ETV Bharat / city

ગાંધીનગર ચૂંટણી 2021 : આવતીકાલે સવારે 7 કલાકથી 154 ઉમેદવારો માટે યોજાશે મતદાન

author img

By

Published : Oct 2, 2021, 7:41 PM IST

Updated : Oct 3, 2021, 6:17 AM IST

Gandhinagar Municipal Corporation 2021
Gandhinagar Municipal Corporation 2021

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 2021 (Gandhinagar Municipal Corporation 2021)ની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાવા જઈ રહી છે, ત્યારે સવારે 7:00 થી સાંજના 06:00 સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, આ સ્થાનિક ચૂંટણીઓમાં કુલ 2,82,380 મતદારો મતદાન કરશે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતા હીરાબાએ પણ કલાકે મતદાન કરવા જશે.

  • સવારે 7 વાગ્યાથી સાંજના 6 કલાક સુધી યોજાશે મતદાન
  • ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે જામશે જંગ
  • વડાપ્રધાન મોદીના માતા હીરાબા પણ કરશે મતદાન

ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી(Gandhinagar Municipal Corporation 2021) 3 ઓક્ટોબરના રોજ યોજાઈ રહી છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 11 વોર્ડમાં 154 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે, ત્યારે રવિવારે સવારે 7:00 થી સાંજના 06:00 સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતા હીરાબાએ પણ કલાકે મતદાન કરવા જશે.

વડાપ્રધાનના માતા હીરાબા કરશે મતદાન

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પણ 99 વર્ષની ઉંમરે મતદાન આપવા આવશે, તેઓ પરિવાર સાથે સવારે 9:30 કલાકે રાયસન પેટ્રોલ પંપની પાછળ આવેલી વાડીભાઈ વિદ્યા સંકુલની પ્રાથમિક શાળામાં મતદાન કરશે.

ક્યાં પક્ષના કેટલા ઉમેદવાર ?

પાર્ટીઉમેદવાર
ભાજપ 44
કોંગ્રેસ 44
આપ 40
BSP 15
NCP 1
અપક્ષ 10

વોર્ડ પ્રમાણે ઉમેદવારોની સંખ્યા

વોર્ડઉમેદવાર
116
212
314
414
511
617
713
819
914
1015
1114

ગાંધીનગર મતદારોની સંખ્યા

વોર્ડપુરૂષમહિલાકુલ
19697912818,825
211,94910,99322,944
310,91110,34821,259
414,45912,80827,268
511,28710,71622,049
613,171 12,163 25,334
711,204 10,574 21,778
815,575 14,888 30,464
916,71416,39033,106
1015,306 14,761 30,068
1115,106 14,179 29,285
કુલ1,45,3781,36,9932,82,380

કેટલા અધિકારીઓ રહેશે હાજર

  • મદદનીશ અધિકારી - 5
  • પોલિગ સ્ટાફ - 1775
  • પોલીસ અધિકારીઓ/ જવાનો -1270

EVMની વિગતો

  • BU મશીન - 431
  • CU મશીન - 327

મતદાન મથકોની વિગતો

સંવેદનશીલ મતદાન મથકો129
અતિ સંવેદનશીલ મતદાન મથકો6
કુલ મતદાન મથકો284

5 તારીખે મત ગણતરી થશે

3 ઓક્ટોબરના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે 5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે, આમ પાંચ તારીખે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાનની ગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગના નિયમો પ્રમાણે કોઈપણ વિજેતા થયેલા ઉમેદવારોએ સરઘસ કાઢવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, તેનું યોગ્ય પાલન થશે કે નહીં તે પણ સમજવું રહ્યું...

આ પણ વાંચો:

Last Updated :Oct 3, 2021, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.