ETV Bharat / city

'હું કરું, હું કરું' એવી અજ્ઞાનતા સરકાર દૂર કરે : કોંગી ધારાસભ્ય વીરજી ઠુમ્મર

author img

By

Published : Mar 15, 2021, 9:29 PM IST

હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં અમરેલીના લાઠીના કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સોમવારના રોજ સરકાર પર એક પછી એક ચાબખા વીંજ્યાં હતા. વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, સરકાર 'હું કરું, હું કરું' તેવું જ્ઞાન દર્શાવીને શા માટે બધું જ પોતાના નામે ચડાવી રહી છે. ભૂતકાળ પણ યાદ રાખવો જોઈએ.

વીરજી ઠુમ્મર
વીરજી ઠુમ્મર

  • કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સરકારને અરિસો દેખાડ્યો
  • આ સરકારના રાજમાં ગુજરાત દેવાળીયુ બન્યું : વીરજી ઠુમ્મર
  • કોંગ્રેસની યોજનાઓને ભાજપના વાઘા પહેરવાય છે : વીરજી ઠુમ્મર

અમરેલીના લાઠીના કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સોમવારના રોજ સરકાર પર એક પછી એક ચાબખા વીંજ્યાં હતા. વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, નાંણાપ્રધાને રજૂ કરેલા બજેટ કોઈ પણ રાહત વગરનું છે. ફક્ત 31 ટકા મતો સાથે જિલ્લા અને તાલુકામાં ભાજપની સરકાર બની છે. તેમાં સરકાર વાહવાહી લૂંટી રહી છે.

'વિકસતું ગુજરાત' - 1960થી 2018

સરકારે બજેટ સત્રના પ્રથમ દિવસે ગૃહમાં તમામ ધારાસભ્યોને 'વિકસતું ગુજરાત'- 1960થી 2018 સુધીની લેખાજોખા દર્શવતી પુસ્તક આપ્યું છે. જેના લેખકોમાં ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પણ છે. વીરજી ઠુમ્મરે જણવ્યું હતું કે, અમદાવાદને માન્ચેસ્ટર બનાવવામાં તે વખતની સરકારે 100 મીલ સ્થાપી હતી. સરદાર પટેલ ગુજરાતમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે 25 વર્ષ રહ્યા હતા. 1958થી 90 સુધીમાં ગુજરાતમાં અનેક દુષ્કાળ પડ્યા હતા. ત્યારે નર્મદા યોજના માટે પૂર્વ મુખ્યપ્રધાન ચીમન પટેલ કાર્ય કર્યું હતું. અમરસિંહ ચૌધરીએ સૌરાષ્ટ્રમાં પાણી ભરેલી ગાડી દોડાવી હતી.

'હું કરું, હું કરું' એવી અજ્ઞાનતા સરકાર દૂર કરે : કોંગી ધારાસભ્ય વીરજી ઠુમ્મર

મોટેરા સ્ટેડિયમની સ્થાપનામાં માધવસિંહ સોલંકીનો હાથ

મોટેરા સ્ટેડિયમ જે આજે 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. તેની સ્થાપના અને મધ્યાહન ભોજન યોજના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની હતી. ગુજરાતના નિર્માણમાં ફક્ત આજની સરકાર કે એક-બે વ્યકતીઓ નહીં, પરંતુ આજ સુધીના ગુજરાતના તમામ મુખ્યપ્રધાન, સરકાર અને અનેક લોકોનો ફાળો છે. જેમાં ઇન્દુલાલ યાજ્ઞિક, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ, કનૈયાલાલ મુનશી, અનુસુયા સારાભાઈ, જેઆરડી ટાટા, પી. એન. ભગવતી, વિક્રમ સારાભાઈ વગેરેનો સમાવેશ થાય છે.

સરકાર ' મેં કર્યું, મેં કર્યું' બંધ કરે

વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન ડૉક્ટર જીવરાજ મહેતાએ શાળા-કોલેજો સ્થાપી હતી. બળવંતરાય મહેતા પંચાયતીરાજ લાવ્યા હતા. દરેક મુખ્ય પ્રધાનની યશગાથા આ પુસ્તકમાં વર્ણવી છે. તો પછી અત્યારની સરકાર 'હું કરું, હું કરું' તેવું જ્ઞાન દર્શાવીને શા માટે બધું જ પોતાના નામે ચડાવી રહી છે. ભૂતકાળ પણ યાદ રાખવો જોઈએ.

