ETV Bharat / city

GSSSB Head Clerk Exam Cancelled 2021 : 70 પરીક્ષાર્થીઓ જેલ જશે, 30 લાખ જપ્ત, માર્ચમાં ફરી પરીક્ષા

author img

By

Published : Dec 21, 2021, 8:42 PM IST

ગુજરાતમાં ખળભળાટ મચાવનાર જીએસએસએસબી હેડ ક્લાર્ક પરીક્ષા લીકની (GSSSB Paper Leak 2021) ગાજવીજ વચ્ચે મોટો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. આ પરીક્ષા (GSSSB Head Clerk Exam Cancelled 2021) રદ કરાતી હોવાની જાહેરાત રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી.

GSSSB Head Clerk Exam Cancelled 2021 : 70 પરીક્ષાર્થીઓ જેલ જશે, 30 લાખ જપ્ત, માર્ચમાં ફરી પરીક્ષા
GSSSB Head Clerk Exam Cancelled 2021 : 70 પરીક્ષાર્થીઓ જેલ જશે, 30 લાખ જપ્ત, માર્ચમાં ફરી પરીક્ષા

ગાંધીનગર : ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ૧૨ ડિસેમ્બરના રોજ હેડ કલાર્કની જાહેર પરીક્ષા લેવાઈ હતી. પરંતુ પોલીસ તપાસમાં 10 ડિસેમ્બરના રોજ જ પરીક્ષાનું પ્રશ્નપત્ર ઉમેદવારો પાસે પહોંચી ગયું હતું અને પેપર લીક (GSSSB Paper Leak 2021) થઈ ગયું હોવાના પુરાવા પ્રાપ્ત થયા હતાં. જેને લઇને રાજ્ય પોલીસ દ્વારા ખાસ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી . જેમાં 14 લોકો કે જેવો પેપર ફોડવામાં અગ્રેસર હતાં. તેઓ તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા સ્પષ્ટતા કરી હતી કે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 30 લાખ રૂપિયા જેટલા રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે કરેલા ચર્ચા બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ (GSSSB Head Clerk Exam Cancelled 2021) કરીને માર્ચ મહિનામાં પરીક્ષા (GSSSB Head Clerk Reexam March 2022) લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રેસમાંથી પ્રશ્નપત્ર થયું લીક

રાજ્ય ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે પ્રેસનો કર્મચારી જ બાથરૂમ જવાના બહાને પેપર પ્રશ્નપત્ર લીક કર્યું હોવાનું સાબિત થયું છે. જે અંતર્ગત મુખ્ય સૂત્રધાર જયેશ પટેલની ધરપકડ ગાંધીનગરમાંથી કરી લેવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 14 જેટલા તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ પ્રશ્નપત્ર સાણંદની એક ખાનગી પ્રેસમાં તૈયાર કરવામાં આવી રહ્યું હતું. ત્યારથી જ પ્રશ્નપત્ર તૈયાર થયા બાદ 10 ડિસેમ્બરના રોજ પ્રેસના કર્મચારી દ્વારા જ પેપર લીક (GSSSB Paper Leak 2021) કરવામાં આવ્યું છે.

70 ઉમેદવારો પાસે પહોંચ્યું હતું પ્રશ્નપત્ર

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પેપર 10 તારીખે પેપર ફૂટયું (GSSSB Paper Leak 2021) ત્યારથી પરીક્ષા સુધી કુલ 70 જેટલા ઉમેદવારો પાસે આ પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ પહોંચી ગયું હતું અને તમામ લોકોએ પરીક્ષા આપી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા તમામ 70 પરીક્ષાર્થી ઉમેદવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને જેલ ભેગા પણ કરવામાં આવશે. સાથે જ આગામી ભવિષ્યમાં (GSSSB Head Clerk Exam Cancelled 2021) તેઓ એક પણ પરીક્ષા (GSSSB Head Clerk Reexam March 2022) આપી ન શકે તેવી કલમો હેઠળ તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

હવે માર્ચ 2022માં હેડ કલાર્ક પરીક્ષા લેવાશે

સરકાર આસિત વોરાને હટાવશે કે નહીં ?

જાહેર પરીક્ષાનું પ્રશ્નપત્ર કઈ જગ્યાએ છપાય છે કેવી રીતે છપાય છે અને કોણ તે પ્રશ્નપત્ર તૈયાર કરે છે તે સંપૂર્ણ વિગતો ગોપનીય હોય છે. તેમ છતાં પણ ખાનગી પ્રેસમાંથી તે પ્રશ્નપત્ર લીક (GSSSB Paper Leak 2021) થયું હતું. ગુજરાત ગૌણ પસંદગી મંડળના અધ્યક્ષ અને રાજ્ય સરકાર હટાવશે કે નહીં તે બાબતના પ્રશ્નના જવાબમાં હર્ષ સંઘવી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરી ન હતી. ત્યારે અસિત વોરાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદે રાખવામાં આવશે કે નહીં તે બાબતે પણ સરકારે હજુ સસ્પેન્સ જ રાખ્યું છે.

