ETV Bharat / city

Energy Department Issue : ઘરડાં માબાપોની અરજ સાંભળો હે ભાજપ સરકાર !

author img

By

Published : Feb 24, 2022, 2:58 PM IST

Energy Department Issue : ઘરડાં માબાપોની અરજ સાંભળો હે ભાજપ સરકાર !
Energy Department Issue : ઘરડાં માબાપોની અરજ સાંભળો હે ભાજપ સરકાર !

ગુજરાત સરકારના ઊર્જાવિભાગના કેટલાક કર્મચારીઓના ઘરડાં માબાપોએ ગાંધીનગરના ધક્કા ખાઈખાઈ ચપ્પલો (Problems of senior citizens) ઘસી છે. પણ ભાજપ સરકાર તેમના સંતાનોની બદલી (Energy Department Issue ) ધરાર નથી કરતી.

ગાંધીનગર- છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ગુજરાત સરકાર (BJP government) હસ્તકની ચાર વીજ કંપનીઓ UGVCL, PGVCL, MGVCL અને DGVCL ના કર્મચારીઓ પોતાના વતનના જિલ્લામાં બદલી કરવા માગ (Energy Department employees transfer) કરી રહ્યા છે. આ માટે તેઓના (Problems of senior citizens) વાલીઓએ ઊર્જાપ્રધાન કનુ દેસાઈની ચેમ્બર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ના ધક્કા ખાઈને ચપ્પલો ઘસી (Energy Department Issue )નાખ્યા છે. તેમ છતાં તેમની રજૂઆત બહેરા કાને અથડાઈ છે.

વૃદ્ધ વાલીઓની વારંવારની રજૂઆતો બહેરા કાને અથડાઇ રહી છે

ત્રણ હજાર કરતા વધુ કર્મચારીઓની જિંદગીનો સવાલ

ત્રણ હજારથી પણ વધારે કર્મચારીઓ વતી તેમના માતાપિતા (Problems of senior citizens)અને અખિલ ગુજરાત વિદ્યુુત કામદાર સંઘ દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ (BJP government ) રજૂઆત કરાઈ છે. મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા તેમનું કાર્ય કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. જો કે ટ્રાન્સફરની પ્રક્રિયા (Energy Department employees transfer)ઊર્જા વિભાગ અંતર્ગત આવે છે. જેના (Power Minister Kanu Desai ) પ્રધાન કનુભાઇ દેસાઇ દ્વારા હજુ આ મુદ્દે વાજબી જવાબ કે કોઈપણ પ્રકારનું આશ્વાસન (Energy Department Issue )આપવામાં આવ્યું નથી.

ઊર્જાવિભાગના કર્મચારીઓ વતનમાં બદલી ઇચ્છે છે
ઊર્જાવિભાગના કર્મચારીઓ વતનમાં બદલી ઇચ્છે છે

પરિવારો વિખરાઈ રહ્યા છે

આ મુદ્દે વધુ માહિતી આપતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના વાઇસ પ્રેસિડન્ટ ગજેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન ફક્ત ત્રણ હજાર કર્મચારીઓનો જ નહીં પરંતુ તેમની સાથે જોડાયેલા હજારો (Problems of senior citizens)પરિવારજનોનો છે. આ કર્મચારીઓ 20 થી 30 હજાર પગારમાં કામ કરે છે. વ્યક્તિને પોતાના ઘરથી દૂર બીજા જિલ્લામાં પોસ્ટિંગ મળતા તેમની પર એક સાથે બે ઘર ચલાવવાની જવાબદારી આવતી હોય છે. તેવામાં જો તેમની પોતાના (Energy Department Issue ) વતનમાં બદલી (Energy Department employees transfer)થઈ જાય તો તેમનો આ ખર્ચ ઘટી શકે છે. જેમાં ઊર્જા કંપનીઓને કોઈ નુકશાન નથી.

આ પણ વાંચોઃ Teacher Transfer Rules Amendment Gujarat: 10 વર્ષ બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારો, 2 લાખથી વધુ શિક્ષકોને થશે લાભ

કર્મચારીઓ પ્રમોશન જતું કરી વતનમાં નોકરી કરવા તૈયાર : ગજેન્દ્ર ભટ્ટ

સરકારી વીજ કંપનીઓમાં કામ કરતા આ કર્મચારીઓ પોતાનું પ્રમોશન જતું કરી અને વતનમાં જવા માટે તૈયાર છે. કારણ કે, આ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહેવા ઈચ્છે છે. તાજેતરમાં જ સરકારે અન્ય ડિપાર્ટમેન્ટમાં આ પ્રકારની બદલીને યોગ્ય ગણીને અનુમોદન આપ્યું છે. આથી વીજ કંપનીઓના કર્મચારીઓ (Energy Department employees transfer)પ્રત્યે 'સંવેદના' બતાવી તેમના વતનમાં ટ્રાન્સફર (Energy Department Issue )આપવું જોઈએ.

પ્રમોશન્સ જતાં કરીને પણ પરિવાર સાથે રહેવા બદલીની માગણી છે
પ્રમોશન્સ જતાં કરીને પણ પરિવાર સાથે રહેવા બદલીની માગણી છે

આ પણ વાંચોઃ Vadodara Police Transfer: વડોદરાના પોલીસ સ્ટેશનમાં એકસાથે 87 કર્મચારીની બદલી થઈ, જુઓ

ભાજપના કાર્યકરોની જ રજૂઆત એળે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રધાનોને ભાજપના કાર્યકરોની રજૂઆતો સાંભળીને (Energy Department Issue )ઘટતું કરવા આદેશ આપ્યા છે. છતાંય ભાજપના કાર્યકરોની રજુઆત સરકાર સાંભળી રહી નથી. આ કર્મચારીના વાલીઓ ગુજરાતના ખૂણે-ખૂણેથી સરકાર સમક્ષ રજૂઆત કરવા ભાડા ખર્ચીને ઘણા વર્ષોથી ગાંધીનગરના ધક્કા (Problems of senior citizens)ખાઇ રહ્યા છે. પરંતુ સરકારી કર્મચારીઓના વાલીઓ હોવાથી તેઓ રજૂઆત સિવાય કશું કરી શકતા નથી. ઘણા કિસ્સાઓમાં પતિપત્ની બંને અલગ જિલ્લામાં નોકરી કરતા હોય તેવું પણ બને છે. બીમાર માબાપની (Energy Department employees transfer)સેવા કરવા કર્મચારીઓ પોતાના વતન જઈ શકતા નથી. આથી તેમનું મનોબળ પણ તૂટે છે. જો અન્ય ડિપાર્ટમેન્ટમાં આ પ્રકારની સુવિધા મળતી હોય અને સરકારી વીજ કંપનીઓના કર્મચારીઓને પણ આવી ટ્રાન્સફર આપવામાં આવે તો તેમના માટે તે બોનસથી ઓછું નહીં હોય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.