ETV Bharat / city

ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન

author img

By

Published : Oct 25, 2020, 1:36 PM IST

Updated : Oct 25, 2020, 2:02 PM IST

ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાનું આજે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. આજે તેમણે ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાને 83 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા હતા. તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. મહેશ કનોડિયા રાજકારણમાં સક્રિય થયા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને પાટણ બેઠક પરથી સાંસદ પણ બન્યા હતા.

મહેશ કનોડિયા
મહેશ કનોડિયા

  • ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન
  • 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  • લાંબા સમયથી હતા બીમાર

ન્યૂઝ ડેસ્ક: ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાનું આજે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. આજે તેમણે ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાને 83 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા હતા. તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. મહેશ કનોડિયા રાજકારણમાં સક્રિય થયા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને પાટણ બેઠક પરથી સાંસદ પણ બન્યા હતા.

આજે મહેશ કનોડિયાના નિધનના સમાચાર આવ્યા બાદ તેમના ચાહકો ખૂબ દુખી થયા છે. મહેશ કનોડિયાનું સફળ જીવન તેમના સતત ને સખત સંઘર્ષને આભારી છે. તેઓ તેમના સંઘર્ષના દિવસોમાં મ્યૂઝિકલ પ્રોગ્રામ કરતા હતા. તેમના ગળામાં કુદરતી બક્ષિસ હતી. તેઓ સ્ત્રીના અવાજમાં પણ સુંદર રીતે ગાઈ શકતા હતા. 1980ના દાયકમાં તેમણે ગુજરાતી ફિલ્મોમાં સંગીતકાર તરીકે કામ કર્યું હતું. મહેશ કનોડિયાએ વણઝારી વાવ, તમે રે ચંપો અને અમે કેળ, મેરુ માલણ, જોગસંજોગ, સાયબો મારો ગુલાબનો છોડ સહિત અનેક ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક કંપોઝ કર્યું હતું.

  • મહેશ કનોડિયાને એનાયત થયેલા એવોર્ડ આ પ્રમાણે છે
  1. વર્ષ 1970-71માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે
  2. વર્ષ 1974-75માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે
  3. વર્ષ 1980-81માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે
  4. વર્ષ 1980-81માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે
  5. વર્ષ 1981-82માં શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે
  6. વર્ષ 1991-92માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે
  • મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો મહેશ કનોડિયાનો જન્મ

મહેશ કનોડિયાનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. તેમના પિતાની આર્થિક સ્થિતિ ખૂબ જ સાધારણ હતી. તેઓ વણાટકામ કરીને ઘરનું ગુજરાત ચલાવતા હતાં. મહેશ કનોડિયાએ ઘણી નાની ઉંમરમાં જ તેમના ભાઈ નરેશ કનોડિયા સાથે સ્ટેજ પર પ્રોગ્રામ આપવાની શરૂઆત કરી હતી. જ્યારે મહેશ કનોડિયા સ્ટેજ પ્રોગ્રામ આપતા ત્યારે તેમના ભાઈ નરેશ કનોડિયા એન્કરિંગ કરતા હતા. બાદમાં તેઓ 'મહેશ-નરેશ'ની જોડીથી પણ ઘણા લોકપ્રિય થયા હતા.

Last Updated :Oct 25, 2020, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.