સરકારની વર્તમાન પરિસ્થિતિને ઉઘાડી પડતા કોંગ્રેસ ધારાસભ્ય

સરકારની વર્તમાન સ્થિતિ ઉપર કોંગ્રેસ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, DGVCLની પરીક્ષામાં એક વિદ્યાર્થીને 100 માંથી 104 ગુણ મળ્યા, મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા કર્મચારી બહેનોને માત્ર 200 રૂપિયાનું દૈનિક મહેનતાણું મળે છે, તેમને હાલ આંદોલનના માર્ગે છે. તેમને નીતિન પટેલે આંદોલન કરવા દેતા નથી. જો અંગ્રેજોએ ગાંધી અને સરદારને આંદોલન કરવા ન દીધા હોત, તો નીતિન પટેલ નાયબ મમુખ્યપ્રધાન ન બની શકેત. આજે મર્સિડીઝ લઈને ભાજપની નંબર પ્લેટ સાથે રાજ્યમાં દારૂ વેચાઈ રહ્યો છે.

ગુજરાતમાં ગત 25 વર્ષમાં 2,203 ઉદ્યાગો બંધ

ગુજરાતમાં ગત 25 વર્ષમાં 2,203 ઉદ્યોગો સરકારી રાહત ન મળતા બંધ થયા છે. 18,000 ગામડામા 2,634 તલાટી કમ મંત્રીઓની ભરતી થઈ નથી. તો સરકારી યોજનાઓ લોકો અને ખેડૂતોને સુધી કેવી રીતે પહોંચશે? ગુજરાત આજે દેવાળિયું બન્યું છે. ગુજરાતના માથે લગભગ 2.5 લાખ કરોડનું દેવું છે. 1995માં કેશુભાઈની સરકાર 750 કરોડ બેલેન્સ સાથે આવી હતી.

આ પણ વાંચો - રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહના થયા છે મોત, વિધાનસભામાં રાજ્ય સરકારે કર્યો ખુલાસો

કૃષિ સુધાર કાયદા લાવવાનું નરેન્દ્ર મોદીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જણાવાયું હતું : વીરજી ઠુમ્મર

કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વીડનની આંતરરાષ્ટ્રીય સંસ્થા કરી રહી છે કે, ભારત આપખુદશાહી તરફ આગળ વધી રહ્યું છે. ખેડૂતો માટે જે કાયદા કેન્દ્ર સરકાર લાવી છે, તે કાયદા અમેરિકામાં ક્યારનાય આવી ચૂક્યા છે. તેને લઈને અમેરિકામાં 80 ટકા ખેડૂતોએ ખેતી છોડી દીધી હતી. તેમાંથી 70 ટકા ખેડૂતો ખેતી કરવા તૈયાર નથી. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને આ કાયદા લાવવા કહ્યું હશે. નીરવ મોદી, વિજય માલ્યા વગેરે બેન્કોનું કરોડનું ફુલેકુ ફેરવીને વિદેશ ભાગી ચૂક્યા છે. રાજુલામાં પણ તાજેતરમાં જ એક કંપની પણ કરોડોનું કરીને ઉઠી ચૂકી છે. ચોકીદાર પણ ઉંઘે છે.

આ પણ વાંચો - રાજ્યમાં 2 વર્ષમાં 313 સિંહોના મોત, વિધાનસભામાં સરકારે આપી વિગત

ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે : વીરજી ઠુમ્મર

કેરળમાં ભાજપના જ સાંસદે જાહેરમાં જણાવ્યું હતું કે, જો હું સત્તામાં આવીશ, તો ગાયનું માંસ સસ્તું કરીશ. આમ ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે. ગાય અને ખેડૂતના નામે રાજકારણ રમતા ભાજપથી પ્રજાને સાવચેત રહેવું જોઈએ.

આ પણ વાંચો - વિધાનસભા ગૃહમાં વિવિધ મુદ્દે થઈ ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.