ETV Bharat / city

ગાંધીનગર સિવિલમાં GMERSનો સ્ટાફ હડતાલમાં વ્યસ્ત

author img

By

Published : May 14, 2021, 9:50 AM IST

ગાંધીનગર સિવિલમાં GMERSનો સ્ટાફ હડતાલમાં વ્યસ્ત
ગાંધીનગર સિવિલમાં GMERSનો સ્ટાફ હડતાલમાં વ્યસ્ત

GMERS ટીચર મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગાંધીનગર સિવિલમાં બુધવારથી કોવિડ કામો બંધ કરાયા છે. 108માં પેશન્ટ એડમિટ થવા માટે રાહ જોઈ રહ્યા છે અને બહાર GMERSનો સ્ટાફ હડતાલમાં વ્યસ્ત છે.

  • બુધવારથી જ કોરોનાના કામો બંધ કર્યા
  • સરકારે હકારાત્મક નિર્ણય લેવા અંગે જણાવ્યું
  • કોરોનામાં મોકો જોઇ હડતાલ બરકરાર રાખી

ગાંધીનગર: GMERSના અધ્યાપક, નર્સિંગના સ્ટાફ દ્વારા 9 મેથી સરકારને હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી. જેમાં તેમણે ગઈકાલ બુધવારથી બપોરના બાર વાગ્યા પછી કોરોના પેશન્ટની સારવાર નહીં કરવાનું નક્કી કર્યું હતું. બે દિવસથી તેમને કોરોના પેશન્ટની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બંધ કરી છે. જે કારણે પેશન્ટ સિવિલ હોસ્પિટલના રઝળી પડયા છે. આટલી મોટી હોસ્પિટલમાં 60 થી 70 નો સ્ટાફ ના હોવાના કારણે મોટી મુશ્કેલીઓનો સામનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલને કરવો પડી રહ્યો છે. 108ની બહાર પણ પેશન્ટ વેઇટિંગ છે તેવા સમયમાં તેમને હડતાલ જારી રાખી છે.

આ પણ વાંચો: સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ ઉપર, વિવિધ 14 માંગો પુરી કરવા કરી રજૂઆત

GMERSની માગો વચ્ચે હોસ્પિટલમાં એડમિટ પેશન્ટ પીસાઈ રહ્યા છે

GMERS અધ્યાપકો તેમજ નર્સિંગ સ્ટાફે 10થી વધુ માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે પરંતુ સરકારે આ માંગણીઓ મામલે હકારાત્મક વિચારવાનું અમે યોગ્ય પોઝિટિવ નિર્ણય લેવાનું કહ્યું છે. છતાં પણ તેમને આ વાતના માનતા પોતાની હડતાલ જારી રાખી છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં કોરોના ની 500 બેડની હોસ્પિટલમાં પેશન્ટને રઝડવાનો વારો આવ્યો છે. આટલી મોટી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પેશન્ટો છે ત્યારે વેઇટિંગ માં પણ પેશન્ટ એડમીટ થવા માટે રાહ જોઈ રહ્યા છે. જુના પેશન્ટની સારવાર યોગ્ય થશે તો તેઓ સાજા થશે. જો ત્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી અન્ય પેશન્ટને કેવી રીતે ભરતી કરાશે તે પણ એક સવાલ છે.

આ પણ વાંચો: વડનગર GMERSનો તબીબ અને નર્સિંગ સ્ટાફ 14 જેટલી પડતર માગણીઓને લઈ હડતાલ પર ઉતર્યો

કપરી પરિસ્થિતિને જોઇને તેમને હડતાલનો આ નિર્ણય લીધો

અધ્યાપકો અને નર્સિંગ સ્ટાફ દ્વારા બરાબર કપરી પરિસ્થિતિને જોઇને તેમને હડતાલનો આ નિર્ણય લીધો છે પરંતુ આ નિર્ણય આ સમયે કેટલો યોગ્ય છે. જેમાં પેશન્ટ એડમિટ થવા માટે રાહ જોઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલની બહાર 108માં પેશન્ટ ઓક્સિજન પર છે તેમનો આમા શું વાંક છે. જેઓ તબિબિ સારવારથી વંચિત છે. જેવો હોસ્પિટલમાં એડમિટ છે તેમની સારવાર કોણ કરશે? આમ પણ હોસ્પિટલોમાં ડોક્ટરની, નર્સિંગ સ્ટાફની કમી છે તેમાં આ સમયે હડતાલ ક્યાં સુધી વ્યાજબી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.