાની કોશિશ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Congress Yuva Swabhiman Sammelan: કોંગ્રેસની ચીમકી, યુવાનો માટેનું આ આંદોલન લાંબા સમય સુધી ચાલશે

આઝાદીની લડાઈમાં કોંગ્રેસને સાથે આપ્યો નહોતો- કોંગ્રેસ નેતા સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, ભારતની આઝાદી પહેલા (Before the independence of India) ભારતીય જનતા પાર્ટીના નામ અલગ અલગ હતા. તે પાર્ટીના લોકોએ કોઈ દિવસ આઝાદીની લડત (freedom struggle of india)માં કોંગ્રેસને સાથ નહોતો આપ્યો અને તે લોકો અંગ્રેજોની સાથે રહ્યા હતા, કારણે કે તેઓ કોંગ્રેસ થકી આઝાદી ઇચ્છતા નહોતા. તેમણે વધુમાં કહ્યું કે, 18 વર્ષ સુધી રાજ કરી દેશને સિંચાઇ યોજના (Irrigation schemes In India), શિક્ષણ યોજના (Education Schemes In India), એગ્રિકલ્ચર યોજના (Agriculture Schemes In India) જવાહરલાલ નહેરુએ આપી હતી.

આ પણ વાંચો: Chickpea purchase scam in Harij : છેલ્લા 7 વર્ષમાં પાણીપત્રકમાં ચણાનું વાવેતર જ ન થયાંનો કોંગ્રેસનો આક્ષેપ

નહેરુ અને ઇન્દિરા ગાંધીના વિચારોનો નાશ કરવાનો પ્રયત્ન- બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસની વિચારધારાથી જાગૃત થયા હતા. સમય બદલાતા સત્તા પર બેઠેલી સરકાર બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલું બંધારણ એક સમયે ફેંકી દરિયામાં તરાવી દેવા તૈયાર હતી. હવે ચૂંટણી નજીક આવતા જ બંધારણ યાદ આવે છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઇ, લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાઓના વિચારો નાશ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ભાજપ મતોનું રાજકારણ કરી રહ્યું છે- સી.જે. ચાવડાએ કહ્યું કે, આજે દેશમાં ગોડસેના મંદિરો (Temples of Godse) બનાવવામાં આવી રહ્યા છે. તેવા લોકોને પકડી ન શકાનારને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લેવાનો અધિકાર નથી. કેમ કે, દેશમાં ભારતીય જનતા પાર્ટી મતોનું રાજકારણ કરી રહી છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું કે નર્મદા નદી પર ડેમ (Dam on Narmada river) બને. જેનો શિલાન્યાસ જવાહરલાલ નહેરુએ કર્યો હતો અને તેમનું સ્વપ્ન પણ કોંગ્રેસે જ પુર્ણ કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના શાસનમાં અનેક મોટા ડેમ નિર્માણ પામ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.