આ પણ વાંચોઃ Suspicion of Head Clerk's paper leak: 10થી 12 લાખ રૂપિયા પેપર વેચાયા હતા: વિધાર્થી આગેવાન

30 લાખ રૂપિયા કરવામાં આવ્યા જપ્ત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્કનું પેપર (GSSSB Paper Leak 2021) 9થી 10 લાખ રૂપિયામાં વેચાતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં જેટલા પણ રૂપિયાનો વ્યવહાર કરવામાં આવ્યો છે તેમાંથી કુલ 30 લાખ રૂપિયાનો વ્યવહાર પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે. તમામ ચલણી નોટો પોલીસના કબજે કરવામાં આવી છે. ભવિષ્યમાં તપાસમાં આ આંકડો હજુ પણ મોટો થાય તેવી પણ પોલીસને શંકા છે.

આ પણ વાંચોઃ GSSSB Paper Leak 2021: 4 લાખમાં ખરીદેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખમાં વેચ્યું હોવાનો ચોકાવનારો ખુલાસો

સીટ દ્વારા કરવામાં આવે તપાસ : યુવરાજસિંહ જાડેજા

યુવા આંદોલનકારી અને હેડ ક્લાર્ક પેપર પરીક્ષા લીક (GSSSB Paper Leak 2021) થઇ હોવાની જાહેરાત કરનાર યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા રદ થયાની જાહેરાત બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય (GSSSB Head Clerk Exam Cancelled 2021) લેવામાં આવ્યો છે તેને આવકારવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે હવે આગામી માર્ચ મહિનામાં હેડ કલાર્કની પરીક્ષાનું (GSSSB Head Clerk Reexam March 2022) આયોજન કરવામાં આવ્યું છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે કે નહીં તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે ભૂતકાળમાં લેવામાં આવેલી પરીક્ષામાં પણ કોઈ પ્રકારનો છેડછાડ થઈ છે કે નહીં તે બાબતે ખાસ રાજ્ય સરકાર દ્વારા એક એસઆઈટીની રચના કરવી જોઈએ. જેથી તમામ પરીક્ષા મુદ્દે તપાસ થઈ શકે. જ્યારે માર્ચ મહિનામાં પરીક્ષા યોજવાની છે તો રાજ્ય સરકાર દ્વારા તેની તારીખ પણ જાહેર કરવામાં આવે. ઉપરાંત જે અઢી લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા છે તેઓનો મુસાફરી ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવે તેવી પણ માગ યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા મહત્વના ખુલાસા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્ક પરીક્ષા (GSSSB Head Clerk Exam 2021)ના પેપર લીક કેસમાં (GSSSB Paper Leak 2021) પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી જયેશ પટેલને ગાંધીનગરથી ઝડપી લેવાયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યું હતું કે, જયેશ પટેલ સૂત્રધારની કડીમાં મુખ્ય છે. પેપરકાંડમાં વર્તમાન 14ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ અન્ય 2 ફરાર છે. આ સાથે આ કૌભાંડમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, હેડ ક્લાર્કની પરીક્ષા રદ (GSSSB Head Clerk Exam Cancelled 2021) કરવામાં આવી છે. આગામી માર્ચમાં ફરી પરીક્ષા લેવામાં આવશે. જૂના ઉમેદવારો જેમણે ફોર્મ ભર્યું છે તેમને આમા પાત્ર ગણવામાં આવશે. ફરી પરીક્ષા માર્ચ (GSSSB Head Clerk Reexam March 2022) મહિનામાં લેવામાં આવશે. 70 ઉમેદવારો જેણે ફૂટેલા પેપર લીધા છે તે તમામ ઉમેદવાર પરીક્ષા આપી નહીં શકે, એક પણ ઉમેદવારને છોડવામાં નહી આવે, આવા ઉમેદવારોને જેલ ભેગા કરવામાં આવશે.

જયેશ પટેલ મુખ્ય આરોપી

FIRમાં જયેશ પટેલનો મુખ્ય સૂત્રધાર (Main accused in the paper leak case) તરીકે ઉલ્લેખ કરવામા આવ્યો છે, જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં પેપર (GSSSB Paper Leak 2021) ફોડ્યુ. એક દિવસ પહેલા જ તેની પાસે પેપર ગયા હતાં. આ કાંડની તપાસમાં પોલીસને માહિતી મળી હતી કે, જયેશ પટેલે પેપરની નકલ આપી હતી. ત્યારબાદ કડીથી કડી મેળવી તે પેપર જસવંત પટેલ અને દેવલ પટેલને પેપરની નકલ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.