Groundnut registration started: પ્રથમ 4 કલાકમાં 13,681 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

author img

By

Published : Oct 1, 2021, 4:53 PM IST

Groundnut registration started: પ્રથમ 4 કલાકમાં 13,681 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

રાજ્ય સરકાર મગફળી ટેકાના ભાવે ખરીદવા માટે લાભપાંચમથી શરુઆત કરવાની જાહેરાત થઇ ચૂકી છે. ત્યારે મગફળીના ખેડૂતો માટે રજિસ્ટ્રેશન (Groundnut registration) પ્રક્રિયા આજથી હાથ ધરવામાં આવી છે. રજિસ્ટ્રેશન શરુ થવાના 4 કલાકમાં જ 13,681 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી પણ લીધું છે.

  • મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદશે મગફળી
  • પ્રથમ 4 કલાકમાં જ 13,681 ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
  • લાભ પાંચમના દિવસથી મગફળીનું ખરીદ વેચાણ થશે શરૂ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel) ગૃહમાં જાહેરાત કરી હતી કે 1 ઓક્ટોબર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન (Groundnut registration) શરૂ કરવામાં આવશે. જેમાં રાજ્યના પુરવઠા વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે પ્રથમ ચાર કલાકમાં જ રાજ્યના કુલ 13,681 જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રથમ વખત મગફળીનું રજિસ્ટ્રેશન પ્રથમ દિવસે જ સૌથી વધુ જોવા મળી રહ્યું છે.

સૌથી વધુ રજિસ્ટ્રેશન ગીર સોમનાથ જિલ્લામાં
ખેડૂતોના રજિસ્ટ્રેશન બાબતની માહિતી આપતા પુરવઠા વિભાગના નાયબ નિયામક સંજય મોદીએ જણાવ્યું હતું કે પ્રથમ ચાર કલાકમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 13681 ખેડૂતોનું ઈ-રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જ્યારે સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં 8842 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે સૌથી ઓછું રજિસ્ટ્રેશન ભાવનગર અને બોટાદ જિલ્લામાં એક ખેડૂતોએ જ મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન (Groundnut registration) કરાવ્યું છે, આમ પ્રથમ ચાર કલાકની વાત કરવામાં આવે તો પ્રતિ કલાકે રાજ્યમાં 4000 જેટલા ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે.

ખેડૂતોએ રજિસ્ટ્રેશન પ્રક્રિયાને સારો પ્રતિસાદ આપ્યો છે

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી થશે રજિસ્ટ્રેશન
રજિસ્ટ્રેશનની વાત કરવામાં આવે તો વિધાનસભાગૃહમાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે એક ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી મગફળીની ખરીદીનું રજિસ્ટ્રેશન (Groundnut registration) કરવામાં આવશે. આમ રાજ્યના ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા કરવાની રહેશે.

વેચાણ માટે SMS મોકલાશે

Groundnut registration પ્રક્રિયા પૂર્ણ થયા પછી લાભપાંચમના દિવસથી જે તે ખેડૂતોને એપીએમસી ખાતેથી મગફળીના વેચાણ માટેનો એસએમએસ પ્રાપ્ત થશે અને આમ એપીએમસી અને વેચાણ કેન્દ્ર ખાતે વધારે પડતી પીડા ન થાય તે બાબતે એસએમએસ સિસ્ટમ આ વર્ષે પણ અમલી કરવામાં આવી છે.

ગત વર્ષની પરિસ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ગયા વર્ષની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગત વર્ષની ટેકાના ભાવની ખરીદી બાબતે વર્ષ 2020માં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા 5275ની કિંમતેે ખરીદી કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે એટલે કે વર્ષ 2021-22માં 5550 પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે એટલે કે વર્ષ 2019-20માં 5,00,546, વર્ષ 2020-21માં 2,02,591 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મગફળી ખેડૂતો માટે સારા સમાચારઃ લાભપાંચમથી સરકાર શરુ કરશે ટેકાના ભાવે ખરીદી

આ પણ વાંચોઃ મગફળી ભારતમાં તેલીબિયાંનો મહત્‍વપૂર્ણ પાક, વિશ્વમાં વાવેતરની દ્રષ્‍ટિએ પ્રથમ અને ઉત્‍પાદનની દ્રષ્‍ટિએ બીજાસ્‍થાને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.