ETV Bharat / city

ગુજરાતમાં ઠંડીનું ઉગ્ર સ્વરૂપ, હજી બે-ત્રણ દિવસ લોકો ઠંડીથી ઠરશે

author img

By

Published : Dec 29, 2020, 1:04 PM IST

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી બાદ હવે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે. સોમવારે દિવસભર શીત લહેરોના કારણે અમદાવાદ શહેરમાં ન્યૂનતમ તાપમાનમાં 5 ડિગ્રીથી વધુનો ઘટાડો થયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડું કચ્છનું નલિયા રહ્યું છે. જ્યાં ન્યૂનતમ તાપમાન 2.2 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વધારે ઠંડીનું જોર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ઠંડીનું ઉગ્ર સ્વરૂપ, હજી બે-ત્રણ દિવસ લોકો ઠંડીથી ઠરશે
ગુજરાતમાં ઠંડીનું ઉગ્ર સ્વરૂપ, હજી બે-ત્રણ દિવસ લોકો ઠંડીથી ઠરશે

  • ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ઠંડીનો પારો ગગડશે
  • અત્યાર સુધી નલિયા 2.7 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડું
  • કેશોદમાં લઘુત્તમ તાપમાન 6.2 અને ડીસામાં 6.6 ડિગ્રી
  • ગુજરાતના 13 શહેરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે
  • રાજકોટમાં 8.3 ડિગ્રી, અમદાવાદમાં 10.2 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી ઠંડી
  • સુરતમાં 12.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 7.5 ડિગ્રી તાપમાન

ગાંધીનગરઃ અમદાવાદમાં રવિવારે ન્યુનતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધવામાં આવ્યું છે, જેની સરખામણીમાં સોમવારે 8.3 ડિગ્રી તાપમાન રહ્યું. એક જ દિવસમાં તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો. આથી સવારથી જ લોકો ઠંડીની પરેશાન જોવા મળ્યા. ઠેક-ઠેકાણે લોકો ઠંડીથી બચવા તાપણાંની મદદ લેતા જોવા મળ્યા હતા.

જાણો.... રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી?

કચ્છનું નલિયા સૌથી વધુ 2.7 ડિગ્રી ઠંડુ રહ્યું. અહીં ન્યૂનતમ તાપમાન 3.2 ડિગ્રી રહ્યું. આ સિવાય કંડલામાં 5.5, ઉત્તર ગુજરાતના ડીસામાં 6.6, ગાંધીનગરમાં 7.5 તાપમાન રહ્યું. રાજ્યના મુખ્ય 10થી વધુ શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું છે, જેમાં રાજકોટમાં 8.3, સુરેન્દ્રનગરમાં 9.5, કેશોદમાં 6.2, કંડલા 9.1, અમરેલી 10.0 સામેલ છે. આ સિવાય વડોદરામાં તાપમાન 10 અને સુરતમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.

રાજ્યમાં બે દિવસમાં ઠંડીનું જોર વધશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસો સુધી ઠંડી વધશે. રાજ્યના અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢમાં શીત લહેરનો પ્રકોપ રહી શકે છે. ગુજરાતમાં સોમવારે અત્યાર સુધીની સૌથી વધુ ઠંડી રહી, જે આગામી બે દિવસ ઠંડીનું જોર વધશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.