ETV Bharat / city

જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્ણ, તમામ મુદ્દા થયા સર્વાનુમતે પસાર

author img

By

Published : Dec 20, 2019, 2:01 AM IST

ETV BHARAT
જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્ણ

ગાંધીનગર: જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરૂવાર બપોરે મળી હતી. જેમાં 12 જેટલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ મુદ્દા શાસક અને વિપક્ષ દ્વારા સર્વાનુમતે પસાર કરાયા હતા. બીજી તરફ સરકારમાંથી આવેલી રૂપિયા 30 લાખની ગ્રાન્ટ મુક્ત કરવાની માગ ઉઠી હતી. આ ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગની જગ્યા ભરવાની માગ પણ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્રારા કરવામાં આવી હતી.

કોંગ્રેસ શાસિત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ગુરૂવારે બપોરના સમયે સામાન્ય સભા મળી હતી. જેમાં સમિતિઓના ચેરમેનના મુદ્દે સભા ઉગ્ર થાય તેવા ભણકારા જોવા મળ્યા હતા. પરંતુ સામાન્ય સભામાં ચર્ચાયેલા 12 મુદ્દાને એક પછી એક મંજૂર કરવામાં આવતા નિયત સમયમાં સભા પૂર્ણ થઈ હતી. સભા દરમિયાન માત્ર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા જ રજૂઆત કરવામાં આવતી હતી.

જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્ણ

સામાન્ય સભામાં એક વખત ફરી રેતી કાકરીની ગ્રાન્ટ મુદ્દે અવાજ ઉઠયો હતો. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એલ.એન.પરમારે કહ્યું હતું કે, સામાજિક ન્યાય સમિતિને આ ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. જેને લઇને ધારાસભ્ય ડૉક્ટર સી.જે.ચાવડાએ તેમને ગ્રાન્ટ આપવાને મુદ્દે સમર્થન આપ્યું હતું.

જિલ્લા પંચાયતમાં અધિકારીઓ અને પદાધિકારીઓના પાર્કિંગની જગ્યા નહીં હોવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. આ ઉપરાંત ભંડોળમાં રહેલી રકમમાં દરેક સભ્યોને 20 લાખ રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે તેવી પણ માગ સભા દરમિયાન કરવામાં આવી હતી.

Intro:હેડલાઇન) જિલ્લા પંચાયતની સામાન્ય સભા નિર્વિઘ્ને પૂરી, તમામ મુદ્દા સર્વાનુમતે પસાર

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે મળી હતી. જિલ્લા પંચાયતના હોલમાં મળેલી સામાન્ય સભામાં 12 મુદ્દાઓ સમાવવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દાઓને શાસક અને વિપક્ષ દ્વારા સર્વાનુમતે પસાર કરાયા હતા. બીજી તરફ સરકાર માંથી આવેલી રૂપિયા 30 લાખની ગ્રાન્ટ મુક્ત કરવાની માંગ ઉઠી હતી સાથે સમાજ કલ્યાણ વિભાગની જગ્યા ભરવામાં આવતી નથી. તેને લઈને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્રારા જગ્યા ભરવા માંગ કરવામાં આવી હતી.Body:કોંગ્રેસ શાસિત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આજે બપોરના સમયે સામાન્ય સભા મળી હતી. જેમાં સમિતિઓના ચેરમેનની મુદ્દે આ સભા ઉગ્ર થાય તેવા ભણકારા જોવા મળ્યા હતા. પરંતુ સામાન્ય સભામાં લેવાયેલા 12 મુદ્દાઓને એક પછી એક મંજુર કરવામાં આવતા નિયત સમયમાં પૂરી થઈ ગઈ હતી. માત્ર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા જ રજૂઆતો કરવામાં આવતી હતી. તે સિવાયના તમામ સદસ્યો જો પોતાની ખુરશીમાં બેસીને ચર્ચા સાંભળતા જોવા મળ્યા હતા.Conclusion:સામાન્ય સભામાં ફરીથી રેતી કાકરીની ગ્રાન્ટ મુદ્દે અવાજ ઉઠયો હતો. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એલ એન પરમારએ કહ્યું કે, સામાજિક ન્યાય સમિતિને આ ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો ફાળવવામાં આવતો નથી. જેને લઇને ધારાસભ્ય ડોક્ટર સી.જે.ચાવડાએ તેમણે ગ્રાન્ટ આપવાને મુદ્દે સમર્થન આપ્યું હતું. તેની સાથે-સાથે સમાજ કલ્યાણ વિભાગની પોસ્ટ કરવામાં આવતી નથી ત્યારે પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોર એ ટીકા કરતા કહ્યું કે તમને ચેરમેન પદ તો આપ્યું છે તમે અધિકારી બની જાવ. સામે કહ્યું કે, તમે ઠરાવ તૈયાર કરો હું પોસ્ટ લેવા માટે તૈયાર છું.

જિલ્લા પંચાયતમાં અધિકારીઓ અને પદાધિકારીઓના વાહન મુકવા પાર્કિંગની જગ્યા નહીં હોવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ત્યારે હાલ પૂરતું બાજુમાં આવેલા પંચાયત પરિષદ ભવનમાં પાર્કિંગ કરીને વચ્ચેની દીવાલમાં દરવાજો મુકવાની માંગને સમર્થન આપવામાં આવ્યું હતું. બીજી તરફ ભંડોળમાં રહેલી રકમમાં દરેક સભ્યોને 20 લાખ રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. પરંતુ જિલ્લા પંચાયત પાસે ભંડોળ નહીં હોવાના કારણે આ ગ્રાન્ટ મેળવી શક્ય જ નથી.

બાઈટ

મંગુબેન પટેલ

પ્રમુખ જિલ્લા પંચાયત ગાંધીનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.